Get The App

વોટ્સએપ લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર: હવે કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે યુઝર્સ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપ લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર: હવે કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે યુઝર્સ 1 - image
WABetaInfo

WhatsApp New Feature: વોટ્સએપ દ્વારા હાલમાં એક નવું ફીચર કાઢવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે એક જ વોટ્સએપમાં એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. વોટ્સએપ દ્વારા આઇફોનના 25.34.10.72 વર્ઝનમાં આ ફીચરને રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ ફીચરની મદદથી યુઝરે એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે લોગ આઉટ અથવા તો એપ્લિકેશનને રીસ્ટાર્ટ કરવાની જરૂર પણ નહીં રહે. આ ફીચર હાલમાં આઇફોનના બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં એને લોકો માટે રિલીઝ કરવામાં આવશે.

એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ

વોટ્સએપમાં હવે સ્વિચ એકાઉન્ટ ફીચર આવ્યું છે. આથી યુઝર એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આ માટે તેમણે સેટિંગ્સ પેજમાં જવાનું રહેશે અને ત્યાંથી એકાઉન્ટને સ્વિચ કરી શકાશે. દરેક એકાઉન્ટમાં તેની પોતાની ચેટ હિસ્ટરી હશે. તેમજ નોટિફિકેશન સેટિંગ્સ અને પ્રેફરન્સ પણ અલગ-અલગ હશે. આથી કોઈ પણ તકલીફ વગર યુઝર હવે એક જ મોબાઇલમાં એક કરતાં વધુ એકાઉન્ટને રાખી શકશે. એક એકાઉન્ટ એક્ટિવ હશે તો પણ ઇનએક્ટિવ એકાઉન્ટના મેસેજ યુઝર્સને મળશે. આથી એક પણ મેસેજથી યુઝર્સ દૂર નહીં રહેશે.

નેવિગેશનમાં સુધારો અને સિક્યોરિટી ફીચર્સ

આ અપડેટમાં ક્વિક એકાઉન્ટ સ્વિચિંગ માટેનું શોર્ટકટ આપવામાં આવ્યું છે. સેટિંગ ટેબ પર બે વાર ટેપ કરવામાં આવતાં એકાઉન્ટ સ્વિચ થઈ શકે. આ દ્વારા એક કરતાં વધુ પ્રોફાઇલને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકાશે. સેટિંગ્સ ટેબને બે વાર ટેપ કરવાનું ફીચર અગાઉ ઇન્સ્ટાગ્રામમાં આવી ચૂક્યું છે. એમાં પ્રોફાઇલ આઇકન પર બે વાર ટેપ કરતાં પ્રોફાઇલ બદલાઈ જાય છે. એ જ ફીચર હવે વોટ્સએપમાં પણ આપવામાં આવ્યું છે. નવું મલ્ટી-એકાઉન્ટ ફીચર હવે એપ લોક સુવિધાની સાથે આવે છે. એથી યુઝર ફેસ આઇડી, ટચ આઇડી અને પાસકોડનો પણ ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: ખોટી VPN એપ્સથી ઓનલાઇન સ્કેમ: અન્ય સ્કેમને લઈને પણ ગૂગલની ચેતવણી

વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે એડ અને રીમૂવ કરશો

એકાઉન્ટ ઉમેરવા માટે યુઝરે સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ લિસ્ટમાં જવાનું રહેશે. અથવા તો QR કોડની બાજુમાં આપેલા બટનને દબાવવાનું રહેશે. ત્યાર બાદ યુઝર પહેલેથી હોય એ એકાઉન્ટને લિંક કરી શકશે અથવા તો નવું બનાવવું હશે એ પણ બનાવી શકશે. એકાઉન્ટ કાઢવા માટે યુઝરે સેટિંગ્સમાં જઈને એકાઉન્ટમાં જઈને એકાઉન્ટ કાઢવા માટેના વિકલ્પને પસંદ કરવાનું રહેશે. આ એકાઉન્ટ કાઢ્યા બાદ વોટ્સએપ ઓટોમેટિક જે એકાઉન્ટમાં હશે એ સિલેક્ટ કરી લેશે. આ માટે વોટ્સએપ એપ્લિકેશનને ફરી ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

Tags :