Get The App

આઇફોન યુઝર્સ માટે ખુશખબરી: એપ્લિકેશન ઓપન કર્યા વિના સિરીની મદદથી પૂરા થશે ટાસ્ક

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન યુઝર્સ માટે ખુશખબરી: એપ્લિકેશન ઓપન કર્યા વિના સિરીની મદદથી પૂરા થશે ટાસ્ક 1 - image


Siri Will Control Applications: એપલ હાલમાં તેના વોઇસ અસિસ્ટન્ટ સિરીમાં ખૂબ જ મોટો બદલાવ કરવાની તૈયારી કરી રહ્યું છે. યુઝર બહુ જલદી હવે તેમના અવાજ દ્વારા આઇફોનની મોટાભાગની એપ્લિકેશનને કન્ટ્રોલ કરી શકશે. એટલું જ નહીં, સિરી હવે તેમના મોટાભાગના કામ એક કમાન્ડ દ્વારા પૂરા કરશે અને એ માટે યુઝરે હવે કોઈ પણ એપ્લિકેશન ઓપન કરવાની પણ જરૂર નહીં રહે. અત્યાર સુધી સિરી આઇફોનની પોતાની એપ્લિકેશનમાં નાના-નાના કામ કરતું હતું, પરંતુ હવે દરેક એપ્લિકેશનમાં એ મોટાભાગના ટાસ્ક પૂરા કરી શકશે.

iOS 26.4માં આ ફીચર લોન્ચ કરવાની શક્યતા

આઇફોન હાલમાં iOS 18 પર કામ કરે છે. આગામી ઓપરેટિંગ સિસ્ટમને એપલ દ્વારા iOS 26 નામ આપવામાં આવ્યું છે. સિરી દ્વારા એપ્લિકેશનમાં ટાસ્ક પૂરા કરવાનું ફીચર iOS 18માં લોન્ચ કરવાની તૈયારી હતી. જોકે હવે એના પર હજી પણ કામ ચાલી રહ્યું છે, એ માટે હવે એને iOS 26માં લોન્ચ કરવામાં આવશે. iOS 26 આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. જોકે એપલ આ નવી ઓપરેટિંગ સિસ્ટમના iOS 26.4 વર્ઝનમાં સિરીનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કરે એવી શક્યતા છે. આથી આવતા વર્ષની શરૂઆતમાં એ ફીચર લોન્ચ થશે.

AIને લઈને ચિંતા

એપલ દ્વારા સિરીમાં આ ફીચરનો સમાવેશ તો કરવામાં આવી રહ્યો છે. એપલ સિરીને લઈને હંમેશાંથી ખૂબ જ હટકે વિચારી રહી હતી. એપલ હવે સિરીમાં AIનો સમાવેશ કરી રહ્યું છે. આથી સિરી દ્વારા એપ્લિકેશનમાં દરેક ટાસ્ક કરી શકાય. જોકે એમ છતાં એપલને આ ફીચરને લઈને થોડી ચિંતા છે કે સિરી આ તમામ એપ્લિકેશન માટે આપવામાં આવેલા ટાસ્ક સંપૂર્ણ રીતે કરી શકશે કે નહીં. સિરી પર કેટલું નિર્ભર રહી શકાય એ વિશે હજી પણ એપલ અવઢવમાં છે.

આ પણ વાંચો: દિલ્હી પોલીસની સ્માર્ટ પહેલ: ગૂગલ મેપ્સ પર દેખાડશે જોખમભરી જગ્યાની જાણકારી

અન્ય કંપની સાથે મળીને થઈ રહી છે ટેસ્ટિંગ

એપલ આ ફીચરને લોન્ચ કરે એ પહેલાં એ સંપૂર્ણ રીતે કામ કરે એના પર ધ્યાન આપી રહી છે. આથી એપલ હાલમાં કેટલીક મોટી-મોટી કંપનીઓ સાથે મળીને આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આથી દરેક કંપની દ્વારા એમાં કોઈ સમસ્યા દેખાય અને કોઈ હોય તો એને પહેલાં દૂર કરી ત્યાર બાદ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવશે. એપલ મોટાભાગની એપ્લિકેશનને સિરીનો સપોર્ટ આપી રહી છે. જોકે એમ છતાં હેલ્થ અને બેન્કિંગ જેવી એપ્લિકેશન માટે આ સપોર્ટ આપવામાં નહીં આવે. એપલ માટે કેટલીક કેટેગરી ખૂબ જ જોખમી છે અને યુઝર્સને નુક્સાન કરી શકે એવી છે. આથી આ કેટેગરી માટે એપલ એમાં સિરીને સપોર્ટ આપવાનું ટાળી રહ્યું છે.

Tags :