વોટ્સએપના નવા ફીચરથી કરોડો યુઝર્સને થશે ફાયદો, સ્કેમ કોલ-મેસેજથી મળશે છુટકારો

WhatsApp New Cyber Security Feature: વોટ્સએપના કરોડો યુઝર્સને એક નવા ફીચરને કારણે ફાયદો થવા જઈ રહ્યો છે. આ ફીચરને કારણે યુઝર્સ પર આવતાં સ્કેમ માટેના કોલ અને મેસેજ અટકી જશે. આ માટે માટે વોટ્સએપ દ્વારા નવા ફીચરને હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ આ ફીચર યુઝર્સના ડેટાને પણ પ્રોટેક્ટ કરશે અને સાઇબર અટેકથી બચાવશે. આ ફીચરને વોટ્સએપ દ્વારા ‘સ્ટ્રીક્ટ એકાઉન્ટ સેટિંગ્સ’ના નામથી આપવામાં આવ્યું છે.
બીટા વર્ઝનમાં જોવા મળ્યું આ ફીચર
આ ફીચરને હાલમાં બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. WABetaInfoની રિપોર્ટ અનુસાર વોટ્સએપના આ ફીચરને એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.25.33.4માં જોવામાં આવ્યું છે. આ ફીચર યુઝરના એકાઉન્ટ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવશે. આ ફીચરની મદદથી કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ અથવા તો ફોનને લિમિટ કરવામાં આવી શકે છે. આથી કોઈ હેકર યુઝર્સને ખોટા મેસેજ કરી રહ્યું હોય તો એ યુઝર્સ સુધી નહીં પહોંચશે. વોટ્સએપના કમ્યુનિકેશનને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફીચરને લાવવામાં આવ્યું છે.
સ્ટ્રીક્ટ એકાઉન્ટ સેટિંગ્સ
આજ કાલ સાઇબર અટેક્ટ ખૂબ જ વધી રહ્યાં છે. યુઝર્સના મોબાઇલ પર પણ ઘણાં ફોન અને મેસેજ આવવાથી ટેલિકોમ કંપની પણ એની સામે પ્રોટેક્શન આપી રહી છે. આ સ્કેમ હવે વોટ્સએપ પર પણ વધી રહ્યો છે. આથી મેટા દ્વારા હવે એ વિશે પગલું ભરવામાં આવી રહ્યું છે. આ માટે તેમણે સ્ટ્રીક્ટ એકાઉન્ટ્સ સેટિંગ્સ ફીચર લોન્ચ કર્યું છે. WABetaInfoની દ્વારા આ ફીચરનું સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યું છે, એમાં આ ફીચરને જોઈ શકાય છે. સ્ટ્રીક્ટ એકાઉન્ટ સેટિંગ્સમાં કોલ અને મેસેજને અટકાવવાની સાથે મીડિયા અને અટેચમેન્ટ માટેનું સેટિંગ્સની સાથે લિંક પ્રીવ્યુ ડિસેબલ, સાઇલેન્સ અનનોન કોલ્સ, ગ્રુપ્સ, ટૂ-સ્ટેપ વેરિફિકેશન જેવા વિકલ્પનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ પોતાના હિસાબે વોટ્સએપને સિક્યોર કરી શકશે.
આ પણ વાંચો: ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો…
વોટ્સએપનું આ ફીચર યુઝરને પોતાના એકાઉન્ટને વધુ સિક્યોર બનાવવા માટે મદદ કરશે. આ મોડમાં આપેલા ઓપ્શનની મદદથી યુઝર પોતાની ઇચ્છા અનુસાર સેટિંગ્સ કરી શકશે. એકદમ સ્ટ્રીક્ટ સેટિંગ્સ રાખવાથી ફોન, મેસેજ અને અટેચમેન્ટની સાથે લિંક દરેક વસ્તુને આવતાં અટકાવી શકાય છે. વોટ્સએપનું આ એડ્વાન્સ સિક્યોરિટી ફીચર યુઝર માટે ક્યારે રજૂ કરવામાં આવે એ હવે જોવું રહ્યું.

