ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો…

New AI Guideline: દુનિયાભરના દેશ હવે AIને લઈને નવા નિયમો બનાવી રહ્યા છે. ભારતે પણ હવે AIને લઈને તેમની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઇડલાઇન્સમાં જવાબદારી સ્વીકારવાની વાત કરવામાં આવી છે. તેમ જ સેફ્ટી, સિક્યોરિટી અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કોઈ પણ નવી શોધ કરવા પર જોર આપવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી દ્વારા આ ગાઇડલાઇન્સ લોન્ચ કરવામાં આવી છે. IndiaAI મિશન હેઠળ ભારતને વધુ વિશ્વસનીય AI બનાવવા માટે આ ગાઇડલાઇન્સ પ્રોત્સાહન આપશે એવું કહેવામાં આવી રહ્યું છે.
ગાઇડલાઇન્સનો મુખ્ય સિદ્ધાંત: કોઈને નુકસાન નહીં થવું જોઈએ આ નવી ગાઇડલાઇન્સનો મુખ્ય સિદ્ધાંત એના દ્વારા કોઈને પણ નુકસાન નહીં થવું જોઈએ. સરકાર માટે વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કરતાં પ્રોફેસર અજય કુમાર સુદ કહે છે: ‘આ ગાઇડલાઇન્સને એવી રીતે બનાવવામાં આવી છે કે એનાથી કોઈ પણ વ્યક્તિ AIની ઇકોસિસ્ટમમાં રહીને દુનિયાભરમાં સુરક્ષિત AI બનાવી શકશે.’
આ ગાઇડલાઇન્સમાં શું કહેવામાં આવ્યું છે?
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ ગાઇડલાઇન્સને ચાર મુખ્ય આધારસ્તંભ અને સાત મહત્ત્વના સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે. આ સિદ્ધાંતોને AIના સાત સૂત્રો કહેવામાં આવી રહ્યા છે.
જૂના કાયદાનો અમલ: સરકાર દ્વારા AIને લઈને નવા કાયદા બનાવવાની જગ્યાએ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી અને ડેટા પ્રોટેક્શનના કાયદામાં જ AIનો સમાવેશ કરવામાં આવ્યો છે.
AI પર દરેક એજન્સી આપશે ધ્યાન: AIને માત્ર એક જ એજન્સી જોશે એવું નથી. સરકાર દ્વારા દરેક ક્ષેત્રની એજન્સીને આ જવાબદારી આપવામાં આવી છે. એટલે કે બૅન્કને લગતા AI પર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, શેર માર્કેટને સેબી—આ રીતે દરેક એજન્સી સાથે મળીને AI પર ધ્યાન આપશે.
રિલીઝ પહેલાં ટેસ્ટ જરૂરી: સરકાર દ્વારા ગાઇડલાઇન્સમાં સાફ જણાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ AI ટૂલને લોન્ચ કરવા પહેલાં એને કન્ટ્રોલ એન્વાયરમેન્ટમાં ટેસ્ટ કરવામાં આવે. તમામ બાબત યોગ્ય હોય ત્યાર બાદ જ એને લોકો માટે રિલીઝ કરવામાં આવે.
ડેટા સ્ટાન્ડર્ડ અને ટ્રાન્સપેરન્સી: સરકાર દ્વારા ડેટા પ્રોટોકોલ અને AIના પર્ફોર્મન્સને લઈને જે-તે કંપની પર જવાબદારી નાખી છે. તેમણે દરેક બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. જો થોડું પણ ઉપર નીચે થયું તો એ માટે કંપનીની જવાબદારી રહેશે.
AI માટેના સાત સૂત્રો:
- વિશ્વાસ
- જનતા પહેલા
- સંયમ ઉપર નવીનતા
- નિષ્પક્ષતા અને સમાનતા
- જવાબદારી
- ડિઝાઇન દ્વારા સમજી શકાય એવું
- સુરક્ષા, સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું
ગાઇડલાઇન્સની અસર
આ ગાઇડલાઇન્સ દ્વારા લોકોને કાયદા સાથે બાંધવામાં નથી આવી રહ્યા, પરંતુ ડેવલપર્સ, રેગ્યુલેટર્સ અને સ્ટેકહોલ્ડર્સ પોતાની રીતે જવાબદારી લે અને AIની સિસ્ટમને સુરક્ષિત બનાવે એ છે. તેમ જ પક્ષપાતી, ખોટી માહિતી ફેલાવનારું અને એનો દુરુપયોગ કરવામાં ન આવે એ માટે આ ગાઇડલાઇન્સ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: થૂંકનું ટેસ્ટ કરવાથી હાર્ટ ફેઇલર થવાનો હોય તો પહેલાંથી ખબર પડી જશે, જાણો કેવી રીતે…
AI દ્વારા પૂરા કરવામાં આવશે સરકારનું લક્ષ્ય
આ AI દ્વારા હેલ્થકેર, એજ્યુકેશન અને એગ્રિકલ્ચરમાં નવી-નવી AI ઍપ્લિકેશન બનાવવામાં આવશે. આ ટૂલ દ્વારા લોકોને ફાયદો થશે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે. તેમ જ AI સિસ્ટમમાં લોકોને વિશ્વાસ બેસે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. ક્રિએટિવિટીમાં કોઈ અવરોધ લાવવા વગર જવાબદારી નિભાવવામાં આવે એ સરકારનું લક્ષ્ય છે અને એ માટે આ ગાઇડલાઇન્સ મહત્ત્વની છે.

