mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

WhatsAppની મોટી કાર્યવાહી, ભારતમાં 76 લાખ એકાઉન્ટ કર્યા બેન, જાણો કારણ

Updated: Apr 2nd, 2024

WhatsAppની મોટી કાર્યવાહી, ભારતમાં 76 લાખ એકાઉન્ટ કર્યા બેન, જાણો કારણ 1 - image


whatsapp banned 75 lakh indian accounts sets : WhatsAppએ જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં અમે ભારતમાં 76 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીના જણાવ્યા મુજબ વોટ્સએપે નવા IT Rules 2021 હેઠળ તેનો કોમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેણે ભારતીય યુઝર્સના એકાઉન્ટ્સ પર લેવામાં આવેલી કાર્યવાહી વિશેની માહિતી શેર કરી છે.

મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 1-29 વચ્ચે તેમણે 76,28,000 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને આમાંથી 14,24,000 એકાઉન્ટને સક્રિયપણે પ્રતિબંધિત કરી દીધા છે.

વોટ્સએપને 16,500થી વધુ ફરિયાદો મળી છે

મેસેજિંગ પ્લેટફોર્મના દેશમાં 500 મિલિયનથી વધુ યૂઝર્સ છે. ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડેબલ 16,618 ફરિયાદો મળી હતી જેના પર કાર્યવાહી કરવામાં આવી છે. વોટ્સએપે કહ્યું કે અમને મળેલી તમામ ફરિયાદોનો જવાબ આપીએ છીએ સિવાય કે એવા કિસ્સાઓ જ્યાં ફરિયાદને અગાઉની ટિકિટની ડુપ્લિકેટ ગણવામાં હોય. જ્યારે ફરિયાદ પર કાર્યવાહી કરવામાં પરિણામે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

વોટ્સએપે કહ્યું કે, કંપની ફરિયાદો પર કાર્યવાહી કરે છે, જો કે તે અગાઉ કરેલી ફરિયાદની ડુપ્લિકેટ ન હોય. ફરિયાદના આધારે કોઈ એકાઉન્ટ પ્રતિબંધ લગાવવામાં આવે છે અથવા જે એકાઉન્ટ અગાઉ પ્રતિબંધિત હતું તેને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આ રિપોર્ટમાં તેમને મળેલી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપવાની હોય છે.

આ કારણે એકાઉન્ટને બેન કરવામાં આવે છે

WhatsApp તે એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે જે કંપનીના નિયમો અને શરતો વિરુદ્ધ પ્લેટફોર્મ પર એક્ટિવ હોય છે. જો તમે વોટ્સએપ પર અશ્લીલ, ગેરકાયદેસર, બદનક્ષી, ધમકી, નફરત ફેલાવવા અથવા અન્ય ખોટા કાર્યોમાં સામેલ હશો તો કંપની તમારા એકાઉન્ટ પર બેન મુકી દેશે. એટલે જો તમે તમારા એકાઉન્ટને ચાલુ રાખવા માંગતા હોવ તો કંપનીના નિયમો અને શરતોને પાલન કરવું પડશે. 

Gujarat