Get The App

વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું નવું ગ્રૂપ કોલ શેડ્યૂલ ફીચર, જાણો કેવી રીતે થશે ઉપયોગ…

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું નવું ગ્રૂપ કોલ શેડ્યૂલ ફીચર, જાણો કેવી રીતે થશે ઉપયોગ… 1 - image


WhatsApp New Schedule Call Feature: વોટ્સએપ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર પ્રોફેશનલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવું છે. આ ફીચરનું નામ ગ્રૂપ કોલ શેડ્યૂલ છે. યુઝર હવે ફેમિલી સાથે વાત કરવા માગતો હોય કે પછી કંપનીની મીટિંગ હોય કે કોન્ફરન્સ કોલ હોય દરેક માટે વોટ્સએપ કોલને એડવાન્સમાં શેડ્યૂલ કરી શકશે. એમાં રિમાઇન્ડર અને કોણ-કોણ કોલમાં જોડાશે એનું પણ લિસ્ટનો સમાવેશ કરવામાં આવશે. આથી વોટ્સએપ હવે પર્સનલ અને પ્રોફેશનલ બન્ને જગ્યાએ કામ આવી શકે છે.

શું છે આ ફીચરમાં?

યુઝર હવે કોઈ પણ વ્યક્તિ અથવા તો ગ્રૂપની સાથે તારીખ અને સમય નક્કી કર્યા બાદ કોલને એડવાન્સમાં શેડ્યૂલ કરી શકે છે. આ માટે યુઝર કોઈને પણ અથવા તો સંપૂર્ણ ગ્રૂપને ઇનવાઇટ કરી શકે છે. આ માટે એક કોલ લિંક પણ જનરેટ કરી શકાશે. કોલ શરૂ થાય એ પહેલાં દરેક વ્યક્તિ જેમને ઇનવાઇટ મોકલવામાં આવ્યું છે તેમને નોટિફિકેશન મળશે. યુઝર આગામી શેડ્યૂલ કોલના લિસ્ટની સાથે જે-તે શેડ્યૂલ કોલમાં કોણ-કોણ ભાગ લઈ રહ્યું છે એ પણ જોઈ શકશે અને એને મેનેજ પણ કરી શકશે.

આ કોલ દરમિયાન કોઈએ પણ વચ્ચે બોલવું હોય તો રેઇઝ યોર હેન્ડ બટન આપવામાં આવ્યું છે જેથી દરેકને ખબર પડી શકશે કે આ વ્યક્તિ કંઈ બોલવા માગે છે. તેમ જ ઇમોજી આપવામાં આવ્યા છે એના દ્વારા રિએક્શન પણ આપી શકાશે. આ બટન અને ઇમોજીને કારણે ચાલુ વાતચિતમાં કોઈ દખલગીરી નહીં થાય. વોટ્સએપની રેગ્યુલર ચેટની જેમ આ દરેક કોલને એન્ડ-ટૂ-એન્ડ પ્રોટેક્શન હેઠળ પ્રાઇવેટ રાખવામાં આવ્યાં છે.

કેવી રીતે વોટ્સએપ કોલને શેડ્યૂલ કરશો?

આ માટે સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરીને એના કોલ ટેબમાં જવું. ત્યાર બાદ એમાં + બટન અથવા તો કોલ બટન પર ક્લિક કરવું અને કોન્ટેક્ટ પસંદ કરવો. ત્યાર બાદ શેડ્યૂલ કોલ પસંદ કરવું જેથી તરત જ કોલ ન કરી દેવામાં આવે. ત્યાર બાદ ઓડિયો અથવા તો વીડિયો કોલ શું કરવું છે એને પસંદ કરવું. ત્યાર બાદ સમય અને તારીખ પસંદ કરીને કોલ ફાઇનલ કરવું. આ ફાઇનલ કરતાં કોલ લિંક જનરેટ થઈ જશે અને જે-તે કોન્ટેક્ટને એ વિશે નોટિફિકેશન મળી જશે.

વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું નવું ગ્રૂપ કોલ શેડ્યૂલ ફીચર, જાણો કેવી રીતે થશે ઉપયોગ… 2 - image

બોનસ ફીચર્સ

વોટ્સએપમાં હવે કેલેન્ડર ઇન્ટિગ્રેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે પણ શેડ્યૂલ કોલ હશે એ કેલેન્ડરમાં આવી જશે જેથી યુઝરને કોલ વિશે માહિતી મળતી રહેશે. આ સાથે જ લિંક દ્વારા કોઈ જોડાશે તો પણ કોલ હોસ્ટ કરનારને નોટિફિકેશન દ્વારા એની જાણ થશે. આ ફીચર્સની સાથે રેઇઝ હેન્ડ અને ઇમોજી ફીચર તો આપવામાં આવ્યાં જ છે.

આ પણ વાંચો: વોટ્સએપનું આ ફીચર ખાલી કરી રહ્યું છે બેન્ક એકાઉન્ટ: જોખમથી દૂર રહેવા માટે આટલું કરો…

પ્રાઇવસીને આપવામાં આવ્યું મહત્ત્વ

આ ફીચરમાં વોટ્સએપ દ્વારા પ્રાઇવસી સાથે કોઈ છેડછાડ કરવામાં નથી આવી. યુઝર તેમના દરેક કોલને પ્રાઇવેટ રાખી શકશે. એટલે કે તેમના સિવાય આ કોલ કોઈ સાંભળી અથવા તો જોઈ નહીં શકે. આ ફીચરને દુનિયાભરમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જો હજી સુધી કોઈના મોબાઇલમાં ન આવ્યું હોય તો એપ્લિકેશન એક વાર અપડેટ કરી લેવી.

Tags :