Get The App

વોટ્સએપના ડિફોલ્ટ GIF પ્રોવાઈડરમાં ફેરફાર, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
વોટ્સએપના ડિફોલ્ટ GIF પ્રોવાઈડરમાં ફેરફાર, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે 1 - image


WhatsApp Service to Stop: વોટ્સએપમાં એક નવો બદલાવ આવી રહ્યો છે. આ બદલાવને લઈને યુઝર્સનો ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે. વોટ્સએપ હવે તેમના ડિફોલ્ટ GIF પ્રોવાઇડરને બદલવા જઈ રહ્યું છે. વોટ્સએપમાં હાલમાં Tenor GIFનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જોકે હવે એમાં બદલાવ આવી રહ્યો છે. વોટ્સએપના આઇફોન માટેના બીટા વર્ઝન iOS 26.2.10.70 રિલીઝ કરવામાં આવ્યું છે. આ બીટા વર્ઝનમાં GIFમાં બદલાવ જોવા મળ્યો છે.

ટેનોરની સર્વિસ બંધ થશે જૂનમાં

ટેનોર દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ 2026ની 30 જૂનથી તેમની API સર્વિસ બંધ કરવા જઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ દ્વારા પહેલેથી જ નવા ડેવલપરના રજિસ્ટ્રેશનને બંધ કરી દીધું છે. આથી વોટ્સએપ દ્વારા ટેનોરની જગ્યાએ હવે ક્લિપીને ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપ એ વાતની ખાતરી રાખી રહ્યું છે કે તેમના યુઝર્સ એક દિવસ પણ GIF વગર નહીં રહે. આથી ટેનોર બંધ થયા બાદ પણ યુઝર્સ તેમની ચેટમાં GIFને શેર કરવાનું ચાલુ રાખી શકશે.

ઓટોમેટિક સ્વિચ થશે યુઝર્સ

ક્લિપી એક કન્ટેન્ટ પ્લેટફોર્મ છે જે GIF, મીમ્સ અને સ્ટિકર્સ બનાવે છે. આ કંપની દ્વારા API સર્વિસ પણ ઓફર કરવામાં આવે છે જેનાથી અન્ય એપ્લિકેશનમાં જ એને સર્ચ અને શેર કરવામાં મદદ કરે છે. આથી વોટ્સએપ હવે ટેનોરની જગ્યાએ ક્લિપીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. યુઝર્સ હવે ઓટોમેટિક ટેનોરની જગ્યાએ ક્લિપીનો ઉપયોગ કરી શકશે. આ માટે યુઝર્સે કંઈ કરવાની જરૂર નથી. હવેથી વોટ્સએપમાં જે પણ GIF શેર કરવામાં આવશે એના પર ટેનોરની જગ્યાએ ક્લિપી લખેલું આવશે. આ નામથી યુઝર્સને ખબર પડશે કે તેમની સર્વિસ બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો: યૂટ્યુબની નવી પોલીસી: સેલ્ફ-હાર્મ અને સેક્સ્યુઅલ એબ્યુઝ જેવા વિવાદાસ્પદ વિષય પર પણ મળશે ફુલ રેવેન્યુ…

જલદી લોન્ચ કરવામાં આવી શકે છે આ સર્વિસ

વોટ્સએપમાં હાલમાં Giphy અને Tenor બન્ને દ્વારા GIF સર્ચ કરવામાં આવે છે. વોટ્સએપ યુઝર્સ હાલમાં બન્ને સર્વિસનો ઉપયોગ કરીને GIF સેન્ડ કરી શકે છે. યુઝર્સ કયા દેશમાં છે અને તેનું કોન્ફિગરેશન શું છે એના આધારે આ બેમાંથી એક જ સર્વિસ ઓફર કરવામાં આવે છે. એક દેશમાં Giphy સર્વિસ હશે તો બીજા દેશમાં Tenor સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે યુઝર્સને બેમાંથી એક જ સર્વિસનો એક્સેસ મળે છે. ટેનોરનો ઉપયોગ જે દેશમાં થઈ રહ્યો છે એ દેશમાં એની સર્વિસ બંધ થતાં હવે યુઝર્સને સીધા ક્લિપી પર સ્વિચ કરવામાં આવશે. Giphy યુઝર્સને એનાથી કોઈ અસર નથી થઈ રહી. વોટ્સએપ દ્વારા ક્યારે સ્વિચ કરવામાં આવશે એ વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં નથી આવી. જોકે આ ફીચર બેટા વર્ઝનમાં છે અને જ્યારે સ્ટેબલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે ત્યારે આ સર્વિસ પણ સ્વિચ થઈ જશે. પહેલી જુલાઈ પહેલાં આ સર્વિસ સ્વિચ કરી દેવામાં આવશે એ ચોક્કસ છે.