સૌની માહિતીનું સરેઆમ વેચાણ !

- yuf y{urhfLk ðuçkMkkRx, suLkk Ãkh LkkøkrhfkuLkku zuxk ¾heËe þfkÞ Au
હજી હમણાં, ગયા બુધવારે ટેક્નોવર્લ્ડમાં આપણે સૌની માહિતનું સરેઆમ શેરિંગ શીર્ષક સાથે, ભારતમાં શરૂ થયેલી એક ખાસ્સી જોખમી વેબસાઇટ વિશે વાત કરી હતી. એ વેબસાઇટ પર
ભારતના કોઈ પણ વ્યક્તિનો ફોન નંબર આપતાં,
તેનું આખું નામ, સરનામું, લોકેશન, ઇમેઇલ એડ્રેસ, આધાર નંબર વગેરે બધી જ માહિતી
મેળવી શકાતી હતી - કોઈ લોગ ઇન કે પાસવર્ડ કે ઓટીપી આપવાની જરૂર નહીં, બધું સાવ ખુલ્લું!
ધાર્યા મુજબ, એ વેબસાઇટ હવે બંધ થઈ ગઈ છે.
પરંતુ વાત પૂરી થઈ નથી. એ વેબસાઇટના ડેવલપરે મીડિયામાં દાવો કર્યો હતો કે તેની
પાસે ડેટાબેઝ તો છે જ, સાઇટ બ્લોક કરવામાં આવશે તો એ
નવા નામે આ જ સર્વિસ ફરી શરૂ કરશે. બરાબર એવું જ થયું - એક નવા નામે, લગભગ એ જ પ્રકારની સર્વિસ શરૂ થઈ અને આ વખતે દાવો કરવામાં આવ્યો કે અમે કોઈ ડેટા ચોર્યો નથી, ફકત ડેટાચોરી વિશે જાગૃતિ ફેલાવવા
માગીએ છીએ. આ બીજી વેબસાઇટ પણ હવે બંધ થઈ
છે.
મુદ્દો એ છે પ્રાઇવસી મુદ્દે ભારત કરતાં ખાસ્સા આગળ ગણાતા અમેરિકામાં પણ આવું ચાલે છે - પીપલ્સ સર્ચ એન્જિનના નામે. આવી એક વેબસાઇટ વિશે વધુ જાણો, જેના પર અમેરિકન ઇન્ડિયન સહિત, બધા નાગરિકોનો પાર વગરનો ડેટા વેચાઇ રહ્યો છે - બેરોકટોક!
zku÷h
[qfðku, {krníke ÷E òyku
થોડાં વર્ષ પહેલાં, યુએસના લોકોના ઈમેઇલ્સ અને
ફેસબુકની વોલ પર ફરતા થયેલા એક મેસેજે રીતસર ફફડાટ ફેલાવ્યો હતો : ફોર યોર ઇન્ફર્મેશન એવરીવન : સ્પોકિયો.કોમ નામની એક વેબસાઇટ પર તમારા ઘરની
તસવીર, એની કિંમત અને તમારા પરિવારની
ઘણી બધી અંગત માહિતી છે, આજે જ ચેક કરો અને તમારી
માહિતી ડિલીટ કરી દો
હકીકત એ છે કે ઇન્ટરનેટ પર ચાલતાં જાત-ભાતનાં સ્કેમ જેવું આ કોઈ સ્કેમ નહોતું.
સ્પોકિયો.કોમ (www.spokeo.com) નામે ખરેખર એક વેબસાઇટ હતી અને એ હજી ચાલુ છે. એકદમ પ્રોફેશનલ સર્વિસનો લૂક
એન્ડ ફીલ આપતી આ સાઇટ અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી
ગ્રેજ્યુએટ થયેલા લોકોએ સ્થાપી છે.
વર્ષ ૨૦૦૬માં લોન્ચ થયેલી સ્પોકિયો હવે એક અગ્રગણ્ય પીપલ્સ સર્ચ એન્જિન બની ચૂકી છે. સાઇટના દાવા
મુજબ, આ સાઇટ પર તમે કોઈ જાણી-અજાણી
વ્યક્તિ વિશે કે કોઈ વિસ્તારમાં રહેવા જતા હો તો ત્યાં તમારા સંભવિત પડોશીઓ વિશે
પાર વગરના ડેટા સાથે રિસર્ચ કરી શકો છો. ફરી,
સાઇટના દાવા મુજબ, અહીં તમે જૂની પરિચિત કોઈ વ્યક્તિનું,
નામ, ફોન નંબર કે ઇમેઇલ જેવી માહિતી આપીને તેમની લેટેસ્ટ માહિતી મેળવી, તેમની સાથેનો સંપર્ક ફરી તાજો કરી શકો છો.
આ સાઇટ કે સર્વિસ યુએસમાં વસતા નાગરિકો વિશેની માહિતી વિવિધ (ખરેખર તો
સંખ્યાબંધ) ઓનલાઇન અને ઓફલાઇન સ્રોતોમાંથી એકઠી કરે છે અને પછી એમાંની માહિતી વેચે
છે!
સાઇટ પરની સ્પષ્ટતા મુજબ, આ સર્વિસ તમામ પબ્લિક
સોર્સમાંથી ડેટા એકઠો કરે છે, પણ સર્વિસ પોતે કોઈ ડેટા સાચો
હોવાની ખાતરી કરતી નથી કે એ વિશેની કોઈ વોરંટી કે ગેરંટી આપતી નથી.
સ્પોકિયો સર્વિસ વિવિધ બિઝનેસને પણ પોતાની સર્વિસ આપે છે. સાઇટના દાવા મુજબ
તેના પર ૧૨ અબજથી વધુ રેકોર્ડ ઉપલબ્ધ છે અને લવાજમ ભરીને કોઈ પણ બિઝનેસ આ તમામ
રેકોર્ડ એક્સેસ કરી શકે છે.
સ્પોકિયો પર અમેરિકન સેલિબ્રિટિઝ વિશેનો ડેટા પણ ઉપલબ્ધ છે.
જાતે તપાસીએ આ સ્પોકિયો સર્વિસ
આ સાઇટનો પૂરો ક્યાસ કાઢવા, આપણે સાઇટ પર જઈએ અને
કાલ્પનિક નામથી સર્ચ કરીએ.
સાઇટના હોમ પેજ પર આપણે કોઈ પણ વ્યક્તિના નામ, ઈ-મેઇલ, ફોનનંબર કે એડ્રેસમાંથી કોઈ
પણ એક વિગત આપીને તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. અમેરિકામાં આપણા અઢળક પટેલ
ભાઈઓ વસે છે, એટલે કોઈ એક કાલ્પનિક નામ અને
પટેલ અટક લઈને તેના વિશે સર્ચ કરીએ.
આ રીતે સર્ચ કરતાં અમેરિકાના નક્શા પર વિવિધ રાજ્યોમાં આપણે સર્ચ કરેલ નામવાળા
કેટલા પટેલબંધુ વસે છે એ જોવા મળે છે. એ વ્યક્તિનું સ્ટેટ, તેમનાં લોકેશન્સ અને સંબંધીઓનાં નામ પણ પહેલી નજરે જોવા મળે છે, એટલે એ વ્યક્તિ આપણે શોધીએ છીએ એ જ છે કે બીજી તે આપણે સહેલાઈથી નક્કી કરી
શકીએ છીએ.
કોઈ એક નામ પસંદ કરીને આગળ વધતાં, સ્પોકિયો એ વ્યક્તિ વિશેની
કેટલી માહિતી ધરાવે છે તેની એક ઝલક આપણને જોવા મળે છે. બધી માહિતી અનલોક કરવી હોય
તો તમારે રૂપિયા, સોરી, ડોલર ચૂકવવા પડે!
જેમ કે પ્રોફાઇલ ડિટેઇલ્સમાં આપણે સર્ચ કરેલી વ્યક્તિનું નામ, હાલનું એડ્રેસ, ભૂતકાળનાં બધાં એડ્રેસ, તેમના નામે હોય એટલા બધા ફોન નંબર,
બધાં ઇમેઇલ એડ્રેસ,
પરિવારમાં સભ્યોની
વિગત, મેરિટલ સ્ટેટસ, વ્યવસાય અને શિક્ષણ વિશે જાણી શકાય.
એડ્રેસ હિસ્ટ્રી વિભાગમાં, આપણે સર્ચ કરેલા પટેલભાઈ
અમેરિકામાં ક્યાં ક્યાં વસવાટ કરી ચૂક્યા છે તેની વિગત અને તેમની એ બધી
પ્રોપર્ટીની વિગતો તપાસી શકાય. ફેમિલિ બેકગ્રાઉન્ડ વિભાગમાં જતાં, તેમના પરિવારના દરેક સભ્યોનાં નામ જાણી શકાય (જેમાંથી દરેક વિશે, ફરી બધી જ માહિતી મેળવી શકાય).
સોશિયલ પ્રોફાઇલ્સ વિભાગમાં જઈએ એટલે સ્પોકિયો સાઇટ તમને ગૌરવપૂર્વક જાણ કરે
છે કે તમે તમારા પટેલભાઈનાં બધાં- ડેટિંગ સાઇટ્સ સહિત - સોશિયલ એકાઉન્ટસ, તેમાંના તમામ ફોટોઝ અને વીડિયો જોઈ શકો છો, સર્ચ એન્જિન જે શોધી ન શકતાં હોય એ બધું જ, તેમના પર્સનલ વીડિયો, ઓનલાઇન બ્લોગ્સ, કમેન્ટ્સ વગેરે બધું જ તમે જોઈ શકશો.
કોર્ટ રેકોર્ડ્સ સેક્શનમાં આપણા પટેલભાઈ સામે જે કોઈ અદાલતી કાર્યવાહી, ધરપકડ, ટ્રાફિક વાયોલેશન વગેરે
નોંધાયું હોય એ તમામ વિગતો જાણી શકાય.
આ બધી જ માહિતી સાઇટ પર મફતમાં અધકચરા સ્વરૂપે બતાવવામાં આવે છે અને કોઈ પણ
વિભાગ પર ક્લિક કરતાં, સીધું જ કહેવામાં આવે છે કે
પેમેન્ટ કરો અને આ બધી જ માહિતી ખરીદી લો!
તમે અમેરિકામાં વસતા કોઈ સ્વજનનું નામ નાખીને જોશો તો સમજાશે કે આ સાઇટ ખરેખર
કેટલી ઊંડાણભરી વિગતો સુધી પહોંચી શકે છે.
ડોલર ચૂકવો બધી માહિતી મેળવો
કોઈ પણ વ્યક્તિની પૂરી વિગતો મેળવવા માટે અનલોક પ્રોફાઇલ લિંક પર ક્લિક કરતાં આપણને
કહેવામાં આવે છે કે તમે નજીવી કિંમત ચૂકવીને આ બધી જ માહિતી ખરીદી શકો છો. એ સાથે
સ્પષ્ટપણે ધરપત આપવામાં આવે છે કે તમારી ખરીદી ખાનગી રાખવામાં આવશે, આપણા પટેલભાઈને જાણ નહીં કરવામાં આવે કે તમે તેમની માહિતી ખરીદી છે! અગાઉ તો આ
સાઇટ પર આપણને શીખામણ આપવામાં આવતી હતી કે આ માહિતીનો રીસ્પોન્સીબલી –
જવાબદાર રીતે ઉપયોગ
કરજો. આ માહિતીનો ગેરકાનૂની ઉપયોગ કરવાની સખત મનાઈ છે એમ પણ કહેવામાં આવતું હતું.
કાયદો કંઈ કરતો નથી?
અમેરિકામાં લોકોની આર્થિક સક્ષમતા નક્કી કરવા અંગે ફેર ક્રેડિટ રીપોર્ટિંગ એક્ટ છે, આ સાઇટને તેના ભંગ બદલ આઠ લાખ ડોલરનો દંડ થયો હતો, પણ એ પછી કેટલાક ફેરફારો સાથે સાઇટ હજી ચાલુ છે!
વાસ્તવમાં આ સાઇટ પર તેના વિશે સીએનએસ,
વોલસ્ટ્રીટજર્નલ, એનબીસી ન્યૂઝ વગેરે પ્રતિષ્ઠિત મીડિયાએ નોંધ લીધી હોવાનો દાવો કરાય છે, પણ તેની કોઈ લિંક આપવામાં આવી નથી. જાતે સર્ચ કરતાં ખબર પડે છે કે આ દરેક
પબ્લિકેશને સ્પોકિયોની વિરુદ્ધના લેખ આપ્યા છે! લોકો ઇચ્છે તો સ્પોકિયો પરથી
પોતાની માહિતી દૂર કરી શકે છે, પણ સ્પોકિયો સ્પષ્ટ રીતે કહે
છે કે માહિતી થર્ટ પાર્ટી સોર્સમાં તો રહેવાની જ છે.
સ્પોકિયો જેવી સાઇટ્સ કે સર્વિસીઝ અગાઉ પણ આવી ચૂકી છે અને ખાસ્સી ચાલી છે. મીડિયામાં તેના વિશે ઉહાપોહ થાય છે, લોકોમાં ગભરાટ ફેલાય છે, પણ અંતે અમેરિકાના કાયદાઓમાં પણ છીંડાં હોવાથી આવી સર્વિસીઝ વિના રોકટોક ચાલતી રહે છે!
þwt þwt
ðu[kE hÌkwt Au?
પર્સનલ ડિટેઇલ્સ : આખું નામ, ઉંમર, રીલેશનશીપ સ્ટેટસ અને બીજું ઘણું
એડ્રેસ હિસ્ટ્રી : હાલનું અને અગાઉનાં સરનામાં અને પડોશીઓની વિગતો
ફેમિલિ બેકગ્રાઉન્ડ : પતિ/પત્નીનું નામ,
પરિવારના અન્ય સભ્યો, સંબંધીઓની માહિતી
કોન્ટેક્ટ ઇન્ફર્મેશન : ફોન, ઇમેઈલ, બિઝનેસ કોન્ટેક્ટ્સ અને આખું સરનામું
ફોટોઝ, ઓનલાઇન પ્રોફાઇલ્સ : સોશિયલ
પ્રોફાઇલ, ફોટોઝ, વીડિયોઝ વગરે બધું જ
કોર્ટ અને હિસ્ટોરિક રેકોર્ડ : કાયદા સંબંધિત વ્યક્તિના સંપૂર્ણ બેકગ્રાઉન્ડની
વિગતો
બ્લોગ અને વેબ અપડેટ્સ : સમગ્ર વેબ પરથી જે તે વ્યક્તિએ કરેલી બ્લોગ પોસ્ટ્સ, કમેન્ટ્સ

