- વોટ્સએપની સિક્યોરિટી ખરેખર જડબેસલાક ન હોવાના દાવાઓ વચ્ચે....
આપણે ફ્લેટમાં રહેતા હોઈએ, ટેનામેન્ટ-રોહાઉસમાં રહેતા
હોઈએ કે સ્વતંત્ર બંગલોમાં, હવે મોટા ભાગનાં ઘરોમાં મુખ્ય
દરવાજે વૂડન ડોર ઉપરાંત લોખંડની મજબૂત જાળી પણ હોય છે - વધારાની સલામતી માટે.
આવી જાળીમાં, પાછા બે આગળિયા હોય. એક
વચ્ચેની બાજુએ, જેને આપણે અંદરથી બંધ કરી
શકીએ અને બહારથી પણ જાળીમાં હાથ નાખીને તેને ખોલ-બંધ કરી શકાય. એ સલામતી સાથે સગવડ
સાચવવાની વાત થઈ.
પરંતુ જ્યારે જડબેસલાક સલામતી જોઈતી હોય ત્યારે લોખંડની જાળીમાં નીચેની બાજુએ
બીજો આગળિયો હોય, તેને અંદરથી ખોલ-બંધ કરી શકાય,પણ બહારથી હાથ નાખીને ખોલી ન શકાય. ઘરના કોઈ સભ્ય આવ્યા હોય તો પણ, જાળી ખોલવા આપણે જાતે જ જવું પડે. આ સગવડના ભોગે, પૂરેપૂરી સલામતીની વાત થઈ.
વોટ્સએપમાં આવું જ છે! તેમાં ઘણાં બધાં સેટિંગ્સ એવાં છે, જે આપણી સલામતી વધારે, પણ થોડી સગવડ પણ સાચવે. એ
કારણે, બહારથી કોઈ હાથ નાખીને જાળી ખોલી શકે ને આપણને વોટ્સેપ પર સાયબર
ફ્રોડનો શિકાર બનાવી શકે એવી શક્યતા રહે. પરંતુ હવે વોટ્સએપમાં નીચેની તરફનો આગળિયો ઉમેરાયો છે - સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ સ્વરૂપે. તેને ઓન કરીને આપણે, વોટ્સએપમાં સિક્યોરિટી સંબંધિત જેટલાં સેટિંગ્સ છે તે બધાંને એક સાથે, હાઇએસ્ટ લેવલમાં સેટ કરી શકીએ છીએ.
ટેક્નોવર્લ્ડમાં આપણે વોટ્સએપનાં સિક્યોરિટી સેટિંગ્સની અવારનવાર વિગતવાર વાત કરી છે. હવે
તક મળી છે તો, નવા સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ફીચર નિમિત્તે, એ બધાની ફરી એક વાર સમજ કેળવી લઈએ. તમે એમના તરફ પૂરતું ધ્યાન આપ્યું ન હોય, તો હજી તક છે!
વોટ્સએપની સિક્યોરિટી સામે હવે સવાલો ઊઠી રહ્યા છે ત્યારે આ સેટિંગ્સ આપણે બરાબર સમજવા જેવાં છે.
y÷øk y÷øk
rMkõÞkurhxe Mku®xøMk, nðu yuf s Ve[h MðYÃku
હમણાં સુપ્રીમ કોર્ટે વોટ્સએપની માલિક મેટા કંપનીનો ઉધડો લેતાં કહ્યું કે તમારી પ્રાઇવસી પોલિસી ભારતના અનેક ગરીબ કે અભણ લોકોને સમજાય તેમ નથી. ક્યારેક
તો અમને પણ તે સમજાતી નથી...
એ કેસ પ્રાઇવસી પોલિસી સંબંધિત હતો, પણ વોટ્સએપનાં સિક્યોરિટી
સેટિંગ્સ પણ મોટા ભાગના લોકોને સમજાતાં નથી. ભારતમાં વોટ્સએપનો ઉપયોગ જબરજસ્ત
વધ્યો છે અને સાથોસાથ વોટ્સએપની મદદથી ફ્રોડનું પ્રમાણ પણ બેહદ વધી રહ્યું છે. ઠગ
ટોળકીઓ માટે વોટ્સએપ ફળદ્રુપ મેદાન બની રહ્યું છે, જ્યાં વોટ્સએપના સિક્યુરિટી સેટિંગ્સની જુદી જુદી આંટીઘૂંટીની પૂરતી સમજ ન
ધરાવતા અનેક લોકો એક્ટિવ છે (આમાં ઉંમર કે અનુભવનો કોઈ બાધ નથી). બીજી તરફ વોટ્સએપ
કંપની આપણા વોટ્સએપના ઉપયોગને વધુ સલામત બનાવવા માટે જુદા જુદા પ્રયાસો કરે છે.
પરંતુ હવે તેમાં પ્રાઇવસી, ચેટ્સ, નોટિફિકેશન્સ, એકાઉન્ટ વગેરેને સંબંધિત એટલા
બધા સેટિંગ્સ આવી ગયા છે કે ક્યાં, કેવું સેટિંગ કરવું જોઇએ તેનો
મોટા ભાગના લોકોને ખ્યાલ હોતો નથી. આના ઉપાય તરીકે હમણાં વોટ્સએપ કંપનીએ સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ લોન્ચ કર્યાં છે. આપણે તેને
એક્ટિવેટ કરીને લગભગ એક ધડાકે વોટ્સએપમાં સિક્યોરિટી સંબંધિત જે કોઈ યોગ્ય
સેટિંગ્સ હોય તે બધાં એક સાથે ઇનેબલ કરી શકીએ છીએ.
જોકે કંપની પોતે કહે છે કે વોટ્સએપના સરેરાશ ઉપયોગ માટે આટલી બધી કડક, ઝેડ પ્લસ પ્રકારની સિક્યોરિટીની સૌને જરૂર નથી. ફક્ત જે લોકોને વોટ્સએપ પર વધુ
સલામતીની જરૂર હોય તેવા લોકોને આવાં જડબેસલાક સિક્યોરિટી સેટિંગ્સની જરૂર પડી શકે
છે.
તમે કદાચ જાણતા જ હશો કે એપલના આઇફોનમાં પણ કંઈક આ જ પ્રકારનો લોકડાઉન મોડ હોય છે. તેને એક્ટિવેટ
કરવાથી આઇફોનમાં આપણી પ્રાઇવસી તથા ડેટાની સિક્યોરિટી સંબંધિત જુદા જુદા પ્રકારનાં
સેટિંગ્સ હાઇએસ્ટ સિક્યોરિટી સાથે એક્ટિવેટ થઈ જાય છે. મોટા ભાગે જાહેર જીવનમાં
પડેલા લોકો કે પત્રકારોને આવી ટાઇમટાઇટ સિક્યોરિટીની જરૂર હોય છે. તેમ છતાં, આપણો વોટ્સએપનો સાદો ઉપયોગ હોય તો પણ સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સથી વોટ્સએપના
સેટિંગ્સમાં શો બદલાવ આવે છે એ આપણે સમજવું જરૂરી છે.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે ઇન્ટરનેટ પર બધે જ સલામતી અને સગવડ એકબીજાની
વિરૂદ્ધ જતી બાબતો છે. જો સલામતી વધારવા જઇએ તો સગવડ ઘટે અને વાત બને એટલી સહેલી
રાખવાનો પ્રયાસ કરીએ અને સગવડનો વિચાર કરીએ તો સલામતી ઘટે. એ જ નિયમ અનુસાર
વોટ્સએપમાં સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ઇનેબલ કરવા જતાં વોટ્સએપના આપણા રોજિંદા
ઉપયોગમાં જુદી જુદી રીતે અગવડ ઊભી થવાની પૂરી શક્યતા છે.
આટલી પૂર્વભૂમિકા સાથે વોટ્સએપમાં ઉમેરાયેલ સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ શું છે, આપણે તેનો લાભ લેવો જોઇએ કે નહીં તથા લાભ લેવો હોય તો કેવી રીતે લઈ શકાય તેની મુદ્દાસર વાત કરીએ.
rMxÙõx
yufkWLx Mku®xøMk fuðe heíku RLkuçk÷ fhe þfkÞ?
વોટ્સએપમાં અત્યાર સુધીની સૌથી કડક સિક્યોરિટી મેળવવા માટે તેના ૨૦૨૬ના
લેટેસ્ટ વર્ઝનમાં સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સની સગવડ ઉમેરાઈ છે. તેનો લાભ લેવા માટે સૌથી પહેલાં તો આપણે પોતાના ફોનમાં
વોટ્સએપ એપ અપડેટેડ ન હોય તો તેને અપડેટ કરી લેવી જોઇશે. એ પછી નીચેનાં પગલાં લઈ
શકાય.
વોટ્સએપ એપ ઓપન કરી તેનાં સેટિંગ્સમાં જાઓ
તેમાં પ્રાઇવસીમાં જાઓ.
પ્રાઇવસી પેજ પર નીચેની તરફ સ્ક્રોલ કરીને એડવાન્સ્ડ સેકશનમાં જાઓ.
હવે જે પેજ ખુલે તેમાં સૌથી નીચે સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સનો વિકલ્પ દેખાશે.
શરૂઆતમાં આ વિકલ્પ ઓફ હશે. તમે તેને ક્લિક કરીને સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ
ઓન કરવા તરફ આગળ વધી શકશો.
હવે વોટ્સએપની સિસ્ટમ આપણને સમજાવશે કે આગળનાં પગલાં વોટ્સએપમાં સૌથી ટાઇટ
સિક્યોરિટી આપે છે. તમને લાગતું હોય કે તમે વોટ્સએપ પર સાયબર એટેકનો ભોગ બનો તેવી
પૂરી શક્યતા છે, તો જ આ સેટિંગ્સ ઓન કરવાં
હિતાવહ છે. અહીં આપણને આ સેટિંગ્સનાં મુખ્ય ત્રણ ફીચર સમજાવવામાં આવશે.
(૧) સ્ટ્રિક્ટ એકાઉન્ટ
સેટિંગ્સ ઓન કર્યા પછી આપણે માટે અજાણી હોય તેવી કોઈ પણ વ્યક્તિ તરફથી આપણા પર
વોટ્સએપ મેસેજ આવે ત્યારે તેમાં કોઈ પણ મીડિયા કે એટેચમેન્ટ સામેલ હોય તો તે બ્લોક
કરી દેવામાં આવશે.
(૨) વોટ્સએપમાં કેટલાંક એવા
પ્રાઇવસી સેટિંગ્સ ઓન થશે જેને કારણે કઈ વ્યક્તિ આપણને વોટ્સએપ કોલ કરી શકે તથા
ગ્રૂપ્સમાં ઉમેરી શકે તેનાં સેટિંગ્સમાં કડક નિયંત્રણો લાગુ થઈ જશે.
(૩) સ્ટ્રિક્ટ એકાઉન્ટ
સેટિંગ્સ ઓન કર્યા પછી કેટલાંક નિશ્ચિત સેટિંગ્સ લોક થઈ જશે. આપણે વોટ્સએપના
સેટિંગ્સમાં આ બધાં સેટિંગ્સ અલગ અલગ તપાસીને તેને ઓફ કરવાં હોય તો એવું થઈ શકશે
નહીં. આપણે સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ઓફ કર્યા પછી જ આ નિશ્ચિત સેટિંગ્સ પણ આપણી
મરજી અનુસાર બદલી શકીશું.
આટલી સ્પષ્ટતા સમજ્યા પછી આપણને યોગ્ય લાગે તો આપણે સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ઓન કરવા માટે આગળ વધી શકીએ. એ માટે પેજ પર દેખાતું નેકસ્ટ બટન ક્લિક કરવાનું રહેશે.
rMxÙõx
yufkWLx Mku®xøk{kt þwt þwt çkË÷kþu?
આપણે વોટ્સેપમાં સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ઓન કરવા તરફ આગળ વધીએ ત્યારે જ, તેનાથી વોટ્સએપના સેટિંગ્સમાં
ચોક્કસપણે કઈ કઈ બાબતો બદલાશે તે મુદ્દાસર સમજાવવામાં આવશે. જેમ કે,
મીડિયા અને એટેચમેન્ટ્સ
આપણે માટે અજાણ્યા લોકો તરફથી આવતા વોટ્સએપ મેસેજમાં સામેલ મીડિયા તથા
એટેચમેન્ટ્સ બ્લોક થઈ જશે. જોકે આપણે પોતાના વોટ્સએપનો મૂળ સ્માર્ટફોન ઉપરાંત
કમ્પ્યૂટર કે અન્ય ડિવાઇસમાં પણ ઉપયોગ કરતા હોઇએ તો ત્યાં આ રીતે મીડિયા કે
એટેચમેન્ટ બ્લોક થશે નહીં.
ગ્રૂપ પરમિશન
હવે પછી આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ આપણને
પોતાના ગ્રૂપમાં ઉમેરી શકશે નહીં.
સાયલેન્સ અનનોન કોલર્સ
ભારતમાં ડિજિટલ એરેસ્ટ અને અન્ય પ્રકારના જે સાયબર ફ્રોડ થાય છે તેની શરૂઆત
મોટા ભાગે વોટ્સએપ પર થતા સંપર્કથી થાય છે. આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ ન હોય
તેવી વ્યક્તિ આપણને કોલ કરે અને આપણે તેનો જવાબ આપીએ ત્યાંથી ભૂલોનો સિલસિલો શરૂ
થાય છે. આવી શક્યતાને છેક પ્રારંભથી જ અટકાવી દેવા માટે વોટ્સએપ પર અજાણી
વ્યક્તિના કોલ આપોઆપ સાયલેન્ટ થાય, તેની રિંગ વાગે જ નહીં અને
આપણે છેતરપિંડી કરતા લોકો સાથે કોઈ વાતચીતની શરૂઆત જ ન કરી શકીએ એવું આ સેટિંગ બહુ
મહત્ત્વનું છે. તમે સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સનો ઉપયોગ ન કરો તો પણ આ સેટિંગ અલગથી ઓન રાખવું જરૂરી છે. એ યાદ રાખશો કે
અજાણી વ્યક્તિના કોલની રિંગ વાગશે નહીં પરંતુ કોલ્સ ટેબમાં આવો કોઈ કોલ આવ્યો
હોવાનું જોઈ શકાશે.
અજાણ્યા એકાઉન્ટના મેસેજનું બ્લોકિંગ
વોટ્સએપ પર અજાણી વ્યક્તિના કોલ સાયલેન્સ કરી શકાય તેમ તેમના તરફથી આવતા મેસેજ
પણ બ્લોક કરી શકાય છે. અલબત્ત અહીં વાત થોડી અસ્પષ્ટ બને છે. વોટ્સએપ તમામ અજાણ્યા
લોકોના મેસેજ બ્લોક નહીં કરે, પરંતુ નિશ્ચિત મર્યાદા કરતાં
આવા મેસેજનું પ્રમાણ વધી જાય ત્યારે તેને બ્લોક કરવામાં આવે છે.
લિંક પ્રીવ્યૂ બંધ કરવા
વોટ્સએપમાં કોઈ વ્યક્તિ આપણને કોઈ વેબ પેજની લિંક સાથે મેસેજ મોકલે ત્યારે
તેનો પ્રીવ્યૂ દેખાતો હોય છે. આવા લિંક પ્રીવ્યૂને કારણે અન્ય લોકો આપણું આઇપી
એડ્રેસ જાણી શકે છે. સ્ટ્રિક્ટ એકાઉન્ટ્સ સેટિંગ્સમાં આવા લિંક પ્રીવ્યૂ સદંતર બંધ
થઈ જાય છે.
પ્રોફાઇલ સેટિંગ્સ
સ્ટ્રિક્ટ સિક્યોરિટી સેટિંગ્સમાં આપોઆપ એવાં સેટિંગ થાય છે જેને કારણે આપણા
કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ ન હોય તેવી કોઈ વ્યક્તિ વોટ્સએપ પર આપણે માટે લાસ્ટ સીન તથા ઓનલાઇન, પ્રોફાઇલ પિક્ચર, અબાઉટ, પ્રોફાઇલમાંની લિંક્સ તથા
સ્ટેટસ વગેરે કશું જ જોઈ શકતી નથી.
ટુ-સ્ટેપ વેરિફિકેશન
આપણે જ્યારે પણ બીજા કોઈ ડિવાઇસમાં પોતાનો મૂળ વોટ્સએપ નંબર રજિસ્ટર કરવાની
કોશિશ કરીએ ત્યારે, જો ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન
કર્યું હોય તો એક વધારાનો પિન પૂછવામાં આવે છે. આ પિન આપણે પોતે નક્કી કર્યો હોય
છે અને તે વોટ્સએપ કંપની તરફથી આપણને કોઈ રીતે મોકલવામાં આવતો નથી. આથી વચ્ચે કોઈ
તેને આંતરી લે તેવી શક્યતા રહેતી નથી. ઘણા લોકોને તેમના સ્વજનો તરફથી વોટ્સએપ પર
રકમ મોકલવાની માગણી કરતા મેસેજ આવે છે તેનાં મૂળમાં આવું, ઓટીપી આંતરીને થતું વોટ્સએપ એકાઉન્ટનું હેકિંગ હોય છે. વોટ્સએપમાં ટુ-સ્ટેપ
વેરિફિકેશન ઓન કરવાથી એકાઉન્ટ હેક થવાની શક્યતા બહુ ઘટી જાય છે.
સિક્યોરિટી નોટિફિકેશન્સ
વોટ્સએપ પરની બધી વાતચીત એન્ડ-ટુ-એનક્રિપ્ટેડ હોય છે. તેને માટે આપણા કોઈ
કોન્ટેક્ટના સિક્યોરિટી કોડમાં પરિવર્તન થાય તો આપણને તેની જાણ કરતા નોટિફિકેશન
મોકલવામાં આવે છે.
કોલ્સમાં આઇપી એડ્રેસ પ્રોટેકશન
જ્યારે વોટ્સએપ પર કોઈ વ્યક્તિ આપણને કોલ કરે ત્યારે તે આપણું આઇપી એડ્રેસ જાણીને આપણું લોકેશન પણ જાણી શકે છે. સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ઓન કર્યા પછી આપણા પર આવતા કોલ્સ વોટ્સએપ સર્વર મારફત રીલે થાય છે, આથી સામેના છેડા પરની વ્યક્તિ આપણું આઇપી એડ્રેસ કે લોકેશન જાણી શકતી નથી. જોકે તેને કારણે વોટ્સએપ કોલની ગુણવત્તા ઘટી જાય છે.
ík{khu
ðkuxTMkyuÃk{kt rMxÙõx yufkWLx Mku®xøk ykuLk fhðwt òuEyu?
હવે મૂળ મુદ્દાની વાત - તમને આ રીતે વોટ્સપમાં એકદમ જડબેસલાક સિક્યોરિટીની
જરૂર છે? એ માટે તમારે તેમાં સ્ટ્રિક્ટ
એકાઉન્ટ સેટિંગ ઓન કરવું જોઈએ ખરું?
ટૂંકો જવાબ છે હા. વોટ્સએપનાં બધાં સિક્યોરિટી સેટિંગ્સ ન સમજી શકતા લોકો માટે
આ નવું ફીચર ઉપયોગી છે. વોટ્સએપ હવે આપણી ડિજિટલ લાઇફના કેન્દ્રમાં છે અને આપણી
સાથે સાયબર ફ્રોડ કરવા તત્પર ઠગ ટોળકીઓ પાસે એ જ સૌથી મોટું હથિયાર છે.
એ વોટ્સએપ પર જ આપણો સંપર્ક કરીને, તેના પરથી આપણી વિગતો જાણીને
કે કોઈ જોખમી લિંક મોકલી, તેના પર ક્લિક કરાવીને કે પછી
વીડિયો કોલ કરીને ડરાવી-ધમકાવીને કે પછી આપણું આખેઆખું વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને
આપણે કોઈ ને કોઈ રીતે હાનિ પહોંચાડે છે. આથી વોટ્સએપમાં આપણે જેટલી વધુ સિક્યોરિટી
મેળવી શકીએ એટલું આપણે માટે સારું છે. આથી આપણને વોટ્સએપમાં સ્ટ્રિક્ટ એકાઉન્ટ
સેટિંગ્સ ઉપયોગી છે અને આપણે તેને ઓન કરવું જોઈએ.
તેની સામે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવા
જેવું છે કે સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સમાં ઓન થતાં બધાં જ સેટિંગ્સ વોટ્સએપમાં
પહેલેથી સામેલ છે. આપણે પોતાની અનુકૂળતા મુજબ તેમને ઓન કે ઓફ કરી શકીએ છીએ. જો
આવાં દરેક સેટિંગ્સને ઓન કે ઓફ કરવાથી શું થશે અને આપણી સલામતી તથા સગવડ પર તેની
કેવી અસર થશે એની સ્પષ્ટતા હોય તો તમે સ્ટ્રિક્ટ એકાઉન્ટ સેટિંગ્સ ઓન કરવાને બદલે, તમારી જરૂર મુજબ આ બધાં સેટિંગ્સને ગોઠવી શકો.


