મિસ કોલ પછી શું? વોટ્સએપ લાવ્યું વોઇસમેલ અને રિમાઇન્ડર ફીચર
AI Image |
WhatsApp Call: વોટ્સએપ હાલમાં વોઇસમેલ ફીચર પર કામ કરી રહ્યું છે. યુઝર્સના ફોન કોલ એક્સપિરિયન્સને વધુ સારા બનાવવા માટે આ ફીચર લાવવામાં આવી રહ્યું છે. વોટ્સએપ દ્વારા હાલમાં જ કોલ શેડ્યૂલ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપના બેટા વર્ઝન ફોર એન્ડ્રોઇડમાં આ ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર કોઈને ફોન કરી રહ્યો હોય અને એ રિસીવ ન કરી શકે તો મેસેજ ટાઈપ કરવા કરતાં સીધો વોઇસમેલ મોકલી શકશે.
ક્યારે આવશે આ ઓપ્શન?
યુઝર જ્યારે કોલ કરી રહ્યો હોય ત્યારે સ્ક્રીન પર કોલ કેન્સલ કરવાનું બટન હોય છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિએ કોલ ન ઉઠાવ્યો તો રિંગ પૂરી થઈ ગયા બાદ ફરી કોલ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. જોકે હવે ફોન કેન્સલ કરવા અને ફરી ફોન કરવાના વિકલ્પ વચ્ચે બીજો એક ઓપ્શન આપવામાં આવશે. આ ઓપ્શન છે વોઇસમેલનો. જો કોઈ વ્યક્તિ ફોન ન ઉઠાવી રહ્યો હોય તો નીચે સ્ક્રીન પર વોઇસ મેસેજનું ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરતાં જ યુઝર પોતાનો મેસેજ રેકોર્ડ કરીને જે-તે વ્યક્તિને મોકલી આપશે. એક વાર મેસેજ રેકોર્ડ થઈ ગયા બાદ એ તરત જ સેન્ડ થઈ જશે. આથી જેને મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિ તેના સમય અનુસાર એ સાંભળી શકે.
વોઇસમેલ ફીચરની મદદથી યુઝર્સને થશે ફાયદો
વોટ્સએપનું વોઇસમેલ ફીચર ટ્રેડિશનલ વોઇસમેલ ફીચર જેવું છે. જોકે આમાં યુઝરે મેસેજને રેકોર્ડ કરવાનો રહેશે. આ રીતે કોલ અને મેસેજને બન્ને લિંક કરી શકાય છે. આથી સામે વાળી વ્યક્તિને ફોન કરવું, અથવા તો વોઇસ મેસેજ કરવું અથવા તો ટેક્સ્ટ કરવું વગેરે જેવા વિકલ્પ મળી શકે છે. આથી એક કરતાં વધુ વિકલ્પ મળતાં હોવાથી લોકો ટ્રેડિશનલ કોલ કરવા કરતાં આ કોલને કરવાનું વધુ પસંદ કરી શકે છે. આ ફીચર ક્યારે લોન્ચ કરવામાં આવશે અથવા તો આઇફોનના બેટા વર્ઝનમાં ક્યારે આવશે એ વિશે પણ કોઈ માહિતી આપવામાં નથી આવી.
આ પણ વાંચો: પૃથ્વી બાદ હવે અંતરિક્ષમાં પણ વધી રહ્યું છે પોલ્યુશન, જુઓ કેમ…
મિસકોલનું પણ આવશે રિમાઇન્ડર
વોઇસમેલની સાથે વોટ્સએપ હવે મિસ કોલ રિમાઇન્ડર ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝરે મિસ કોલ માટે રિમાઇન્ડર જોઈએ છે કે નહીં એ માટે પોતે પસંદ કરી શકશે. આથી જો એને પસંદ કરવામાં આવે તો વોટ્સએપ યુઝરને મિસ કોલ વિશે રિમાઇન્ડર કરતું રહેશે. વોટ્સએપમાં ચેટ મેસેજ માટે આ પ્રકારનું રિમાઇન્ડર ફીચર છે અને એ હવે વોટ્સએપ કોલ માટે પણ બહુ જલદી રજૂ કરવામાં આવશે.