Science & Technology

વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ફોટો સાથે ઓડિયો સેન્ડ કરવા માટેનું ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરશો…

By GS TEAM
9 Aug 20252 mins read
TukuTouch Logo
વોટ્સએપ પર હવે મોશન ફોટો શેર કરી શકાશે. આ ફોટો ચેટ, ગ્રૂપ અને ચેનલમાં મોકલી શકાશે. આ ફીચરને વોટ્સએપની એન્ડ્રોઇડ માટેના બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું હોવા છતાં એ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. એને હાલમાં પસંદીદા યુઝર્સ જ ઉપયોગ કરી શકશે. એના પર ટેસ્ટ ચાલી રહી છે અને ત્યાર બાદ એ દરેક યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આ ફીચર વિશે કંપની માર્ચમાં ટેસ્ટિંગ કરી રહી હતી, પરંતુ હવે તેઓ યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવા આપી એનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ફોટો સાથે ઓડિયો સેન્ડ કરવા માટેનું ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરશો…

Motion Photo in WhatsApp: વોટ્સએપ પર હવે મોશન ફોટો શેર કરી શકાશે. આ ફોટો ચેટ, ગ્રૂપ અને ચેનલમાં મોકલી શકાશે. આ ફીચરને વોટ્સએપની એન્ડ્રોઇડ માટેના બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું હોવા છતાં એ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. એને હાલમાં પસંદીદા યુઝર્સ જ ઉપયોગ કરી શકશે. એના પર ટેસ્ટ ચાલી રહી છે અને ત્યાર બાદ એ દરેક યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આ ફીચર વિશે કંપની માર્ચમાં ટેસ્ટિંગ કરી રહી હતી, પરંતુ હવે તેઓ યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવા આપી એનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે.

એપલના લાઇવ ફોટો જેવું છે ફીચર

વોટ્સએપના મોશન ફોટોમાં યુઝર થોડી સેકન્ડનો ફોટો મોકલી શકશે જેમાં વિઝ્યુઅલ અને ઓડિયો બન્ને હશે. આ મોશન ફોટો એપલના લાઇવ ફોટો જેવો હશે. યુઝર્સને સ્ટિલ ફોટો કરતાં વધુ સારી રીતે ફોટો શેર કરવાની તક મળે એ માટે આ ફીચર લાવવામાં આવી રહ્યું છે. ઘણાં યુઝર્સ વીડિયો શેર કરવાનું પસંદ નથી કરતાં. તેઓ ફોટો પસંદ કરે છે. જોકે હવે ફોટો અને વીડિયો વચ્ચેનું મોશન ફોટો દરેક યુઝર્સને નવો અનુભવ આપશે. આ ફીચર આઇફોન અને સેમસંગ ગેલેક્સીના કેટલાંક મોડલ અને ગૂગલ પિક્સલમાં ઉપલબ્ધ છે.

કેવી રીતે મોકલશો મોશન ફોટો?

મોશન ફોટોને જ્યારે ગેલેરીમાંથી મોકલવાનો હશે ત્યારે યુઝર એને ડાયનામિક મોડ તરીકે મોકલી શકે છે. આ મોડમાં યુઝરને વિઝ્યુઅલ અને ઓડિયો બન્ને જોવા મળશે. જોકે તેમણે મોશન ફોટોને સ્ટિલ ફોટો તરીકે જ મોકલવો હોય તો ડ્રોઇંગ એડિટરમાંથી સ્ટેટિક પિક્ચર તરીકે એને કન્વર્ટ કરી શકે છે.

આ પણ વાંચો: મસ્કે માની ભારતની ખાસ શરત: સેટેલાઇટ ઇન્ટરનેટ માટે યુઝર્સના ડેટા હવે દેશની અંદર જ સુરક્ષિત

મોશન ફોટોને કેવી રીતે ઓળખશો?

યુઝરને જ્યારે પણ મોશન ફોટો મળ્યો હોય ત્યારે ચેટમાં ફોટાની ઉપર ડાબી બાજુ ટોચ પર મોશનનું નાનકડું આઇકન હશે. આ નિશાન દ્વારા યુઝર ઓળખી શકશે કે આ ફોટોમાં વિઝ્યુઅલની સાથે ઓડિયો પણ છે. રેગ્યુલર ફોટો કરતાં આ ફોટો અને એના પરનું નિશાન અલગ હશે. ફોટો મોકલતા સમયે પણ ગેલેરીમાં મીડિયાની ઉપર આ નિશાન દેખાડવામાં આવશે જેનાથી યુઝરને ખબર પડી શકે કે કયા ફોટોમાં મોશન છે.