Get The App

સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો !

Updated: Jan 17th, 2023

GS TEAM

Google News
Google News
સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 1 - image

- સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો !

- વિવિધ પહેલને કારણે હવે આપણે પોતાનાં ડૉક્યુમેન્ટ્સ વિવિધ રીતે સાચવવાની, મેળવવાની સગવડ મળી રહી છે

પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલનું આપણે માટે સૌથી જાણીતું ઉદાહરણ છે રોડ ડેવલપમેન્ટ. સરકાર પોતે રોડ ડેવલપમેન્ટના ખર્ચને પહોંચી વળે નહીં એટલે એ કામ ખાનગી કંપનીને એવી રીતે સોંપાય કે કંપની ટોલટેક્સ ઉઘરાવીને પોતે કરેલો ખર્ચ પરત મેળવે. યૂઝર તરીકે આપણે માથે ટોલટેક્સ ઝીંકાય, પણ સામે સારા રસ્તા પણ મળે. શહેરોમાં ગાર્ડન ડેવલપમેન્ટની પણ આ જ રીત, એમાં આપણે માથે કોઈ ખર્ચ નહીં!

પીપીપીનું આ મોડેલ હવે ટેક્નોલોજીના ક્ષેત્રે પણ સતત વિસ્તરી રહ્યું છે, સદભાગ્યે એમાં આપણે માથે - હજી સુધી - સીધો કોઈ ખર્ચ નથી, આડકતરો ખર્ચ હોય તો આપણે જાણતા નથી!

જેમ કે, યુપીઆઇ વ્યવસ્થા આવી ત્યારે બેંકિંગ સાથે કોઈ લેવાદેવા ન હોય એવી કંપનીઓને પણ પાર્ટનર તરીકે સાંકળવામાં આવી. કદાચ એ મુદ્દાએ જ યુપીઆઇને લોકપ્રિય બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ઇ-કોમર્સનું જે વિરાટ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે તેમાં પણ આવી પાર્ટનરશીપ્સ છે.

બીજી બાજુ, દેખીતી ભાગીદારી વિના લગભગ બધી બેંક, રેલવે, એલઆઇસી વગેરે વોટ્સએપ જેવા પોપ્યુલર પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યાં છે.

આવી પાર્ટનરશીપ માટે અત્યારે ‘હોટ ટોપિક’ છે ડિજિલોકર. આપણાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવવાની સગવડ આપતી આ સરકારી સર્વિસ વોટ્સએપ પછી હવે ગૂગલ સાથે પણ સંકળાઈ રહી છે.

આવી ભાગીદારી આવનારા સમયમાં ઘણી રીતે વિસ્તરવાની છે!

સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 2 - imageડિજિલોકરનાં ડૉક્યુમેન્ટ્સ સચવાશે ફાઈલ્સ એપમાં

ગયા વર્ષના અંતે ડિસેમ્બરમાં ‘ગૂગલ ફોર ઇન્ડિયા ૨૦૨૨’ ઇવેન્ટ દરમિયાન ગૂગલે નવી પહેલોની વાત કરી, એમાંની એક એટલે ભારત સરકારની ડિજિલોકર સર્વિસ સાથે ગૂગલના ઇન્ટિગ્રેશનની પહેલ.

હવે ડિજિલોકરમાંનાં આપણાં વિવિધ ડોક્યુમેન્ટ વોટ્સએપમાં બહુ સહેલાઈથી મેળવી શકાય છે. એ વાત હવે ગૂગલમાં પણ શક્ય બનશે.  આ માટે ગૂગલ તેની ‘ફાઇલ્સ’ એપમાં એક નવું, પાસવર્ડ પ્રોટેક્ટેડ સેક્શન ઉમેરશે. વોટ્સએપ કરતાં ફાઇલ્સમાં આપણાં સર્ટિફિકેટ્સ હવે હાથવગાં અને અધિકૃત સ્વરૂપમાં જ ઉપલબ્ધ રહેશે.

નીચે વાત કરી છે તેમ ‘ફાઇલ્સ’ એપનો હાલનો ઉપયોગ એન્ડ્રોઇમાંના ફાઇલ્સ મેનેજર તરીકે છે (આઇફોન માટે, એપલની કંઈક આ જ  પ્રકારની એપ છે, નામ છે ‘ફાઇલ્સ’!).  દરેક એન્ડ્રોઇડ ફોનમાં, જે તે ફોન મેન્યુફેક્ચરિંગ કંપની ફાઇલ મેનેજર એપ આપતી જ હોય છે, પણ ગૂગલની આ એપ ખાસ્સી સિમ્પલ અને સ્માર્ટ છે. તેમાં જાહેરાતોની ભરમાર, બીજી એપ્સનાં સજેશન અને ઇન-એપ પરચેઝ પણ નથી.

ડિજિલોકર સર્વિસમાં અત્યાર સુધીમાં ૨૩૦૦ જેટલી સંસ્થાઓનાં ડોક્યુમેન્ટ્સ મેળવીને સ્ટોર કરી શકાય છે અને તેના યૂઝર્સની સંખ્યા ૧૦ કરોડને ઓળંગી ગઈ છે. આપણે ડિજિલોકર એપનો ઉપયોગ કરતા હોઈએ તો તેમાંનાં ડોક્યુમેન્ટ્સ ફાઇલ્સ એપમાં લાવવાની જરૂર નથી, પણ સરકાર યુપીઆઇની જેમ ડિજિલોકર સર્વિસ પરનો લોડ વિવિધ કંપનીઓમાં ફેલાવી દેવાની મથામણમાં છે. જોકે ફાઇલ્સમાં આ સગવડ ક્યારે મળશે તેની સ્પષ્ટતા નથી.

સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 3 - imageફાઈલ્સ એપના હાલના ઉપયોગ પણ સમજી લઈએ બિનજરૃરી ફાઈલ્સ તારવીને ડિલીટ કરવા....

બિનજરૃરી ફાઈલ્સ તારવીને ડિલીટ કરવા....સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 4 - image

ઉપર લખ્યા મુજબ, એન્ડ્રોઇડમાં ‘ફાઇલ્સ’ એપનો હાલનો ઉપયોગ ફાઇલ્સ મેનેજર તરીકેનો છે. તમારા ફોનમાં વિવિધ પ્રકારની ફાઇલ્સ જમા થતી હોય અને તમે ફોનમાં ઉપલબ્ધ બીજી એપ્સની મદદથી સહેલાઈથી મેનેજ કે ક્લીન ન કરી શકતા હો, તો આ કામ ‘ફાઇલ્સ’ એપ એકદમ સહેલું બનાવી દે છે.

ડાઉનલોડ વખતે એપ (Files by Google(Beta)) પોતે લાઇટવેઇટ (6.3 MB) છે. એન્ડ્રોઇડ પ્લેસ્ટોરમાંથી તેને ઇન્સ્ટોલ કરી ઓપન કરો એટલે પહેલાં આપણા ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ વગેરે એક્સેસ કરવાની મંજૂરી આપવી પડે. ત્યાર પછી એપ ફોનની ઇન્ટર્નલ સ્ટોરેજ અને એસડી કાર્ડ હોય તો તેમાં કેટલી સ્પેસ ભરાઈ ગઈ છે તે બતાવે અને મોટી ફાઇલ્સ તારવીને તેને તપાસી, ડિલીટ કરવાનું સૂચવે. થોડા થોડા વખતે આ એપ ઓપન કરો, તો ફોનની સફાઈ સહેલી બનશે.

સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 5 - imageફોનમાંથી જુદી જુદી ફાઈલ્સ શોધવા....

પીસી-લેપટોપમાં આપણી ફાઇલ્સનાં લોકેશન આપણે પોતે નક્કી કરીએ, પણ સ્માર્ટફોનમાં એ કામ આપોઆપ થતું હોવાથી, ફોટો, વીડિયો, ડાઉનલોડ કરેલી ફાઇલ્સ વગેરે ક્યાં ગઈ એ શોધવું ક્યારેક મુશ્કેલ બને. અન્ય ફાઇલ્સ મેનેજર એપની જેમ, ‘ફાઇલ્સ’ એપમાં આ કામ બહુ સહેલું બને છે. તેમાં વિવિધ ફોલ્ડરમાં થા કેટેગેરી મુજબ, આપણી ઇમેજિસ, વીડિયો, ઓડિયો ફાઇલ્સ, અન્ય ડોક્યુમેન્ટ્સ, એપ્સ વગેરે તારવીને બતાવવામાં આવે છે અને દરેક બાબત સુધી સહેલાઈથી પહોંચાડે છે. ત્યાંથી આપણે જે બિનજરૂરી લાગે તેને ડિલીટ કે અન્ય જગ્યાએ મૂવ કરી શકીએ.

તેમાં અત્યારે જ એક ‘સેફ ફોલ્ડર’ પણ છે, આપણે અગત્યનાં ડોક્યુમેન્ટસ પિન/પેટર્ન લોક સાથે સાચવી શકીએ. ડિજિલોકરનાં ડોક્યુમેન્ટ્સ માટે આવું જ એક અલગ ફોલ્ડર ‘ફાઇલ્સ એપમાં ઉમેરાવાની શક્યતા છે.

સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 6 - imageબીજી વ્યક્તિને ફટાફટ ફાઈલ્સ શેર કરવા....

ફોનમાંની ફાઇલ્સના મેનેજમેન્ટમાં ચાર મુખ્ય બાબતો હોય - કામની ફાઇલ્સ સુધી સહેલાઈથી પહોંચવું, જરૂર મુજબ ફાઇલ્સને ફોનમાં એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવી, બિનજરૂરી ફાઇલ્સ તારવીને ડિલીટ કરવી અને ફાઇલ્સ બીજા ‘કોઈ’ને આપવી.

‘કોઈ’ એટલે બીજી વ્યક્તિનો ફોન હોઈ શકે અને બીજી કોઈ એપમાંનું એકાઉન્ટ પણ હોઈ શકે. ફોનમાંની ફાઇલ્સ બીજી વ્યક્તિને આપવા માટે તમે વોટ્સએપ કે ઇમેઇલ જેવો રસ્તો અજમાવતા હોય તો ‘ફાઇલ્સ’ વધુ સહેલો રસ્તો આપે છે. બીજી વ્યક્તિના ફોનમાં ‘ફાઇલ્સ’ એપ ઓપન કરી, એકમાંથી ‘સેન્ડ’ અને બીજામાં ‘રીસિવ’ કહીએ એટલે બંને ફોન બ્લુટૂથથી કનેક્ટ થઈને ફાઇલની ફટાફટ આપલે કરી લે - આ કામ માટે આપણે ફાઇલને વોટ્સએપ કે ઇમેઇલમાં ‘ટપ્પો’ ખવડાવવાની જરૂર નહીં!

સમય છે ઈન્ટરેસ્ટિંગ ઈન્ટિગ્રેશન્સનો ! 7 - imageઅન્ય કોઈ એકાઉન્ટમાં અપલોડ કરવા...

આવું ઘણી વાર બને - આપણા પર, પોતાના કે ફેમિલીના ઘણા ફોટો-વીડિયો વોટ્સએપમાં આવે. વોટ્સએપમાં બિનજરૂરી ફોટો-વીડિયોનો પણ જમાવડો હોય, તેને ડિલીટ કરવા જતાં, પેલા કામના ફોટો-વીડિયો પણ ડિલીટ થઈ જવાનો ડર રહે. આપણે આવા ફોટો-વીડિયો ખરેખર તો પોતાના ‘ગૂગલ ફોટોઝ’ એકાઉન્ટમાં કે અન્ય કોઈ એકાઉન્ટમાં સલામત રીતે સાચવી લેવા જોઈએ. આવું, બીજી વ્યક્તિને બદલે કોઈ સર્વિસમાંનું ફાઇલ શેરિંગ પણ ‘ફાઇલ્સ’ સર્વિસ સહેલું બનાવે છે. 

જેમ કે વોટ્સએપની ઇમેજ ગૂગલ ફોટોઝમાં મોકલવા,  ‘બ્રાઉઝ’ સેક્શનમાં, ઇમેજિસમાં, વોટ્સએપ ઇમેજિસમાં જાઓ. તેમાં જોઈતા ફોટો સિલેક્ટ કરો, ‘શેર’ બટન પર ક્લિક કરી, તમારા ગૂગલ અેકાઉન્ટમાં તેને અપલોડ કરી દો. આવું બીજી રીતે પણ થઈ શકે, ‘ફાઇલ્સ’ એપ કામ ફક્ત થોડું સહેલું બનાવે છે.