Get The App

વોટ્સએપ પ્રોફાઈલ માટે જબરદસ્ત ફીચર આવ્યું, ગ્રૂપ આઈકન માટે પણ કામ લાગશે

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
વોટ્સએપ પ્રોફાઈલ માટે જબરદસ્ત ફીચર આવ્યું, ગ્રૂપ આઈકન માટે પણ કામ લાગશે 1 - image


WhatsApp New Feature: WhatsAppમાં આ વર્ષે ઘણાં શાનદાર ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે. યુઝર્સના ચેટિંગ એક્સપીરિયન્સને સુધારવા માટે કંપની સતત નવા ફીચર લાવી રહી છે. માર્ચમાં ખબર સામે આવી હતી કે, વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોયડ 2.25.9.8માં યુઝર્સને એઆઈ-પાવર્ડ પ્રોફાઇલ ફોટો જનરેટ કરવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ફીચર યુઝર્સના ટેક્સ્ટ પ્રૉમ્પ્ટ ઇનપુટથી જરૂરિયાત અનુસાર યુનિક પ્રોફાઇલ ફોટો ક્રિએટ કરવા આપે છે. સામાન્ય રીતે યુઝર ફોનમાં હાજર ફોટોને વોટ્સએપ પ્રોફાઇલ ફોટો પર મૂકે છે, પરંતુ આ ફીચર હાલના ફોટાને ઉપયોગ કર્યા વિના યુઝર ડિસ્ક્રિપ્શન બેઝ્ડ કસ્ટમ ઇમેજ જનરેટ કરે છે. એન્ડ્રોયડ બીટા બાદ આ ફીચર iOS માટે પણ લાવવામાં આવશે.

WABetaInfo એ સ્ક્રીનશોટ શેર કર્યો

WABetaInfo ના રિપોર્ટ અનુસાર, AI પાવર્ડ પ્રોફાઇલ ફોટો અને ગ્રુપ આઇકન જનરેટ કરનારૂ આ ફીચર ટેસ્ટફ્લાઇટ એપ પર હાજર વોટ્સએપ બીટા ફોર iOS 25.16.10.70 માં જોવા મળ્યું હતું. WABetaInfo એ આ અપડેટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. શેર કરવામાં આવેલા આ સ્ક્રીનશોટમાં તમે AI પાવર્ડ પ્રોફાઇલ ફોટો અને ગ્રુપ આઇકન ક્રિએટ કરનારા ઓપ્શનને જોઈ શકો છો. 

આ પણ વાંચોઃ શું છે ડિલિવરી બોક્સ સ્કેમ? કેવી રીતે એનાથી બચીને રહેશો...

જલ્દી તમામ iOS યુઝર્સ સુધી પહોંચશે અપડેટ 

વોટ્સએપનું નવું ફીચર ઈમેજ જનરેટ કરવા માટે મેટા AI ની મદદ લે છે, જેથી યુઝર્સને હાઇ-ક્વોલી અને પ્રોફેશ્નલ રિઝલ્ટ મળે. AI પાવર્ડ ફોટો માટે યુઝર્સ પોતાની પસંદના પ્રોફાઇલ ફોટાને ડિસ્ક્રિપ્શન ટેક્સ્ટ પ્રૉમ્પ્ટ આપવાનું રહેશે, જેના આધારે AI તમારા માટે પર્સનલાઇઝ્ડ ફોટો બનાવી આપશે. 

આ પણ વાંચોઃ આઇફોન જેવાં ફીચર્સ જોવા મળશે એન્ડ્રોઇડ 16માં: મોબાઇલ ચોરી થઈ જાય તો હવે બની જશે નકામો

પ્રોફાઇલ ફોટા માટે યુઝર આ ફીચરને એપ સેટિંગ્લમાં એડિટ પ્રોફાઇલ પિક્ચરમાં એક્સેસ કરી શકે છે. જેમાં તમારે પહેલાં હાજર ake Photo, Choose Photo અને Use Avatar સાથે નવું Create AI Image નું ઓપ્શન જોવા મળશે, ગ્રુપ આઇકન માટે પણ પહેલાં હાજર વિકલ્પ સાખે નવું ક્રિએટ AI ઇમેજનું ઓપ્શન જોવા મળશે. જણાવી દઈએ કે, કંપની આ ફીચરને iOS બીટા વર્ઝનમાં ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે, આ વોટ્સએપ ફોર iOSના લેટેસ્ટ વર્ઝનમાં પણ પહોંચવા લાગ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની આવનારા અઠવાડિયામાં જલ્દી તેને રોલઆઉટ કરશે. 


Tags :