Get The App

ખોટી VPN એપ્સથી ઓનલાઇન સ્કેમ: અન્ય સ્કેમને લઈને પણ ગૂગલની ચેતવણી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ખોટી VPN એપ્સથી ઓનલાઇન સ્કેમ: અન્ય સ્કેમને લઈને પણ ગૂગલની ચેતવણી 1 - image


Fake VPN App Scam: ગૂગલ દ્વારા હાલમાં જ યુઝરને ચેતવણી આપવામાં આવી છે. યુઝર્સ હાલમાં ઘણી VPN એપ્સને ઇન્સ્ટોલ કરી રહ્યાં છે અને એના દ્વારા તેઓ સ્કેમનો શિકાર બની રહ્યાં છે. સ્કેમનું પ્રમાણ દુનિયાભરમાં વધ્યું છે. વિદેશમાં બ્લેક ફ્રાઇડે અને સાઇબર મન્ડે નજીક હોવાથી ત્યાં પણ સ્કેમનું પ્રમાણ વધ્યું છે. સ્કેમ કરનાર આ માટે AI અને ડીસેપ્ટિવ સોફ્ટવેરનો ઉપયોગ કરીને યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યાં છે. VPNમાં પણ હવે સ્કેમ થઈ રહ્યાં છે. VPN પર ખૂબ જ ઝડપથી સ્કેમનું પ્રમાણ વધી રહ્યું છે. VPN માટે પ્રોફાઇલ ઇન્સ્ટોલ કરવી પડે છે અને એ માટે પરવાનગી આપવી પડે છે. આથી આ પ્રોફાઇલ ઇન્સ્ટોલ કરતી વખતે હેકર્સ વાયરસ પણ ઇન્સ્ટોલ કરી દે છે.

VPN એક નવું સાઇબર થ્રેટ

ગૂગલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સ હવે ટ્રસ્ટેડ VPN ટૂલની આડમાં યુઝર્સના મોબાઇલમાં વાયરસને ઇન્સ્ટોલ કરી રહ્યાં છે. આ હેકર્સ પોપ્યુલર VPN એપ્સનો ઉપયોગ કરી એક ખોટી એપ્સ બનાવે છે. તેમ જ તેઓ સેક્સ્યુઅલ એડ્સ અને જિયોપોલિટિકલ ઇવેન્ટ્સની ડર આધારિત એડ્સ બનાવી યુઝર્સને છેતરવાની કોશિશ કરવામાં આવે છે. તેમને આ VPN ઇન્સ્ટોલ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ એપ્લિકેશન એક વાર ડાઉનલોડ થઈ ગયા બાદ એના દ્વારા ઘણાં ખતરનાક મેલવેરને મોબાઇલમાં દાખલ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન ચોરી કરવાની સાથે એને રિમોટ એક્સેસ પણ કરી શકે છે. એમાં બેન્કિંગ ટ્રોજન્સ દાખલ કરી બેન્કની એપ્લિકેશન પણ એક્સેસ કરવામાં આવી શકે છે.

ખોટી VPN એપ્સ સામે ગૂગલની ફાઇટ

ગૂગલ હાલમાં એન્ડ્રોઇડ અને ગૂગલ પ્લેમાં મશીન લર્નિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નુકસાનકારક એપ્લિકેશનને કાઢવાની કોશિશ કરી રહ્યું છે. કંપની દ્વારા યુઝર્સને ગૂગલ પ્લે પ્રોટેક્શન ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ટૂલ ચાલુ હશે તો યુઝર જ્યારે પણ કોઈ રિસ્કી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કોશિશ કરશે તો ગૂગલ પ્લે પ્રોટેક્ટ એ માટે યુઝરને અટકાવશે. આ સાથે જ બ્રાઉઝર, મેસેજિંગ એપ્સ અને ફાઇલ મેનેજરમાંથી પણ એપ ઇન્સ્ટોલ કરવા માટે પરવાનગી નહીં આપે.

ઓનલાઇન જોબ સ્કેમ્સમાં વધારો

જોબ શોધનાર વ્યક્તિ સાથે હવે ખૂબ જ વધુ પ્રમાણમાં સ્કેમ થઈ રહ્યાં છે. ગૂગલ દ્વારા એ વાતની જાણકારી આપવામાં આવી છે કે હવે આ સ્કેમથી ચેતીને રહેવું. સ્કેમ કરનાર દ્વારા ખોટી વેબસાઇટ, સરકારી નોકરીની નોટિસ અને ખોટી પ્રોફાઇલ બનાવી લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. આ માટે વીડિયો ઇન્ટરવ્યુ કરવામાં આવે છે જે પહેલેથી જ ખોટા હોય છે. આ દરમ્યાન તેમની પાસેથી ફી માગવામાં આવે છે અથવા તો તેમને સેન્સિટિવ ઇન્ફોર્મેશન શેર કરવા માટે મજબૂર કરવામાં આવે છે. કેટલાક યુઝરને ઇન્ટરવ્યુ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ સોફ્ટવેર એક હેકિંગ એપ્લિકેશન હોય છે જે ડિવાઇસમાંથી તમામ ડેટા ચોરી કરી લે છે.

ખોટી VPN એપ્સથી ઓનલાઇન સ્કેમ: અન્ય સ્કેમને લઈને પણ ગૂગલની ચેતવણી 2 - image

ખોટા રીવ્યુ દ્વારા બિઝનેસ પાસેથી પૈસા વસુલ કરવા

હાલમાં બિઝનેસ કરનારા એટલે કે રેસ્ટોરાં અને દુકાનદાર સાથે પણ છેતરપિંડી થઈ રહી છે. તેમના માટે ખોટા-ખોટા રીવ્યુ કરવામાં આવે છે. તેમ જ આ રીવ્યુ દ્વારા તેમનું રેટિંગ્સ ખૂબ જ નીચે કરવામાં આવે છે. ત્યાર બાદ તેઓ સીધો ફોન કરી તેમની પાસે પૈસાની ડિમાન્ડ કરે છે. જો પૈસા નહીં આપ્યા તો તેમના બિઝનેસને વધુ ખોટા રેટિંગ્સ આપવાની ધમકી આપવામાં આવે છે. ગૂગલ મેપ્સ દ્વારા આ માટે હાલમાં જ એક ટૂલ રજૂ કરવામાં આવ્યું છે. એની મદદથી ખોટી રીતે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે ત્યારે એ વિશે તેઓ સીધી ફરિયાદ કરી શકે છે.

AI દ્વારા સ્કેમ

ગૂગલ દ્વારા સ્કેમનો એક નવો પ્રકાર વિશે પણ લોકોને જણાવવામાં આવ્યું છે. એમાં દ્વારા સ્કેમ કરનાર પોપ્યુલર સર્વિસનો કર્મચારી હોવાનો દેખાડો કરે છે. તેઓ ફ્રીમાં સબ્સ્ક્રિપ્શન આપવાની કોશિશ કરે છે. તેમ જ ઘણી ઓફર પણ આપે છે. આ દ્વારા યુઝરના સોશિયલ મીડિયા એકાઉન્ટને હાઇજેક કરી દેવામાં આવે છે. ત્યાર બાદ ખોટી એડ્સ પણ આપવામાં આવે છે. ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્લે સ્ટોર અને ક્રોમ બન્ને ખોટી એપ્લિકેશનને કાઢવા માટે દિવસ રાત એક કરી રહ્યાં છે.

આ પણ વાંચો: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સને કોપી કરવું થયું મુશ્કેલ: ક્રિએટર્સ માટે તેમના ચોરાયેલા રીલ્સને ટ્રેક કરવા માટેનું ફીચર લોન્ચ કર્યું મેટાએ

ફ્રોડ થનારને ફરી કરવામાં આવી રહ્યાં છે ટાર્ગેટ

કેટલીક વ્યક્તિ આ સ્કેમનો ભોગ બની ચૂકી છે અને તેમણે પૈસા ખોયા છે. આમ છતાં આ સ્કેમ કરનાર ફરી તેમનો સંપર્ક કરી રહ્યાં છે. તેઓ હવે ઇન્વેસ્ટિગેટર્સ અને સરકારી એજન્સી અથવા તો કોઈ કાયદાકીય ફર્મની વ્યક્તિ બની તેમની સાથે વાત કરે છે. આ માટે તેઓ પૈસા ફરી મેળવ આપવાની સ્કીમ આપે છે, પરંતુ એ માટે ફી પણ ચાર્જ કરે છે. આથી યુઝર તેમના પૈસા બચાવવા માટે વાતમાં આવી જાય છે અને વધુ પૈસા ખોઈ બેસે છે. ગૂગલ દ્વારા હવે મેસેજ અને ફોન એપ્લિકેશનમાં સ્કેમ નોટિફિકેશન ટૂલ આપવામાં આવ્યું છે. આથી જ્યારે સ્કેમ થવાનો હોય એ પહેલાં યુઝરને ચેતવવામાં આવે છે.

Tags :