WhatsApp પર ટુંક સમયમાં એક્ટિવ થશે ડાર્ક મોડ ફીચર

દિલ્હી, 6 ડિસેમ્બર 2018, ગુરુવાર
વોટ્સએપમાં ટુંક સમયમાં વધુ એક ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ ફીચરના કારણે યૂઝર્સ વોટ્સએપમાં ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે. ડાર્ક મોડ રોલઆઉટ થવાની જાણકારી એક પ્રખ્યાત બ્લોગના માધ્યમથી શેર કરવામાં આવી છે. આ બ્લોગમાં વોટ્સએપના નવા ફીચર્સ અને અન્ય જાણકારી વિશે લખવામાં આવે છે. ડાર્ક મોડની વાત કરીએ તો આ મોડના કારણે સ્માર્ટફોન યૂઝર્સ ડાર્ક થીમનો ઉપયોગ કરી શકશે. આ પ્રકારની ડાર્ક થીમ ટેલીગ્રામ અને યૂટ્યૂબ પણ ઓફર કરે છે.
જો તમે વોટ્સએપનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તો આ મોડ તમારા ફોનની બેટરી લાઈફ વધારી દેશે. આ ઉપરાંત ડાર્ક મોડ આંખ માટે પણ સારો સાબિત થશે. હાલ વોટ્સએપ આઈઓએસ અને એન્ડ્રોઈડ માટે ડિફોલ્ટ રીતે વાઈટ બેકગ્રાઉન્ડ જ આપે છે. પરંતુ ટુંક સમયમાં તેની સાથે ડાર્ક મોડ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં એવેલેબલ થઈ જશે. હાલ આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. આ મોડ સૌથી પહેલા બીટા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.




