અઝુરેનો ઉપયોગ પેલેસ્ટાઇન પર નજર માટે થયો?: માઇક્રોસોફ્ટ દ્વારા ઇઝરાયલ સામે તપાસ શરૂ...
Microsoft Azure Controversy: માઇક્રોસોફ્ટ દ્વારા હાલમાં એક ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ પર યુનિટ 8200નો ઉપયોગ ઇઝરાયલની મિલિટરી દ્વારા સર્વેલન્સ માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ માટે તેમણે અઝુરે ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ધ ગાર્ડિયન અને અન્ય પબ્લિકેશન દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટાઇનના લોકોના મોબાઇલ ફોન કોલને રેકોર્ડ કરવામાં આવી અને એને સ્ટોર કરવામાં આવતાં હતાં.
અઝુરે પર આવતાં કોલને યુનિટ 8200એ રેકોર્ડ કર્યા હોવાનો આરોપ
ધ ગાર્ડિયન, ઇઝરાયલ-પેલેસ્ટાઇન પબ્લિકેશન +972 મેગેઝિન અને હીબ્રુ ભાષાનું એક મેગેઝિન લોકાલ કોલ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. એમાં જાણવા મળ્યું હતું કે ક્લાઉડ પ્લેટફોર્મ અઝુરેમાં યુનિટ 8200નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ દ્વારા ગાઝા અને વેસ્ટ બેન્કમાં કરવામાં આવતાં લાખો ફોન કોલનું રેકોર્ડિંગ કરાયું હોવાનો આરોપ છે. યુનિટ 8200ના એક મેમ્બર દ્વારા આ માહિતી ઓળખ ન આપવાની શરતે જાહેર કરી હતી એવી ચર્ચા છે. આ ફોન કોલ પરથી ક્યાં બોમ્બનો ટાર્ગેટ પસંદ કરવો એ નક્કી કરવામાં આવતું હોવાનું કહેવામાં આવ્યું છે.
માઇક્રોસોફ્ટ દ્વારા અગાઉ પણ કર્યું હતું ઇન્ટર્નલ ઇન્વેસ્ટિગેશન
મે મહિનામાં માઇક્રોસોફ્ટ દ્વારા એક ઇન્ટર્નલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગાઝામાં લોકોને ટાર્ગેટ કરવા માટે અઝુરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એવી કોઈ સાબિતી તેમને મળી નથી. આ માહિતી તેમણે ઇઝરાયલમાં આવેલા સ્ટાફની વાત અને તપાસના આધારે આપી હતી. જોકે હાલમાં જે રિપોર્ટ જાહેર થયો છે એમાં અમેરિકાના હેડક્વાર્ટરમાં કામ કરતાં કેટલાક સિનિયર એક્ઝિક્યુટિવ પર હવે કંપનીને શંકા થઈ રહી છે. તેમના દ્વારા ઇઝરાયલના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી કેટલીક માહિતીને છુપાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કર્મચારીઓ કંપનીના આર્મી સાથેના રિલેશનને મજબૂત રાખવાનું કામ પણ કરે છે.
આરોપ વિશે કંપનીએ શું કહ્યું?
ધ ગાર્ડિયનના ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે માઇક્રોસોફ્ટના યુનિટ 8200માં કામ કરતાં કેટલાક કર્મચારીઓ દ્વારા ભૂતકાળમાં ઓનલાઇન એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ આ કંપનીમાં ખૂબ જ સમયથી કામ કરે છે અને તેઓ છુપાઈને લોકોની વાત સાંભળવા માટેના યુનિટ માટે કામ કરે છે. કંપની દ્વારા હજી પણ ઇઝરાયલની મિલિટરી સાથે કેવી રીતે કામ કરે છે એ વિશે ચોક્કસપણે કહેવામાં નથી આવ્યું. જોકે છેલ્લા ઘણાં દિવસથી તેમના વિશે આ પ્રકારના રિપોર્ટ આવી રહ્યાં હોવાથી કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ‘માઇક્રોસોફ્ટ આ પ્રકારના આરોપને ખૂબ જ ગંભીરતાથી લે છે. આ માટે કંપની ફરી માહિતી મેળવી રહી છે અને એના પર જરૂરી એક્શન લેશે.’
ડેટા સ્ટોરેજ વિશે માઇક્રોસોફ્ટને કોઈ માહિતી નથી
હાલમાં જે ડોક્યુમેન્ટ લીક થયા છે એમાં જોવા મળી રહ્યું છે કે માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવને ખબર હતી કે યુનિટ 8200 દ્વારા સેન્સિટિવ અને ક્લાસિફાઇડ ઇન્ટેલિજન્સ ડેટાને અઝુરેમાં સ્ટોર કરવાનો પ્લાન છે. આ વિશે પ્રવક્તાએ કહ્યું કે ‘કસ્ટમરના ક્લાઉડ પ્લેટફોર્મમાં ડેટા સ્ટોર કરવા વિશે કંપનીને કોઈ માહિતી નથી.’
ઇઝરાયલ દ્વારા માઇક્રોસોફ્ટ સાથે કામ કરવાની વાતને ફગાવી
આ ઇન્વેસ્ટિગેશન પબ્લિશ થયા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ કહ્યું, ‘અમારી સાઇબરસિક્યુરિટીને પ્રોટેક્ટ કરવા માટે અમે માઇક્રોસોફ્ટનો આભાર માનીએ છીએ. અમે એ વાતની પુષ્ટિ આપીએ છીએ કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ સ્ટોરેજ અને પ્રોસેસિંગ ઓફ ડેટાને લઈને માઇક્રોસોફ્ટ સાથે મળીને કોઈ કામ નથી કરી રહી.’
માઇક્રોસોફ્ટના કેટલાક સોર્સ આ સ્ટેટમેન્ટને લઈને ખૂબ જ આશ્ચર્યમાં છે. તેમને ખબર છે કે ઇઝરાયલની ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે થયેલા કોન્ટ્રેક્ટ હેઠળ તેઓ કંપનીના ક્લાઉડ સ્ટોરેજ તેમને આપે છે.