Get The App

આ કંપની કર્મચારીઓને આપી રહી છે દોઢ કરોડ રૂપિયાનું ઘર, જાણો કેમ…

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
આ કંપની કર્મચારીઓને આપી રહી છે દોઢ કરોડ રૂપિયાનું ઘર, જાણો કેમ… 1 - image


Home as Loyalty Bonus: કર્મચારીઓને તેમના કામ અને તેમની પ્રામાણિકતાને લઈને હંમેશાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ઘણી કંપનીઓ આ માટે તેમની પ્રશંસા પણ કરે છે. ચીનની ઝેજિઆંગ ગુશેંગ ઓટોમોટિવ ટેક્નોલોજી કંપની દ્વારા તેમના કર્મચારીઓને લાભ થાય એ સ્કીમ હેઠળ દોઢ કરોડ રૂપિયાના ફ્લેટ આપવામાં આવ્યાં છે. ઓટોમોટિવ કોમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચર કરતી કંપનીમાં ખૂબ જ લાંબા સમયથી જે કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. તેમને આ પ્રીમિયમ ઘર ગિફ્ટ કરવામાં આવ્યા છે.

પ્રામાણિકતાનું ઇનામ ઘર  

મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓના સારા કામ માટે અને તેમની પ્રામાણિકતા માટે બોનસ અથવા તો ફ્લેક્સિબલ વર્ક પોલિસી આપે છે. જોકે ચીનની ઝેજિઆંગ ગુશેંગ ઓટોમોટિવ કંપનીએ તેમના કર્મચારીઓને વર્ષો સુધી ફાયદો થાય એ માટે તેમને ઘર આપવાની જાહેરાત કરી હતી. આ કંપની દ્વારા ત્રણ વર્ષની અંદર અઢાર વ્યક્તિને આ ફ્લેટ્સ આપવાનું નક્કી કર્યું છે. આ દરેક ઘરની કિંમત 1.3 કરોડથી લઈને 1.5 કરોડ સુધીની આંકવામાં આવી રહી છે. આ વર્ષે એમાંથી પાંચ ફ્લેટ આપી પણ દેવામાં આવ્યાં છે. 2026માં વધુ આઠ ફ્લેટ આપવાનું લક્ષ્ય છે. કંપની જ્યાં આવેલી છે ત્યાંથી પાંચ કિલોમીટરની અંદર જે-તે કર્મચારીને જે વિસ્તારમાં ઘર જોઈએ ત્યાં 1000થી 1615 સ્ક્વેર ફૂટ સુધીનું ઘર લઈ આપવામાં આવી રહ્યું છે.

ફેમિલીને આપવામાં આવ્યું મહત્ત્વ  

આ કંપનીમાં બે કર્મચારીઓ કામ કરે છે. તેઓ કપલ છે. જોકે તેમને જોઈન્ટ ઘર આપવામાં આવ્યું છે અને એ 144 સ્ક્વેર મીટરનું છે. આવું પહેલી વાર થયું છે કે કંપની દ્વારા ફેમિલીને ધ્યાનમાં રાખીને ઘર આપવામાં આવ્યું હોય. આ સાથે જ બે કર્મચારીઓ એવા હતાં જેમણે એન્ટ્રી લેવલ પર કામ શરૂ કર્યું હતું અને આજે મેનેજમેન્ટ લેવલ પર પહોંચી ગયા છે. કંપની તેના કર્મચારીઓના વિકાસ પર ધ્યાન આપી રહી છે. આથી આ બે કર્મચારીઓને પણ ઘર આપવામાં આવ્યાં છે.

શું છે આ સ્કીમની શરતો?  

આ માટે કર્મચારીઓએ હાઉસિંગ એગ્રીમેન્ટ સાઇન કરવાનો રહેશે અને રીનોવેશન બાદ એમાં રહેવા જવાનું રહેશે. ઘર આપ્યાના પાંચ વર્ષ સુધી એ કર્મચારીએ કંપનીમાં વધુ કામ કરવું પડશે અને ત્યાર બાદ જ એ ઘર જે-તે કર્મચારીના નામે થશે. કર્મચારીઓએ જો રીનોવેશન કરાવવું હશે તો એ કિંમત તેમણે પોતે ચૂકવવાની રહેશે, માર્કેટમાં જે કિંમત છે એ કંપની ચૂકવશે. આ કર્મચારીઓ વર્ષોથી કામ કરનાર ટેલેન્ટેડ સ્કિલ ટેક્નિકલ અને મેનેજરના રોલ માટે છે, નહીં કે નવા કર્મચારીઓ માટે.

ઘર જ કેમ આપવામાં આવ્યું?  

જનરલ મેનેજર વેંગ જિઆયુઆનના જણાવ્યા અનુસાર આ પ્રોગ્રામ ખાસ માઇગ્રન્ટ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. ઘરનું ભાડું અને લિમિટેડ ઘર હોવાથી કિંમત ખૂબ જ વધી ગઈ છે. આથી ઘણાં કર્મચારીઓનો પગાર નહોતો બચી રહ્યો અને તેમનું સેવિંગ નહોતું થઈ રહ્યું. આથી તેમના માટે ઘરની વ્યવસ્થા કંપની દ્વારા કરવામાં આવી છે. આ વિશે વેંગ જિઆયુઆન કહે છે, ‘આ કર્મચારીઓ ખૂબ જ પ્રામાણિકતાથી અને સારી નિયતથી કામ કરે અને કંપનીના વર્ષે લાખો યુઆન પૈસા બચાવતા હોય તો કંપની માટે તેમના માટે ઘર આપવું મોટી વાત નથી. કર્મચારીઓ તેમની પ્રોડક્ટિવિટી વધારીને કંપનીને ફાયદો કરાવતા હોય તો તેમના માટે આ સ્કીમ છે.’

ઝેજિઆંગ ગુશેંગ કંપનીમાં 450થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને 2024માં તેમની આઉટપુટ વેલ્યુ 70 મિલિયન અમેરિકન ડોલર હતી. આથી તેમના માટે ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી કર્મચારીઓને તેમની પોતાની સાથે વર્ષો સુધી બાંધી રાખવા ખૂબ જ ફાયદાની સ્કીમ હતી.

આ પણ વાંચો: એક્સિડેન્ટ બાદ ફરારીમાં આગ લાગતાં Call of Dutyના ડેવલપરનું નિધન, ગેમિંગ જગતમાં શોકની લહેર

શું અસર થશે આ સ્કીમની?  

સોશિયલ મીડિયા પર ઘણાં લોકો આ સ્કીમના વખાણ કરી રહ્યાં છે. ઘણાં કહી રહ્યાં છે કે જેમની પાસે ઘર ન હોય તેમના માટે આ ખૂબ જ સારી વાત છે. જોકે બીજી તરફ એક્સપર્ટ એને વખોડી રહ્યાં છે. તેમનું માનવું છે કે આ રીતે કંપનીઓ ઓફર આપી ટેલેન્ટને પોતાની પાસે બાંધી રહી છે. તેઓ અન્ય દેશમાં જઈને પણ કામ નથી કરી શકતા. આથી તેઓ એક જ કંપનીમાં બંધાઈને રહી જશે. જોકે એક વાર ઘર નામે થઈ ગયા બાદ પાંચ વર્ષ પછી કોઈ પણ કર્મચારી કંપની છોડી શકે છે.

Tags :