યૂટ્યુબ પર 1000 વ્યુઝના કેટલા રૂપિયા મળે છે એ જાણીને ચોંકી જશો તમે…

Earn Money via YouTube Views: યૂટ્યુબ આજના ડિજિટલ યુગમાં ફક્ત એક એન્ટરટેઇનમેન્ટ માટેનું માધ્યમ નથી રહ્યું. આજે લોકો તેના દ્વારા ખૂબ જ કમાણી પણ કરે છે. કમાણી માટે એ ક્રિએટર્સ માટેનું ખૂબ જ મોટું માધ્યમ છે. લાખો-કરોડો ક્રિએટર્સ યૂટ્યુબ પર વીડિયો અપલોડ કરે છે અને તેના દ્વારા ખૂબ જ કમાણી કરે છે. જોકે નવા યૂટ્યુબર હોય કે પછી આ વીડિયો જોનાર દર્શકોને પણ ઘણી વાર એક સવાલ થતો હશે કે વીડિયો માટે કેટલા રૂપિયા મળે છે. એક હજાર વ્યુઝ માટે કેટલા રૂપિયા મળે છે એ જાણીને દરેક વ્યક્તિ ચોંકી જશે.
કેવી રીતે થાય છે કમાણી?
યૂટ્યુબ તેમના ક્રિએટર્સને એડ્સ દ્વારા આવતાં રેવન્યુમાંથી પૈસા ચૂકવે છે. તેના માટે બે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ છે કોસ્ટ પર માઇલ અને રેવન્યુ પર માઇલ. કોસ્ટ પર માઇલ બતાવે છે કે એડ્સ આપનાર 1000 વ્યુઝ પાછળ કેટલો ખર્ચ કરે છે. રેવન્યુ પર માઇલ પરથી ખબર પડે છે કે એક હજાર વ્યુઝ માટે ક્રિએટર્સને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે.
ભારતમાં રેવન્યુ પર માઇલ અંદાજે 20 રૂપિયાથી લઈને 150 રૂપિયાની આસપાસ હોય છે. તેનો અર્થ એ થયો કે ક્રિએટર્સના વીડિયોને 1000 વ્યુઝ મળ્યા તો તેમને 20 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી મળી શકે છે. જોકે આ આંકડો દરેક ચેનલ માટે અલગ-અલગ હોય છે.
લોકેશન અને કન્ટેન્ટ છે મહત્વનું
કમાણી કયો યુઝર છે ફક્ત તેના પર નિર્ભર નથી રહેતી. જોકે ક્રિએટર્સના વ્યુઅર્સ કયા દેશમાંથી છે અને ક્રિએટર્સ કેવું કન્ટેન્ટ બનાવે છે તેના પર પણ કમાણી નિર્ભર રહે છે. જો ક્રિએટર્સના વ્યુઝ અમેરિકા, કેનેડા અથવા તો યુરોપમાંથી હોય તો રેવન્યુ પર માઇલ વધુ હશે. જોકે ભારત, પાકિસ્તાન અથવા તો એશિયાના દેશોમાંથી વ્યુઅર્સ હોય તો કમાણી ઓછી રહેશે. ટેક્નોલોજી, એજ્યુકેશન, ફાઇનાન્સ અને બિઝનેસ જેવા વિષય પર વીડિયો બનાવનારની કમાણી એન્ટરટેઇનમેન્ટ ચેનલ કરતાં વધુ હોય છે.
વ્યુઝ સિવાય કમાણીના અન્ય વિકલ્પો
યૂટ્યુબ પર ક્રિએટર્સ પાસે કમાણી કરવા માટે વ્યુઝ સિવાય અન્ય વિકલ્પો પણ છે. તેઓ સુપર ચેટ, ચેનલ મેમ્બરશિપ, બ્રાન્ડ સ્પોન્સરશિપ અને માર્કેટિંગ દ્વારા કમાણી કરી શકે છે. મોટા-મોટા યૂટ્યુબર્સ દર મહિને આ દ્વારા લાખો રૂપિયાની કમાણી કરે છે. આ રીતે દરેક યુઝર્સ યૂટ્યુબ દ્વારા ઘણી કમાણી કરી શકે છે.

