Get The App

વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર: અન્ય મેસેજિંગ એપ્સ પર થઈ શકશે મેસેજ, જાણો કેવી રીતે…

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર: અન્ય મેસેજિંગ એપ્સ પર થઈ શકશે મેસેજ, જાણો કેવી રીતે… 1 - image


WhatsApp Third Party Message: વોટ્સએપ હાલમાં જ એક ફીચર પર કામ કરી રહી છે જેની મદદથી યુઝર્સ અન્ય મેસેજિંગ એપ્સ પર પણ મેસેજ કરી શકશે. યુરોપિયન રેગ્યુલેશન દ્વારા હવે એક નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ એપ્લિકેશન પરથી અન્ય એપ્લિકેશન પર મેસેજ કરી શકાવું જોઈએ. યુઝરને અન્ય મેસેજિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ફરજ નહીં પાડી શકાય. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે. બીટા ટેસ્ટિંગ માટે પણ હાલમાં એ ઉપલબ્ધ નથી.

યુરોપિયન યુનિયનનો નિયમ

યુરોપિયન યુનિયનના ડિજિટલ માર્કેટ્સ એક્ટ હેઠળ ઇન્ટરઓપરેબિલિટી હોવી જોઈએ. એટલે કે એક જ એપ્લિકેશન પરથી અન્ય એપ્લિકેશન પર મેસેજ થઈ શકવા જોઈએ. એક યુઝર વોટ્સએપનો ઉપયોગ કરતો હોય અને અન્ય યુઝર ટેલિગ્રામનો. તો બન્ને યુઝર એકમેકને મેસેજ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. બન્ને યુઝર દ્વારા બન્ને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી જરૂરી ન હોવી જોઈએ. આથી વોટ્સએપ પણ હવે થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ માટે ફીચર બનાવી રહ્યું છે. આ માટે યુઝર પાસે સંપૂર્ણ કન્ટ્રોલ હશે અને આ સર્વિસનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકશે અને ન કરવો હોય ત્યારે નહીં.

સિક્યોરિટી સાથે ઇન્ક્રિપ્શનનો સમાવેશ

વોટ્સએપ તેની સિક્યોરિટી સાથે કોઈ છેડછાડ કરવા નથી માગતું. આથી તેણે થર્ડ-પાર્ટી પ્રોવાઇડર્સને તેના સિગ્નલ પ્રોટોકોલને અનુસરવાનું સૂચન આપ્યું છે. આ સાથે જ તેમને ઇન્ક્રિપ્શન સિસ્ટમની અન્ય શરતો પણ અનુસરવી પડશે, જેથી તેમના દ્વારા પણ આપવામાં આવતી સર્વિસ ઇન્ક્રિપ્ટેડ છે એની ખાતરી થઈ શકે. આ રીતે યુઝરની પ્રાઇવસી અને સિક્યોરિટી બન્ને જળવાઈ રહશે. આ માટે દરેક સર્વિસ દ્વારા એક ટેક્નિકલ વેરિફિકેશન પ્રોસેસ પાસ કરવી પડશે જેથી એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનની સાથે યુઝરને એક યુનિફાઇડ સિક્યોર કોમ્યુનિકેશન એક્સપિરિયન્સ મળી રહેશે.

થર્ડ-પાર્ટી ચેટમાં હશે બેસિક ફીચર્સ

થર્ડ-પાર્ટી ચેટમાં બેસિક ફીચર્સનો જ સમાવેશ કરવામાં આવશે. એટલે કે યુઝર વોટ્સએપ પરથી અન્ય કોઈ એપ્લિકેશનના યુઝર પર મેસેજ કરશે એમાં ટેક્સ્ટ મેસેજ, ફોટો, વીડિયો, વોઇસ મેસેજ અને ડોક્યુમેન્ટ શેર કરી શકાશે. યુઝરને આ માટે બે યુઝર ઇન્ટરફેસની પસંદગી આપવામાં આવશે. એકમાં દરેક મેસેજ સાથે રહેશે અને બીજામાં ઇનબોક્સ અલગ-અલગ હશે. એકમાં વોટ્સએપના અને એકમાં થર્ડ-પાર્ટી એપ્સના મેસેજ હશે. વોટ્સએપના અન્ય ફીચર્સ જેવા કે સ્ટેટસ અપડેટ્સ, સ્ટિકર્સ અને ડિસઅપિયરિંગ મેસેજ જેવા ફીચર્સ થર્ડ-પાર્ટી માટે નહીં હોય.

ગ્રુપ ચેટ પણ થશે સપોર્ટ

વોટ્સએપ દ્વારા અન્ય મેસેજિંગ એપ્સ પર પણ ગ્રુપ ચેટ થઈ શકશે. આ માટે વોટ્સએપ હાલમાં થર્ડ-પાર્ટી ગ્રુપ ચેટ ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ગ્રુપ કામ કરી શકે એ માટે દરેક ગ્રુપ મેમ્બરની ઇન્ટરઓપરેબિલિટી સર્વિસ એક્ટિવેટ હોવી જરૂરી છે. એનાથી એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશન વચ્ચેના તમામ યુઝર્સ ગ્રુપમાં વાતચીત કરી શકશે. એક વાર આ ગ્રુપ બની ગયા બાદ એમાં પણ તમામ બેસિક ફીચર્સનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: યૂટ્યુબને કારણે ગેમર્સને પડશે ફટકો, જાણો કારણ…

પ્રાઇવસીનું કન્ટ્રોલ યુઝર્સના હાથમાં

વોટ્સએપ દ્વારા યુઝરના હાથમાં પ્રાઇવસીનું કન્ટ્રોલ આપવામાં આવી રહ્યું છે. થર્ડ-પાર્ટી ગ્રુપ સર્વિસ એક્ટિવેટ હોવા છતાં કોણ યુઝરને ગ્રુપમાં સમાવેશ કરી શકે કે નહીં એનો કન્ટ્રોલ જે-તે યુઝરના હાથમાં હશે. આ કન્ટ્રોલમાં વિવિધ વિકલ્પ છે જેમાં એવરીવન, માય કોન્ટેક્ટ, માય કોન્ટેક્ટ એન્ડ પીપલ ફ્રોમ થર્ડ-પાર્ટી એપ્સ યુઝર સિલેક્ટ, માય કોન્ટેક્ટ્સ ઓનલી, માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ અને નો વનનો સમાવેશ થાય છે.

Tags :