પૃથ્વી બાદ હવે અંતરિક્ષમાં પણ વધી રહ્યું છે પોલ્યુશન, જુઓ કેમ…
AI Image |
Pollution in Space: યુનિવર્સિટી કૉલેજ લંડનના રિસર્ચ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે અંતરિક્ષમાં પોલ્યુશનનું પ્રમાણ વધી રહ્યું છે. આ ટીમને પ્રોફેસર ઇલોઇસ મરાઇસ દ્વારા લીડ કરવામાં આવી હતી. તેમણે 2020માં સ્પેસની એક્ટિવિટી પર રિસર્ચ કરવાનું શરુ કર્યું હતું. લેટેસ્ટ ડેટા અનુસાર 2024માં 259 રોકેટને લોન્ચ કરવામાં આવ્યા હતા અને 2023માં 223 રોકેટને લોન્ચ કરવામાં આવ્યા હતા. આ રોકેટ અંદાજે 1,53,000 મેટ્રિક ટન ફ્યુઅલનો ઉપયોગ કરે છે.
અંતરિક્ષના પોલ્યુશનમાં થયો વધારો
આપણે હાલ એક એવા વિસ્તાર વિશે વાત કરી રહ્યા છે જે વિશે આપણને સંપૂર્ણ માહિતી નથી. અંતરિક્ષને આપણે હજી સંપૂર્ણપણે નથી ઓળખી શક્યા. એટમોસ્ફિયરના ઉપરના લેયરમાં મનુષ્ય દ્વારા હાલમાં જેટલું પોલ્યુશન કરવામાં આવી રહ્યું છે એટલું પહેલાં ક્યારેય નહોતું કરવામાં આવ્યું. જો એના પર નિયંત્રણ લગાવવામાં ન આવ્યું તો પૃથ્વીના વાતાવરણ પર એની ખૂબ જ અસર પડશે. આ વિશે પ્રોફેસર ઇલોઇસ કહે છે, ‘પહેલાં કરતાં આજે અંતરિક્ષમાં રોકેટ અને સેટેલાઇટ દ્વારા ખૂબ જ વિપુલ પ્રમાણમાં પોલ્યુશન કરવામાં આવી રહ્યું છે.’
સેટેલાઇટની જે સાંકળ છે એને લઈને ક્લાઇમેટ પર અસર
આ સ્ટડી પરથી જાણવા મળ્યું કે મોટી-મોટી સેટેલાઇટ્સની જે સાંકળ છે એને કારણે પોલ્યુશનમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આ પ્રકારના કમ્યુનિકેશન સેટેલાઇટ્સ સ્પેસએક્સ, વનવેબ અને થાઉસન્ડ સેઇલ્સ પાસે છે. ક્લાઇમેટને અસર કરે એવી ઘટકો વાતાવરણમાં છોડવાની માત્રા હવે ત્રણ ગણી થઈ ગઈ છે. તેમ જ કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધી ગયું છે. આ પોલ્યુશન પૃથ્વી પર થયેલા પોલ્યુશનને કારણે જે અસર કરે છે એના કરતાં 500ગણી વધુ અસર કરે છે. આ માટેનું કારણ એ છે કે આ પોલ્યુશન અંતરિક્ષમાં વધુ લાંબા સમય સુધી રહે છે. આથી ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વી પર થતાં પોલ્યુશન કરતાં 500ગણી વધુ થતી જોવા મળશે.
![]() |
AI Image |
કયા ફ્યુઅલનો ઉપયોગ કરવો એ જરૂરી
પ્રોફેસર ઇલોઇસ મરાઇસના જણાવ્યા અનુસાર મોટી-મોટી સેટેલાઇટ્સની સાંકળને લોન્ચ કરવા માટે જેટલા ઇંધણનો ઉપયોગ થાય છે એ અન્ય તમામ મિશનને ભેગા કરે એના કરતાં પણ વધુ થઈ રહ્યું છે. તેમના અનુસાર ભવિષ્યમાં આ પ્રદૂષણમાં વધુ ફેરફાર થઈ શકે છે એટલે કે વધુ પ્રદૂષણ જોવા મળશે ખાસ કરીને એમેઝોનના Kuiper પ્રોજેક્ટમાં. આ પ્રોજેક્ટ હેઠળ મોટી-મોટી સેટેલાઇટ્સની સાંકળને સ્પેસમાં મોકલવામાં આવશે. આ માટે યુરોપિયન સ્પેસ એજન્સીના રોકેટનો ઉપયોગ કરવામાં આવશે જેઓ સોલિડ રોકેટ ફ્યુઅલનો ઉપયોગ કરે છે. આ રોકેટ સ્પેસમાં ઓઝોનના સ્તરને નુકસાન કરતાં ક્લોરિનના સંયોજનનો ઉત્પન્ન કરશે અને એના કારણે પરિસ્થિતિ વધુ બગડશે.
ઓઝોનના લેયરને નુકસાન
યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર ડૉક્ટર કોનોર બાર્કર કહે છે કે આગામી દાયકામાં આ પ્રકારની ઘણી સેટેલાઇટ્સની શૃંખલાને લોન્ચ કરવાનું પ્લાનિંગ છે. એના કારણે આપણાં ક્લાઇમેટ પર ખૂબ જ અસર થશે. મોન્ટ્રિયાલ પ્રોટોકોલ દ્વારા ઓઝોનના લેયરને રિપેર કરવા માટે જે પ્રોસેસ શરુ કરવામાં આવી છે એ પ્રોસેસને પણ આ સેટેલાઇટ્સના લોન્ચને કારણે બેઅસર કરી નાખશે. સ્પેસ અને ઓરબિટમાં જે પ્રમાણે સેટેલાઇટ્સ જઈ રહી છે એમાં ભવિષ્યમાં ખૂબ જ વધારો જોવા મળશે.
આ પણ વાંચો: મંગળ ગ્રહના બેઝ માટે લદાખને કેમ પસંદ કર્યું ઇસરોએ, જાણો વિગત…
ઇન્ટરનેશનલ કાયદાને કારણે કચરો સાફ કરવામાં મુશ્કેલી
યુકેના નેશનલ સ્પેસ સેન્ટરના ટ્રસ્ટીઓના ચેરમેન પ્રોફેસર સ્ટુઅર્ટ માર્ટિન કહે છે કે ઇન્ટરનેશનલ સ્પેસ કાયદાને કારણે સ્પેસમાંથી કચરો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. તેમના અનુસાર આ કાયદા હેઠળ જે દેશ સ્પેસમાં તેમની સેટેલાઇટને લોન્ચ કરે છે એને તમામ બાબતો એ દેશની હોય છે અને એથી સ્પેસમાં થતાં કચરાને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ચીન દ્વારા હાલમાં જ એક નવી ટૅક્નોલૉજી વિકસાવવામાં આવી હતી જેમાં નેટનો ઉપયોગ કરી કચરાને દૂર કરી શકાય. જોકે ચીન આ કચરો ફક્ત પોતાનો સાફ કરી શકશે નહીં કે અન્ય સેટેલાઇટ્સનો. આથી કાયદામાં બદલાવ કરવો જરૂરી છે.