Get The App

મીડિયા ડાઉનલોડ માટે વોટ્સએપનું નવું ફીચર: ડાઉનલોડ ક્વોલિટી નિયંત્રિત કરી સ્ટોરેજ અને ડેટા બચાવો

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
મીડિયા ડાઉનલોડ માટે વોટ્સએપનું નવું ફીચર: ડાઉનલોડ ક્વોલિટી નિયંત્રિત કરી સ્ટોરેજ અને ડેટા બચાવો 1 - image


WhatsApp Quality Control Feature: વોટ્સએપ દ્વારા હાલમાં નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે મોબાઇલની સ્ટોરેજ અને ઇન્ટરનેટ ડેટા પર કન્ટ્રોલ કરી શકશે. આજે કોઈ પણ યુઝર્સ માટે સ્ટોરેજ મોટો પ્રશ્ન છે. તેમ જ ડેટા રોજના એક ગિગાબાઇટ્સ અથવા તો બે ગિગાબાઇટ્સ મળતાં હોવા છતાં યુઝર્સને એ ઓછા પડી રહ્યા છે. આજે વોટ્સએપ પર એટલા ફોર્વર્ડ મેસેજ આવે છે કે એ પાછળ પણ ઘણો ડેટાનો ઉપયોગ થાય છે. આથી વોટ્સએપ દ્વારા તેમના બીટા વર્ઝનમાં એક નવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે.

મીડિયા ડાઉનલોડ માટે ક્વોલિટીની પસંદગી

વોટ્સએપ દ્વારા જે ફીચર કાઢવામાં આવ્યું છે એના દ્વારા યુઝર્સ ફોટો અને વીડિયોની ક્વોલિટી પસંદ કરી શકશે. કઈ ક્વોલિટીમાં મીડિયા ડાઉનલોડ કરવા એની પસંદગી હોવાને કારણે યુઝર્સ હવે સ્ટોરેજ અને ઇન્ટરનેટ ડેટા બન્નેને બચાવી શકશે. કોઈ પણ વીડિયો અથવા તો ફોટોને ડાઉનલોડ કરવા માટે યુઝર્સ પાસે સ્ટાન્ડર્ડ અને હાઇ ડેફિનેશન એમ બે વિકલ્પ હશે.

  • સ્ટાન્ડર્ડ કરવાથી મીડિયા સામાન્ય ક્વોલિટીમાં ડાઉનલોડ થશે. એના કારણે સ્ટોરેજ ઓછી રોકાશે અને ડેટાનો પણ ઉપયોગ ઓછો થશે.
  • બીજી તરફ હાઇ ડેફિનેશન પસંદ કરતાં એમાં સ્ટોરેજ પણ વધુ રોકાશે અને ડેટા પણ વધુ ઉપયોગ થશે.

જોકે એ મિડિયાની ક્વોલિટી ઉત્તમ હશે. યુઝરની પસંદગી અનુસાર મીડિયાને ઓટોમેટિક ડાઉનલોડ કરવાની સુવિધા પણ છે. આ સાથે જ યુઝરને જ્યારે પણ હાઇ-ડેફિનેશનમાં એની જરૂર હોય ત્યારે એ મળી શકશે.

બે વર્ઝન થશે અપલોડ

યુઝર જ્યારે પણ હાઇ-ક્વોલિટી મીડિયા અટલેકે ફોટો અથવા તો વીડિયો સેન્ડ કરશે ત્યારે એનું એક સ્ટાન્ડર્ડ વર્ઝન પણ અપલોડ થશે. આ બન્ને પ્રોસેસ સાથે થશે. સ્ટાન્ડર્ડ ફાઇલ હશે તો એક જ પ્રોસેસ થશે, પરંતુ મીડિયા મોકલનાર વ્યક્તિ જ્યારે હાઇ ડેફિનેશનમાં મોકલે ત્યારે એના બે વર્ઝન અપલોડ થશે. વોટ્સએપના મેસેજ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ હોવાથી વોટ્સએપ દ્વારા એક વાર સેન્ડ થઈ ગયા પછી એને કોમ્પ્રેસ નથી કરી શકાતા. આથી વોટ્સએપમાં હવે જ્યારે હાઇ-ક્વોલિટીમાં મીડિયા સેન્ડ કરવામાં આવે ત્યારે એના બે વર્ઝનને અપલોડ કરશે જેથી કરીને સામે વાળી વ્યક્તિ તેની પસંદગી અનુસાર એને ડાઉનલોડ કરી શકે.

આ પણ વાંચો: વિન્ડોઝ 11ને કારણે માઇક્રોસોફ્ટનો થઈ રહ્યો છે વિરોધ, જાણો શું છે કારણ…

મીડિયા ડાઉનલોડ માટે યુઝરનો કન્ટ્રોલ

યુઝરને એક સાથે ઘણી મીડિયા ફાઇલ પણ આવતી હોય છે. આથી કઈ ફાઇલ ડાઉનલોડ કરવી અને કઈ નહીં એ પણ સવાલ છે. આ સાથે જ કઈ ફાઇલ હાઇ-ડેફિનેશનમાં જોઈએ છે અને કઈ સ્ટાન્ડર્ડમાં એ પણ યુઝર્સની પસંદગી રહે છે. આથી વોટ્સએપ દ્વારા તમામ કન્ટ્રોલ યુઝર્સને આપવામાં આવ્યા છે. આ ફીચર ઓટોમેટિક મીડિયા ડાઉનલોડ ઓન હોય તેમના માટે કામનું છે. પોતાની રીતે ડાઉનલોડ કરનાર યુઝર્સ હંમેશાં તેની પસંદગી કરી શકશે. આથી ઓટોમેટિક ડાઉનલોડ હોય એવા યુઝર્સ માટે દરેક મીડિયા સ્ટાન્ડર્ડમાં પસંદ કરી શકે છે અને જરૂર હોય ત્યારે જે-તે મીડિયાને હાઇ ડેફિનેશનમાં કરી શકશે.

Tags :