Get The App

એક્સિડેન્ટ બાદ ફરારીમાં આગ લાગતાં Call of Dutyના ડેવલપરનું નિધન, ગેમિંગ જગતમાં શોકની લહેર

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
એક્સિડેન્ટ બાદ ફરારીમાં આગ લાગતાં Call of Dutyના ડેવલપરનું નિધન, ગેમિંગ જગતમાં શોકની લહેર 1 - image


Call of Duty Creator Tragically Died in a Car Accident:  ખૂબ જ લોકપ્રિય ગેમ ‘કોલ ઓફ ડ્યૂટી’ (Call of Duty)ના નિર્માતા વિંસ ઝમ્પેલાનું 55 વર્ષની ઉંમરે કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું છે. તેમણે ઘણી જાણીતી ગેમ્સ દુનિયાને આપી છે. એમાં ‘ટાઇટનફોલ’, ‘એપેક્સ લીજેન્ડ્સ’ અને ‘સ્ટાર વોર્સ જેડી’નો પણ સમાવેશ થાય છે. 55 વર્ષની ઉંમરે વિંસે ખૂબ જ નામ કમાયું છે. ગેમિંગની દુનિયામાં તેમણે એક ખૂબ જ મોટી છાપ છોડી છે અને તેમના મૃત્યુથી ગેમિંગ જગતને ખૂબ જ શોક લાગ્યો છે. તેમણે ઘણી લાઇવ ઇ-સ્પોર્ટ્સ ગેમ્સને દુનિયા સમક્ષ રજૂ કરી છે જેમાં ‘કોલ ઓફ ડ્યૂટી’નો પણ સમાવેશ થાય છે.

વિંસ ઝમ્પેલાના મૃત્યુની ખબર તેમની કંપની દ્વારા X પર પોસ્ટ કરીને આપી હતી. તેમની કંપનીની પોસ્ટને ઇલેક્ટ્રોનિક આર્ટ્સ કંપની દ્વારા રીપોસ્ટ કરવામાં આવતાં એ વાતની પુષ્ટિ થઈ હતી. કેલિફોર્નિયામાં આવેલી ઇલેક્ટ્રોનિક આર્ટ્સ એક ખૂબ જ મોટી ઇ-સ્પોર્ટ્સ કંપની છે જેની અંદર વિંસની ‘રીસ્પોન’ કંપનીનો પણ સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રોનિક આર્ટ્સ કંપનીએ શું કહ્યું?  

વિંસના મૃત્યુ વિશે ઇલેક્ટ્રોનિક આર્ટ્સ કંપનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે, ‘વિંસના મૃત્યુથી અમને ખૂબ જ મોટી ખોટ જોવા મળશે. વિંસની ફેમિલી, તેના પ્રિયજનો અને એ દરેક વ્યક્તિ જે વિંસના કામ સાથે જોડાયેલા છે એ તમામ પ્રત્યે અમને સહાનુભૂતિ છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં વિંસનું કામ ખૂબ જ અદ્ભુત રહ્યું છે. તેઓ એક ફ્રેન્ડ, સાથી કર્મચારી, લીડર અને એક વિઝનરી ક્રીએટર હતા. તેમના કામથી મોડર્ન ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટને એક અલગ જ આકાર મળ્યો છે. તેમના કામથી દુનિયાભરના ડેવલપર્સ અને પ્લેયર્સ ખૂબ જ પ્રેરિત થયા છે. ભવિષ્યમાં બનનારી ગેમ્સ અને લોકો કેવી રીતે એકમેકથી કનેક્ટ થાય છે એ હંમેશાં તેમના કામથી પ્રેરિત હશે.’



કેવી રીતે થયું મૃત્યુ?  

એક રિપોર્ટ અનુસાર વિંસ ઝમ્પેલા 22 ડિસેમ્બરની મોડી રાતે તેની કાર ફરારીમાં નોર્થ લોસ એન્જેલિસ તરફ જઈ રહ્યો હતો. અંડરગ્રાઉન્ડમાંથી પાસ થયા બાદ તેમની કાર એક કોંક્રીટ સાથે જઈને અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં તરત આગ લાગી હતી. વિંસનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું. તેમની સાથે એક વ્યક્તિ પણ હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું.

વિંસ ઝમ્પેલાના કરીયર પર એક નજર  

વિંસ સૌથી વધુ લોકપ્રિય ‘કોલ ઓફ ડ્યૂટી’ને કારણે થયો હતો. જોકે ત્યાર બાદ તેમણે રીસ્પોન એન્ટરટેઇનમેન્ટ નામનો એક સ્ટુડિયો શરૂ કર્યો હતો. એના દ્વારા ઘણી ઓનલાઇન ગેમ બનાવવામાં આવી હતી. એમાં ‘ટાઇટનફોલ’, ‘એપેક્સ લીજેન્ડ્સ’ અને ‘સ્ટાર વોર્સ જેડી’નો સમાવેશ થાય છે. વિંસ દ્વારા ગેમિંગની દુનિયામાં પહેલું પગલું 1990ના દાયકામાં રાખવામાં આવ્યું હતું. 2002માં તેમણે ઇન્ફિનિટી વોર્ડ નામનો સ્ટુડિયો શરૂ કર્યો હતો અને 2003માં ‘કોલ ઓફ ડ્યૂટી’ લોન્ચ કરી હતી. ત્યાર બાદ એ સ્ટુડિયોને એક્ટિવિઝન દ્વારા ખરીદી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ચેટજીપીટી લઈને આવ્યું નવું ફીચર: ચેટબોટનો વાત કરવાનો ‘મૂડ’ પોતે નક્કી કરી શકશે યુઝર્સ, જાણો કેવી રીતે…

વિંસ દ્વારા 2010માં એક્ટિવિઝન છોડીને તેમણે ફરી એક નવો સ્ટુડિયો શરૂ કર્યો હતો. એનું નામ તેમણે રીસ્પોન એન્ટરટેઇનમેન્ટ આપ્યું હતું. આ સ્ટુડિયોને 2017માં ઇલેક્ટ્રોનિક આર્ટ્સ દ્વારા ખરીદી લેવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક આર્ટ્સમાં આવ્યા બાદ વિંસને દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. આ કાર્યકાળ દરમ્યાન તેમણે મોડર્ન ફર્સ્ટ પર્સન શૂટિંગ ગેમ્સને બનાવવાનું શરૂ કર્યું અને એ પ્રકારની ગેમ્સમાં તેઓ એક લીડર બનીને બહાર ઊભર્યા. તેમણે મલ્ટીપ્લેયર ગેમ્સની શરૂઆત કરી જે માટે આજે ઇલેક્ટ્રોનિક આર્ટ્સ જાણીતું છે. તેમણે ગેમ્સમાં એક ઝનૂન, સ્પર્ધા અને પોતાને સાબિત કરવાની એક અનોખું મિશ્રણ લોકો સમક્ષ રજૂ કર્યું અને એને કારણે લોકોને એ ખૂબ જ પસંદ આવ્યું. આજ કારણ છે કે આજે પણ ‘કોલ ઓફ ડ્યૂટી’ મોટાભાગના દરેક દેશમાં ખૂબ જ જાણીતી ગેમ છે.

એક્સિડેન્ટ બાદ ફરારીમાં આગ લાગતાં Call of Dutyના ડેવલપરનું નિધન, ગેમિંગ જગતમાં શોકની લહેર 2 - image

કોલ ઓફ ડ્યૂટી આટલી લોકપ્રિય ગેમ કેમ છે?  

2003માં વિંસ દ્વારા જ્યારે આ ગેમ લોન્ચ કરવામાં આવી ત્યારે એને એવી રીતે બનાવવામાં આવી હતી કે દરેકની નજરમાં એ આવી ગઈ હતી. તેમણે બીજા વિશ્વ યુદ્ધની સ્ટોરી પર આધારિત આ ગેમને તૈયાર કરી હતી. મોડર્ન શૂટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જગ્યાએ તેમણે બીજા વિશ્વયુદ્ધના હથિયારો પર ધ્યાન આપ્યું હતું. તેમણે ધીમે-ધીમે ગેમને અપગ્રેડ કરવાની શરૂ કરી હતી અને ત્યાર બાદ હથિયાર પણ મોડર્ન લાવવાના શરૂ કર્યાં હતાં. ગેમને એટલી એડ્વાન્સ લઈ જવામાં આવી કે એમાં ભવિષ્યના સોલ્જરનો કોન્સેપ્ટ પણ રાખવામાં આવ્યો હતો. તેમણે ગેમ્સને ખૂબ જ રસપ્રદ બનાવી અને એને મોબાઇલ, પ્લે સ્ટેશન, એક્સબોક્સ અને કોમ્પ્યુટર જેવા દરેક ડિવાઇસ પર રમવા માટે લોન્ચ કરવામાં આવી. આ ગેમની કોપી 500 મિલિયનથી પણ વધુ વેચાઈ છે અને એની પાઇરસી કરવામાં આવી હોય એ અલગ. એક્ટિવિઝન અનુસાર આ ગેમ લોકોમાં હજી પણ ખૂબ જ લોકપ્રિય છે.