નવા યુઝર્સ સાથે વાત કરવા નવું ફીચર લઈને આવ્યું વોટ્સએપ, જાણો શું છે…
WhatsApp Beta Info |
WhatsApp New Feature: વોટ્સએપ દ્વારા એન્ડ્રોઇડ માટે એક નવી અપડેટ રિલીઝ કરવામાં આવી છે. ગૂગલ પ્લે બેટા પ્રોગ્રામ હેઠળ એન્ડ્રોઇડ માટે નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે જે 2.25.21.24 છે. આ નવી અપડેટની મદદથી યુઝર્સ ચેટ શરૂ કરવા પહેલાં યુઝર્સને ગ્રીટીંગ્સ મેસેજ મોકલી શકશે. આ ફીચર હાલમાં કેટલાંક યુઝર્સને ટેસ્ટ માટે આપવામાં આવ્યું છે. ત્યાર બાદ એને વધુ યુઝર્સને આપવામાં આવશે.
વેવ ઇમોજી મોકલી શકાશે
આ ફીચરનો ઉપયોગ આજ સુધી એ યુઝર્સ સાથે એક પણ વાર વાત ન કરી હોય તેમની સાથે વાત કરવા માટે આપવામાં આવ્યું છે. ચેટ સ્ક્રીનની નીચે આ વેવ કરવા માટેનું સજેશન આપવામાં આવશે. આ માટે જે-તે વ્યક્તિને ક્યારેય મેસેજ ન કર્યો હોય તેની ચેટ ઓપન કરવાની રહેશે અને એમાં નીચે સજેશન આવશે. આ સજેશનમાં વેવ ઇમોજી સેન્ડ કરવા માટે કહેશે. આ ઇમોજીની મદદથી એકમેક સાથે વાત કરવામાં જે સંકોચ હોય એને દૂર કરી શકાશે.
ચેટમાં પહેલી વાર આવ્યું આ ફીચર
વેવ ફીચર વોટ્સએપ માટે નવું નથી. આ ફીચર અત્યાર સુધી વોઇસ ચેટમાં જોવા મળી રહ્યું છે જેમાં Wave All કરતાં ગ્રુપના દરેક યુઝર્સને નોટિફિકેશન જશે જેમાં વાતચીત કરવા માટે જોડાવાનું કહેવામાં આવે છે. જોકે હવે આ ફીચરને ચેટમાં લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી બે વ્યક્તિ વચ્ચે વાતચીતની શરૂઆત થઈ શકે છે. વોટ્સએપનું માનવું છે કે વાતની શરૂઆત કરવા માટે આ સારું ફીચર છે.
આ પણ વાંચો: 12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ
યુઝર આ વેવને કરી શકે છે રિજેક્ટ
આ ફીચર દરેક માટે છે, પરંતુ જો કોઈએ એનો ઉપયોગ ન કરવો હોય તો એ પણ શક્ય છે. યુઝર્સને ચેટ વિન્ડોમાં નીચે વેવનું સજેશન આપ્યું હશે. જો એનો ઉપયોગ ન કરવો હોય તો યુઝરે એ સજેશન પર એક ચોકડીનું નિશાન હશે એના પર ક્લિક કરીને એને રિજેક્ટ કરી શકે છે. એ ક્લિક કરતાં જ સ્ક્રીન પરથી એ સજેશન નીકળી જશે. આથી યુઝરે પોતે જે મેસેજ કરવો હોય એ પણ કરી શકે છે. આ ફીચર દ્વારા વોટ્સએપ ફક્ત લોકોને વાત કરવા માટે પ્રેરિત કરવા માગે છે.