Get The App

Arattai બાદ ઝોહોની પ્રાઇવસી-ફર્સ્ટ બ્રાઉઝર Ulaa પણ એપ સ્ટોરમાં ટોપ પર

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
Arattai બાદ ઝોહોની પ્રાઇવસી-ફર્સ્ટ બ્રાઉઝર Ulaa પણ એપ સ્ટોરમાં ટોપ પર 1 - image


After Arattai Ulaa Become on Top: સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન Arattai થોડા દિવસ પહેલાં જ એપ સ્ટોર પર નંબર વન હતી. એ એપ્લિકેશનને ઝોહો કંપની દ્વારા બનાવવામાં આવી હતી. એ જ કંપનીની બીજી એપ્લિકેશન પ્રાઇવસી-ફર્સ્ટ Ulaa બ્રાઉઝર પણ એપ સ્ટોરમાં ટોપ પર આવી ગઈ છે. આ લિસ્ટમાં ગૂગલ ક્રોમ પહેલાં ક્રમે હતું, પરંતુ એની જગ્યાએ હવે પ્રાઇવસી-ફર્સ્ટ Ulaa બ્રાઉઝર આવી જતાં ક્રોમ બીજા ક્રમે આવી ગયું છે.

Arattaiની અસર Ulaa બ્રાઉઝર પર

વોટ્સએપની હરિફ એપ્લિકેશન Arattaiને થોડા દિવસ પહેલાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ એપ્લિકેશનને ખૂબ જ ડાઉનલોડ કરવામાં આવી હતી. તેમ જ કેન્દ્રીય મંત્રી દ્વારા એને પ્રમોટ કરવામાં આવી હોવાથી એ ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ હતી. આ એપ્લિકેશનની લોકપ્રિયતાનો લાભ એ જ કંપનીની બીજી એપ્લિકેશન પ્રાઇવસી-ફર્સ્ટ Ulaa બ્રાઉઝરને મળ્યો છે અને એ પણ લોકપ્રિય થઈ ગઈ છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, આઇફોન, વિન્ડોઝ, મેક અને લિનક્સ દરેક ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે.

શું ખાસ છે આ બ્રાઉઝરમાં?

Ulaa બ્રાઉઝરમાં ઘણાં ફીચર્સ છે, જેમાંથી એક Ulaa સિંક છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેની બૂકમાર્ક, પાસવર્ડ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને અન્ય સેટિંગ્સને તેના દરેક ડિવાઇસમાં સિંક કરી શકે છે. એટલે કે મોબાઇલમાં સેવ કરેલી બૂકમાર્ક લેપટોપમાં પણ જોઈ શકાશે. જોકે આ માટે ઝોહો એકાઉન્ટમાં લોગ ઇન કરવાની જરૂર પડશે. આ બ્રાઉઝરમાં ઘણી બધી ટેબને મેનેજ કરવા માટે ટેબ મેનેજર પણ છે. એ ઓટોમેટિક ટેબ્સને સ્માર્ટ ગ્રૂપ બનાવી દેશે. એટલે કે એક ટોપિક માટેની જેટલી ટેબ હશે એને એક ગ્રૂપમાં એ રીતે મેનેજ કરશે.

બિલ્ટ-ઇન એડ બ્લોકર અને પાસવર્ડ મેનેજર

આ એપ્લિકેશનમાં બિલ્ટ-ઇન એડ બ્લોકર છે. ક્રોમમાં એડ-બ્લોકર નથી એ માટે એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડે છે. ગૂગલ પોતે એડ્સનો બિઝનેસ કરે છે. એથી તેના માટે ટ્રેકિંગ ખૂબ જ જરૂરી છે. જોકે આ એપ્લિકેશનમાં એડ બ્લોકર હોવાથી કોઈ પણ વસ્તુ ટ્રેક નથી કરી શકાતી. ડેટા કલેક્ટ કરવાથી લઈને પોપ-અપ્સ, ક્લિક કરતાં આવતી એડ્સ, અને મેલવેર વગેરેની સામે પ્રોટેક્શન આપશે. આ એપ્લિકેશનમાં પાસવર્ડ મેનેજર પણ છે. મોટાભાગના દરેક બ્રાઉઝરમાં હવે પાસવર્ડ મેનેજર આવે છે જેમાં પાસવર્ડ સેવ, એડિટ અને જરૂર સમયે ઓટોફિલ કરી શકે છે. આ સાથે જ બૂકમાર્કને લગતાં પણ તમામ ફીચર્સ એમાં છે.

Arattai બાદ ઝોહોની પ્રાઇવસી-ફર્સ્ટ બ્રાઉઝર Ulaa પણ એપ સ્ટોરમાં ટોપ પર 2 - image

અલગ-અલગ મોડ

આ બ્રાઉસરમાં દરેક કામ માટે અલગ-અલગ મોડ આપવામાં આવ્યાં છે જેથી એક સાથે બીજુ જોડાઈ નહીં. પર્સનલ કામ માટે અલગ મોડ, કામ માટે વર્ક-મોડ તેમ જ બાળકો માટે ખાસ કિડ્સ મોડ આપવામાં આવ્યો છે. તેમને વિવિધ કન્ટેન્ટથી બચાવવા માટે આ મોડને ખાસ બનાવવામાં આવ્યું છે. એમાં સૌથી વધુ રિસ્ટ્રીક્શન જોવા મળશે. આ સાથે જ ડેવલપર અને ઓપન સોર્સ મોડ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મેક્રોહાર્ડ vs માઇક્રોસોફ્ટ: ઇલોન મસ્કની AI યુદ્ધ માટે ટેલેન્ટની શોધ

ક્રોમના મોટાભાગના એક્સટેન્શનને સપોર્ટ

આ બ્રાઉઝરનું એક કમાલનું ફીચર એ છે કે એમાં ગૂગલ ક્રોમના મોટાભાગના એક્સટેન્શનને સપોર્ટ આપવામાં આવ્યો છે. આથી ક્રોમનો ઉપયોગ કરતાં અને એક્સટેન્શનનો પણ ઉપયોગ કરતાં યુઝર્સ સરળતાથી તેમનું બ્રાઉઝર બદલી શકે છે. આ એપ્લિકેશનને 2023ના મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. જોકે એને પણ હમણાં પોપ્યુલારિટી મળી છે. એપલના સફારી બ્રાઉઝરની જેમ આ બ્રાઉઝરમાં પણ ફૂલ-પેજ સ્ક્રીનશોટ લેવામ માટેનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

Tags :