Get The App

MacBookને ભૂલી જાઓ: આ લેપટોપ એક ચાર્જમાં ચાલશે 27 કલાક, જાણો શું છે નવી ટેક્નોલોજી…

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
MacBookને ભૂલી જાઓ: આ લેપટોપ એક ચાર્જમાં ચાલશે 27 કલાક, જાણો શું છે નવી ટેક્નોલોજી… 1 - image

New Laptop with More Battery Backup: અત્યાર સુધી Appleનું MacBook ખૂબ જ સારી બેટરી બેકઅપ આપે છે એવું હતું, પરંતુ હવે એને પણ ટક્કર આપવા માટે એક નવું લેપટોપ આવી ગયું છે. આ લેપટોપ એક ચાર્જમાં 27 કલાક ચાલે છે. જોકે એની બેટરી બેકઅપ કરતાં એની ટેક્નોલોજી ખૂબ જ મહત્ત્વની છે. Dellનું નવું લેપટોપ XPS 16 તેની અદભૂત બેટરી લાઈફને કારણે ચર્ચામાં છે. આ ડિવાઈસમાં અનોખો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જે 1Hzથી લઈને 120Hz સુધી રિફ્રેશ રેટ એડજસ્ટ કરી શકે છે. આ નવી ટેક્નોલોજી જ્યારે હાઈ-સ્પીડ વિઝ્યુઅલ્સની જરૂર ન હોય ત્યારે પાવર બચાવવામાં મદદ કરે છે. આ નવી સ્ક્રીન અને Intelના Panther Lake ચિપ સાથેના વર્ઝને Notebookcheckના Wi-Fi વેબ બ્રાઉઝિંગ ટેસ્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

આઈડલ સ્થિતિમાં ફક્ત 1.5W પાવરનો ઉપયોગ

Core Ultra 325 ચિપનો ઉપયોગ કરતું Dell XPS 16 આઈડલ હોય ત્યારે માત્ર 1.5W જેટલો પાવરનો ઉપયોગ કરે છે. આ લેપટોપ 70Wh બેટરી પેક પર લગભગ 27 કલાક સુધી વેબ બ્રાઉઝિંગ ચલાવી શકાય છે. આ આંકડો MacBook અથવા MacBook Pro કરતાં પણ વધુ છે, જે Notebookcheckના 2014થી શરૂ થયેલા ટેસ્ટમાં અત્યાર સુધી કોઈએ હાંસલ કર્યો નથી. Dell XPS 16ની આ ડિસ્પ્લે ટેક્નોલોજીને કારણે ખૂબ જ ઓછી બેટરીનો ઉપયોગ થાય છે.

2014થી ટેસ્ટ થયેલા મોટાભાગના લેપટોપને પાછળ છોડ્યું

Dell XPS 16ની બેટરી લાઈફ Notebookcheck દ્વારા ટેસ્ટ કરાયેલા લગભગ તમામ લેપટોપ કરતાં વધુ છે, ફક્ત બે મોડલ સિવાય. એમાંનું એક Qualcomm Snapdragon X Plus આધારિત લેપટોપ હતું, જેમાં 84Wh બેટરી અને સામાન્ય 60Hz ડિસ્પ્લે હતું. બીજું મોડલ બે બેટરી સાથે કુલ 149Wh ક્ષમતા ધરાવતું હતું, પરંતુ તેમાં પણ સ્ટાન્ડર્ડ 60Hz સ્ક્રીન જ આપવામાં આવી હતી. આથી 120Hz અને 70Wh બેટરી કેપેસિટીમાં આ પહેલું લેપટોપ છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાને એડિક્ટેડ બનાવવાના કેસમાં Meta અને YouTube દોષી, ₹56.5 કરોડ ચૂકવવા પડશે...

રિયલ લાઈફમાં બેટરી લાઈફ ઓછી હોવાની શક્યતા

કારની એવરેજ જે રીતે કંપની આપે છે એના કરતાં રિયલ લાઈફમાં અલગ હોય છે, એ જ રીતે લેપટોપની બેટરી લાઈફ પણ કંપની કહે એના કરતાં રિયલ લાઈફમાં અલગ હોઈ શકે છે. બેટરી બેકઅપ કેટલું આપે છે એ કઈ રીતે લેપટોપનો ઉપયોગ થાય છે, તેમજ એક જ કાર્ય કરવામાં આવે છે કે એક સાથે ઘણાં સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેવી ઘણી બાબતો જવાબદાર છે. આથી કંપની દ્વારા તેને ચોક્કસ એક જ કાર્ય માટે ધ્યાનમાં રાખીને ચેક કરવામાં આવે છે. આથી Dell, Intel અને LG Displayની ટેક્નોલોજીને કારણે XPS 16 લેપટોપ બેટરી લાઈફમાં ચેમ્પિયન તરીકે ઊભરે છે. વધુ બેટરી કાર્યક્ષમતા ઈચ્છનાર યુઝર્સ માટે non-OLED અને non-touchscreen ડિસ્પ્લે સાથે 1920 x 1200 પિક્સલ રિઝોલ્યુશન પસંદ કરવું વધુ યોગ્ય ગણાય છે.