વિન્ડોઝ 11ને કારણે માઇક્રોસોફ્ટનો થઈ રહ્યો છે વિરોધ, જાણો શું છે કારણ…
Microsoft Faces Backlash: માઇક્રોસોફ્ટને હાલમાં વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ તેમના વિન્ડોઝ 11ના એડ કેમ્પેન માટે કરવામાં આવી રહ્યો છે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમની ઓફિશિયલ 'વિન્ડોઝ' ચેનલ પર એક એડ રજૂ કરી છે. આ એડમાં કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સે જોખમ કઈ બાજુ લેવા તે ધ્યાનમાં રાખવું અને એથી જ નવી ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવી. માઇક્રોસોફ્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ માટે 'ઇન્ટેલ'ની ચીપ હોય એવા મશીનનો ઉપયોગ કરવો. કેટલાક યુઝર્સનું માનવું છે કે 'વિન્ડોઝ 11'માં વધુ સારી સિક્યોરિટી છે, પરંતુ કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ એડ ખૂબ જ આક્રમક છે.
એડની થઈ રહી છે ટીકા
આ એડને કારણે ઘણાં યુઝર્સ એની ટીકા કરી રહ્યા છે. એક યુઝરનું કહેવું છે કે નવી પ્રોડક્ટ વેચવા માટે જૂની પ્રોડક્ટને સપોર્ટ આપવાનું બંધ કરવું એ ખૂબ જ ખોટું કહેવાય. કેટલાક યુઝર્સ 'માઇક્રોસોફ્ટ' સિક્યોરિટીના જે દાવો કરી રહ્યા છે, એના પર પણ સવાલ ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે 'વિન્ડોઝ 11' કરતાં 'લિનક્સ'ની સિક્યોરિટી વધુ સારી છે. 'વિન્ડોઝ 10'નો સપોર્ટ માઇક્રોસોફ્ટ દ્વારા 2025 ઓક્ટોબરમાં બંધ કરવામાં આવી રહ્યો છે, અને એના કારણે આ વિવાદ શરૂ થયો છે.
વિન્ડોઝ 10ના સપોર્ટ માટે ચાર્જ કરશે માઇક્રોસોફ્ટ
'માઇક્રોસોફ્ટ'નું 'વિન્ડોઝ 10' છેલ્લાં પાંચ વર્ષથી માર્કેટમાં છે અને હવે એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જોકે 'વિન્ડોઝ 10'માંથી '11'માં આવવા માટે કેટલાક હાર્ડવેર હોવા આવશ્યક છે. 'માઇક્રોસોફ્ટ' દ્વારા આ માટે ચોક્કસ સૂચિ બનાવવામાં આવી છે. એ આવશ્યકતા પૂરી ન થઈ હોય તો 'વિન્ડોઝ 11' ઇન્સ્ટોલ નહીં થઈ શકે. આથી, જે પણ ડિવાઇસમાં 'વિન્ડોઝ 10' અપગ્રેડ થઈ શકતી ન હોય અને તેમને સપોર્ટની જરૂર હોય, તો એ માટે 'માઇક્રોસોફ્ટ' હવે ચાર્જ કરશે.
- પહેલા વર્ષ માટે: એક ડિવાઇસ માટે ₹5000
- બીજા વર્ષ માટે: ₹10000
- ત્રીજા વર્ષ માટે: ₹20000
આ પણ વાંચો: દુનિયાભરના દસ લાખથી વધુ એન્ડ્રોઇડ પર આ મેલવેરની અસર, જાણો શું છે આ મેલવેર…
ક્વાલકોમે ઇન્ટેલને કર્યું ટાર્ગેટ?
'માઇક્રોસોફ્ટ'એ 'ઇન્ટેલ' ચીપનો ઉપયોગ કરવા પર ધ્યાન આપ્યું એનો સમય (ટાઈમિંગ) રસપ્રદ છે. થોડા અઠવાડિયા પહેલાં જ 'ક્વાલકોમ' દ્વારા કેટલીક એડ્સ રજૂ કરવામાં આવી હતી. એ એડ્સમાં 'ઇન્ટેલ'ને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને 'Snapdragon X' પ્રોસેસરનો ઉપયોગ કરવા માટે કેવામાં આવ્યું હતું. આ કેમ્પેઈનમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે 'ઇન્ટેલ' ચીપ આધારિત લેપટોપ, જ્યારે વિજળીથી દૂર કરીએ, એટલે કે બેટરી પર ચલાવીએ, ત્યારે એના પર્ફોર્મન્સમાં 55% સુધી ઘટાડો જોવા મળે છે. આથી 'માઇક્રોસોફ્ટ' દ્વારા હવે 'ઇન્ટેલ' સેમાં માહેર છે અને એના વિશેષતા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.