Get The App

વોટ્સએપ દ્વારા સ્ટેટસને વધુ ઇન્ટરએક્ટિવ બનાવવા માટે લોન્ચ કરાયા નવા ફીચર્સ, જાણો શું છે…

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપ દ્વારા સ્ટેટસને વધુ ઇન્ટરએક્ટિવ બનાવવા માટે લોન્ચ કરાયા નવા ફીચર્સ, જાણો શું છે… 1 - image


WhatsApp New Status Update: વોટ્સએપ દ્વારા તેના સ્ટેટસ અપડેટમાં નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ વધુ ઇન્ટરએક્ટિવ અને આકર્ષક બની શકશે. આ નવા ફીચર્સમાં ફોટો સ્ટિકર્સ, લેઆઉટ્સ અને એડ યોર્સ ફીચર્સનો સમાવેશ કરવાની સાથે મ્યુઝિક ઓપ્શનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આ ફીચર મોટાભાગના યુઝર્સમાં શરૂ થઈ ગયું છે, પરંતુ જેમના માટે બાકી હોય તેમનામાં પણ આગામી થોડા દિવસમાં એ ધીમે-ધીમે શરૂ થઈ જશે.

લેઆઉટ ઓપ્શનની મદદથી કોલાજ બનાવવું

વોટ્સએપ યુઝર્સ માટે નવું લેઆઉટ ફીચર ખૂબ જ મહત્ત્વનું છે. હવે યુઝર્સ વોટ્સએપની અંદર જ કોલાજ બનાવી શકશે. આ માટે તેમને વિવિધ લેઆઉટ પણ આપવામાં આવ્યા છે જેથી યુઝર તેમની પસંદગી અનુસાર એ બનાવી શકે. વોટ્સએપમાં આપવામાં આવેલું આ એડિટર વધુમાં વધુ છ ફોટાની મદદથી લેઆઉટ તૈયાર કરી શકે છે. આ લેઆઉટ આકર્ષક દેખાય એ માટે વોટ્સએપ દ્વારા ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ફીચર કોઈ ટ્રીપના અથવા તો ઇવેન્ટના ફોટા, જૂની યાદો અને રોજેરોજની લાઈફના ફોટાને શેર કરવા માટે બનાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવે છે એ રીતે વોટ્સએપ પર પણ શેર કરવા માટે ખૂબ જ ઉપયોગી ફીચર છે.

મ્યુઝિકમાં કરવામાં આવ્યો બદલાવ

વોટ્સએપ દ્વારા થોડા સમય પહેલાં સ્ટેટસમાં મ્યુઝિક વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વોટ્સએપ દ્વારા પોતાની લાઈબ્રેરી બનાવવામાં આવી છે. જોકે હવે એમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. યુઝર હવે તેમના ફોટા અથવા તો વીડિયો પર મ્યુઝિકનું સ્ટિકર મૂકી શકે છે. આ સ્ટિકર મૂકવા માટે પણ વિકલ્પ આપવામાં આવ્યા છે. આથી ફોટા પર એ મૂકી એને વધુ આકર્ષક બનાવી શકાય. આ સ્ટિકર ફોટા અને વીડિયો બન્ને પર મૂકી શકાય છે. એના દ્વારા વોટ્સએપ સ્ટેટસ વધુ પર્સનલાઈઝ બનાવી શકાશે.

આ પણ વાંચો: અઝુરેનો ઉપયોગ પેલેસ્ટાઇન પર નજર માટે થયો?: માઇક્રોસોફ્ટ દ્વારા ઇઝરાયલ સામે તપાસ શરૂ...

એડ યોર્સ ટૂલ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઘણી વાર એડ યોર્સ ટૂલ જોવા મળે છે. આ એક પ્રકારનું ટૂલ છે જે કોઈ વ્યક્તિ એની ઇચ્છા અનુસાર બનાવે છે અને ત્યાર બાદ એ રીતે અન્ય વ્યક્તિ પણ પોતાનું સ્ટેટસ બનાવી શકે છે. ઉદાહરણ તરીકે રક્ષાબંધનના ફોટાને લઈને કોઈ યુઝર દ્વારા એડ યોર્સ ટૂલનો ઉપયોગ કરી વોટ્સએપ સ્ટેટસ બનાવવામાં આવ્યું. આ સ્ટેટસ જ્યારે અન્ય યુઝર જુએ અને તે એના પર ક્લિક કરે ત્યારે સીધા પોતાના રક્ષાબંધનના ફોટા અપલોડ કરવા માટે પૂછવામાં આવે છે. આથી એડ યોર્સ ટૂલ દ્વારા યુઝર્સ ટ્રેન્ડને ફોલો કરી શકે છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી લેવામાં આવ્યું છે. એમાં પણ ફોટા અને વીડિયો કંઈ પણ શેર કરી શકાય છે.

Tags :