Get The App

વોટ્સએપમાં ફાઇલ શોધવાની ઝંઝટ નહીં: આવી રહ્યું છે નવું મીડિયા હબ ફીચર

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપમાં ફાઇલ શોધવાની ઝંઝટ નહીં: આવી રહ્યું છે નવું મીડિયા હબ ફીચર 1 - image
WABetaInfo

WhatsApp New Media Hub Feature: થોડા મહિના પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ એક મીડિયા ફાઇલ માટેના ફીચર્સ લાવી રહી છે. આ ફીચરની અંદર યુઝર્સ તેની મીડિયા ફાઇલને બ્રાઉઝ કરી શકશે. આ ફીચરમાં એક ડેડિકેટેડ મીડિયા હબ આપવામાં આવ્યું છે. આ મીડિયા હબમાં યુઝરની તમામ રિસેન્ટ ફાઇલ એક જ જગ્યાએ જોઈ શકશે. આથી યુઝર આ તમામ મીડિયા ફાઇલને મેનેજ અને વ્યુ કરી શકશે. સાઇડબારમાં હવે એક નવું એન્ટ્રી પોઇન્ટ આપવામાં આવ્યું છે.

આ સેક્શનમાં યુઝર્સ દ્વારા કરવામાં આવેલી તમામ વ્યક્તિ સાથેની વાતચીતમાં ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સની સાથે લિંકને પણ એક્સેસ કરવાની પરવાનગી આપશે. આ માટે યુઝરે હવે પર્સનલ ચેટ નહીં ખોલવી પડે. વોટ્સએપ આ ફીચરને હાલમાં લિમિટેડ યુઝર્સ સાથે ટેસ્ટ કરવાનું શરૂ કરી ચૂકી છે. રિપોર્ટ મુજબ આ ફીચર હાલમાં લિમિટેડ વેબ ક્લાયન્ટ માટે જ ઉપયોગમાં છે. યુઝર્સ માટે આ ફીચર વધુ એક્સેસિબલ બનાવી શકાય એ માટે હવે એને મેક યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ મીડિયા હબ ફીચર

મીડિયા હબ ઇન્ટરફેસ ચેટમાં શેર કરવામાં આવેલા લેટેસ્ટ મીડિયાનું એક ખૂબ જ સિમ્પલ અને સારું લુક આપી રહ્યું છે. આ ફીચર ફક્ત ફોટો અને વીડિયો પૂરતું સીમિત નથી. યુઝર દ્વારા કરવામાં આવેલાં તમામ ડોક્યુમેન્ટ્સ અને લિંકને પણ એક જ જગ્યાએ જોઈ શકાશે. આથી યુઝરે હવે દરેક ચેટમાં જઈને એને શોધવાની તકલીફમાંથી છૂટકારો મળ્યો છે. આ મીડિયા હબ ફીચર ફક્ત લેટેસ્ટ ફાઇલને રજૂ કરે છે. આ ફીચર દરેક મીડિયાને ખૂબ જ જલદી એક્સેસ કરવા પર વધુ ધ્યાન આપે છે.

ફિલ્ટર કરી શકાશે ફાઇલ

એવી ચર્ચા છે કે આ ફીચરમાં એક બિલ્ટ-ઇન સર્ચ ફિલ્ટર છે જેની મદદથી યુઝર તેની જરૂરિયાત મુજબ મીડિયાને સર્ચ કરી શકશે. આ ફિલ્ટરની મદદથી યુઝર દ્વારા સેન્ડ કરવામાં આવેલા મીડિયાને પણ શોધી શકાશે. તેમ જ યુઝરે રિસીવ કરેલી ફાઇલને પણ શોધી શકાશે. આ ફીચર એ લોકો માટે શ્રેષ્ઠ છે જેમને ખબર નથી રહેતી કે તેમણે કઈ મીડિયા ફાઇલ કોને સેન્ડ કરી છે અથવા તો તેમને કોણે મોકલ્યું છે.

આ પણ વાંચો: યૂટ્યુબ પર 1000 વ્યુઝના કેટલા રૂપિયા મળે છે એ જાણીને ચોંકી જશો તમે…

મીડિયા હબના અન્ય ફીચર્સ

મીડિયા હબમાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એક સાથે ઘણાં મીડિયાને સિલેક્ટ કરી શકાશે. તેમ જ તારીખના આધારે અને મીડિયા ફાઇલ સાઇઝના આધારે પણ આ ફીચરમાં ફાઇલ સર્ચ કરી શકાશે. કંપની આ ફીચરને વોટ્સએપ, મેકબુક અને વેબ ક્લાયન્ટ માટે ધીમે-ધીમે લોન્ચ કરી રહી છે. થોડા દિવસોમાં આ ફીચર દરેક સુધી પહોંચી જશે.

Tags :