ટ્રમ્પ સરકારના પ્રેશરમાં આવીને કઈ એપ્લિકેશન કાઢી નાખી એપલે? જાણો વિગત...
Why Apple Remove Application?: ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા ખૂબ જ પ્રેશર કરવામાં આવતાં એપલ દ્વારા એક એપ્લિકેશન કાઢી નાખવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ ICEBlock છે. આ એક ખૂબ જ જાણીતી એપ્લિકેશન છે જે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્ટ્સ આસપાસ હોય તો તેમના વિશે માહિતી આપે છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા આ પ્રકારની તમામ એપ્લિકેશનને કાઢવા માટે કંપનીને પ્રેશર કરવામાં આવી રહી છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે આ પ્રકારની એપ્લિકેશન ICE માટે કામ કરતાં અમેરિકન એજન્ટ્સને જોખમમાં મૂકે છે. તેમના પર કોઈ પણ હુમલો કરી શકે છે.
એપ્લિકેશન કાઢવા વિશે એપલે શું કહ્યું?
આ વિશે ઇમેલમાં એપલે કહ્યું કે ‘અમને અમેરિકાની સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ અનુસાર ICEBlockને કારણે કેટલું રિસ્ક રહેલું છે. એને કારણે સરકારી કર્મચારીઓને સેફ્ટી પર જોખમ છે. આથી અમે આ એપ્લિકેશન અને એના જેવી અન્ય એપ્લિકેશનને એપ સ્ટોર પરથી કાઢી નાખી છે.’ પેલેસ્ટાઇનને સપોર્ટ કરનારા લોકોને સબક શિખાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર રીતે રહેલાં ઇમિગ્રન્ટ્સ પર રેડ પાડવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ વિઝા ધરાવતા અને અમેરિકાની સિટિઝન ધરાવતા લોકો પર પણ ICE દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ પ્રકારના લોકો ICEના ઓફિસર પર હુમલો કરે એ ડરથી એપ્લિકેશનને કાઢવામાં આવી છે.
અભિવ્યક્તિનો હક ન મળતો હોવાથી વિરોધ
આ વિશે ઘણાં લોકો એ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સરકાર અને તેમની નીતિઓનો વિરોધ નોંધાવ્યો છે. તેઓ ગેરકાયદેસર રીતે લોકોને ફરી તેમના વતન મોકલી રહ્યાં છે. આ સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાના એટર્ની જનરલ પેમ બોન્ડીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપલનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે તેઓ આ એપ્લિકેશન વહેતી તકે કાઢે. આ વિશે પેમ બોન્ડી કહે છે, ‘ICEBlockને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એના કારણે ICE એજન્ટના પર તેનું કામ કરવા પર રિસ્ક રહેલું છે. સરકારી કર્મચારી સામે હિંસા કરવી એ લાઇન ક્રોસ કરવી ગણાય છે અને એને કોઈ પણ રીતે ચલાવી નહીં લેવાય.’
આ પણ વાંચો: Arattai બાદ ઝોહોની પ્રાઇવસી-ફર્સ્ટ બ્રાઉઝર Ulaa પણ એપ સ્ટોરમાં ટોપ પર
એપ ડેવલપર સામે લેવામાં આવશે કાયદાકીય પગલાં
પેમ બોન્ડી અને સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યોરિટી ક્રિસ્ટી નોએમ દ્વારા અગાઉ ટેક્સાસમાં ડેવલપર જોશુઆ આરોનને વોર્નિંગ આપવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે આ માટે તેને કોઈ પણ બંધારણ કે નિયમ બચાવી નહીં શકે. આ એપ્લિકેશન બનાવવા માટે અને એને લોકો સુધી પહોંચાડવા માટે તેના પર કેસ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. એપલનો એપ્લિકેશન કાઢવાના આ નિર્ણયને કારણે ટેક કંપનીઓ અને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર વચ્ચેના રિલેશન કેવા વણસી રહ્યાં છે એ વિશે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.