વોટ્સએપ લાવી રહ્યું છે વેરિફિકેશન ફીચર: યુઝર્સ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને કરી શકશે વેરિફાઇડ
WhatsApp Verification Feature: વોટ્સએપ હાલમાં એક ફીચર પર કામ કરી રહ્યું છે. એની મદદથી યુઝર્સ તેમના એકાઉન્ટમાં વેરિફાઇડ પ્રોફાઇલ લિંકને રાખી શકશે. ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ iOSના બીટા વર્ઝન 25.22.10.72માં આ ફીચર જોવા મળ્યું છે. એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.25.22.27માં પણ એ જોવા મળ્યું છે. આ વેરિફાઇડ પ્રોફાઇલ લિંક ફીચર પર હાલમાં વોટ્સએપ કામ કરી રહ્યું છે અને બહુ જલદી એનું ટેસ્ટિંગ પણ શરુ કરવામાં આવશે. આગામી અપડેટમાં એને લોન્ચ કરવામાં આવશે એવી પણ ચર્ચા છે.
શું છે આ ફીચર?
આ ફીચરની મદદથી યુઝર્સ તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ લિંકને મેટાના એકાઉન્ટ સેન્ટરની મદદથી વોટ્સએપ પર વેરિફાઇ કરી શકશે. એક વાર વેરિફાઇ થઈ ગયા બાદ લિંક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની બાજુમાં એક લેબલ જોવા મળશે. આ લેબલ એ દેખાડશે કે વોટ્સએપનો ઉપયોગ કરી રહેલા વ્યક્તિનું જ આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. આ ફીચર એટલા માટે કાઢવામાં આવી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રોફાઇલને વેરિફાઇ કરી શકે. તેમ જ તેના નામ અને ફોટોનો ઉપયોગ ખોટી રીતે નહીં થાય. જો એ થઈ રહ્યું હોય તો પણ લોકોને જાણ થઈ શકે કે એ પ્રોફાઇલ વેરિફાઇ નથી. આથી લોકોની સાથે છેતરપિંડી થવાનો ભય ઓછો રહે છે.
વેરિફાઇ છે કે નહીં કેવી રીતે ખબર પડશે?
પ્રોફાઇલ જ્યારે વેરિફાઇ થઈ જશે ત્યારે આ વેરિફિકેશન સિસ્ટમ એક વિઝ્યુઅલ લેબલ દેખાડશે. આ લેબલથી લોકો પ્રોફાઇલ પર વિશ્વાસ કરી શકશે. જે-તે યુઝરની પ્રોફાઇલ ખોટી નથી એનો પણ તેમને વિશ્વાસ આવશે. જો પ્રોફાઇલ લિંક વેરિફાઇડ નહીં હોય તો કોઈ પણ લેબલ દેખાડવામાં નહીં આવે. આથી જે-તે યુઝરે નક્કી કરવાનું રહેશે કે આ પ્રોફાઇલ પર ભરોષો કરવો કે નહીં.
આ પણ વાંચો: આઇફોન યુઝર્સ માટે ખુશખબરી: એપ્લિકેશન ઓપન કર્યા વિના સિરીની મદદથી પૂરા થશે ટાસ્ક
મેટા એકાઉન્ટ સેન્ટર સાથે લિંક કરવું કે નહીં એ માટે યુઝરની પસંદગી
વોટ્સએપ એકાઉન્ટને મેટા એકાઉન્ટ સેન્ટર સાથે લિંક કરવું કે નહીં એ માટે યુઝરના હાથમાં પસંદગી આપવામાં આવી છે. યુઝરે તેના એકાઉન્ટને કનેક્ટ નહીં કરવું હશે તો પણ વોટ્સએપમાં તેના ઇન્સ્ટાગ્રામની લિંકનો સમાવેશ કરી શકશે. જોકે તેનું એકાઉન્ટ વેરિફાઇ નહીં કરવામાં આવે. આથી જે-તે યુઝરને વેરિફાઇ હોવાથી પ્રોફાઇલમાં વિશ્વાસ આવે છે એ જોવા નહીં મળે. વેરિફાઇ કરવાથી યુઝરની ઓળખ મળે છે અને તેની માહિતીનો અન્ય કોઈ ખોટી રીતે ઉપયોગ ન કરે તો પણ એ છેતરવામાં આવી રહ્યો છે એ ખબર પડી શકે.