ઉંમરને લઈને રિસ્ટ્રિક્શન અને પેરન્ટ્સની અનુમતિ
વોટ્સએપની ઓફિશિયલ ટર્મ્સ ઓફ સર્વિસમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ એકાઉન્ટને શરૂ કરવા માટે અને એનો ઉપયોગ કરવા માટે એક ચોક્કસ ઉંમર હોવી જરૂરી છે. આ માટે ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષ રાખવામાં આવી છે. જોકે કેટલાક દેશમાં આ ઉંમર વધુ હોઈ શકે છે કારણ કે દરેક દેશના પોતાના નિયમ હોય છે. આ ઉંમરથી નાના બાળકો ટર્મ્સ ઓફ સર્વિસનો સ્વીકાર કરી શકતા નથી. આ કેસમાં તેમના પેરન્ટ્સ તેમના માટે ગાર્ડિયન બની શકે છે અને તેમને વોટ્સએપનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપી શકે છે. આ માટે તેમની ઇચ્છા હોય એ ફીચરનો જ ઉપયોગ કરવા દઈ શકે છે.

સેકન્ડરી એકાઉન્ટને પેરન્ટ્સ એકાઉન્ટ સાથે કરવું પડશે લિંક
આ ફીચરનો ઉપયોગ કરવા માટે સેકન્ડરી એકાઉન્ટને સૌથી પહેલાં પેરન્ટ્સના એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. આ માટે એક ડેડિકેટેડ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ઓપ્શનની મદદથી બે પ્રોફાઇલ એકમેક સાથે કનેક્ટ થશે, પરંતુ બન્નેના મેસેજ અને ફોન કોલ પ્રાઇવેટ રહેશે. એક વાર લિંક થઈ ગયા બાદ પેરન્ટ્સ સેકન્ડરી એકાઉન્ટના પ્રાઇવસી વિકલ્પને ચેક કરી શકશે. આ ફીચરની મદદથી પેરન્ટ્સ નક્કી કરી શકશે કે તેમના બાળકને કોણ મેસેજ અને ફોન કરી શકે છે. આ ફીચરની મદદથી તેમના બાળકોની સેફ્ટીમાં વધારો થશે અને તેઓ ફ્રોડ અને સ્કેમની સાથે હેરેસમેન્ટથી પણ બચી શકે છે.
આ પણ વાંચો: CES 2026માં લોન્ચ થઈ કમાલની ટેક્નોલોજી: સેલ્ફી ક્લિક કરો અને હેલ્થ વિશે જાણો…
એક્ટિવિટી અપડેટ્સ કરવામાં આવશે શેર
સેકન્ડરી એકાઉન્ટમાં જેટલા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે એ સિવાય એ એકાઉન્ટમાંથી પેરન્ટ એકાઉન્ટને એકાઉન્ટ અને ચેટ એક્ટિવિટી માટેના રિપોર્ટ પણ મોકલવામાં આવશે. એમાં કોની સાથે ચેટ કરવામાં આવી રહી છે એ દેખાડવામાં આવી શકે છે, પરંતુ શું વાત કરી છે એ જણાવવામાં નહીં આવે. મેસેજને એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન સાથે પ્રોટેક્ટ કરવામાં આવશે આથી વાતચીત સિક્યોર રહેશે.


