| AI Image |
Moon And Jupiter Show: આકાશમાં તારા અને ગ્રહની મજા માણનારા માટે સાતમી ડિસેમ્બર ખૂબ જ ખાસ છે. રવિવારે ચંદ્ર અને જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ એકમેકની ખૂબ જ નજીક આવશે. બન્નેને નરી આંખે જોઈ શકાશે અને એ માટે કોઈ સાધનની પણ જરૂર નહીં પડે. આ વર્ષે આકાશમાં એવી ઘટનાઓ થઈ છે જેને નરી આંખે જોઈ શકાઈ હતી. થોડા દિવસ પહેલાં જ આ વર્ષની છેલ્લી પૂનમ ગઈ હતી જે દિવસે પણ ચંદ્ર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો.
આકાશમાં શું જોવા મળશે?
સૂર્યાસ્ત બાદ ચંદ્ર પૂર્વ દિશામાંથી ઉગશે. એની ઉપર જ્યુપિટર ખૂબ જ ચમકતો જોવા મળશે. એને નરી આંખે પણ જોઈ શકાશે કારણ કે તે ખૂબ જ સાફ દેખાશે. અંતરિક્ષમાં તેઓ એકમેકની ખૂબ જ દૂર હોવા છતાં આકાશમાં તેઓ બન્ને આજુબાજુમાં છે એવું જોવા મળશે. આ પ્રકારની ઘટના ખૂબ જ ઓછી થતી હોય છે અને એ રવિવારે રાતે લોકોને જોવા મળશે.
જોવા માટેનો શ્રેષ્ઠ સમય
સાત ડિસેમ્બરે સૂર્યાસ્ત થતાં તે આકાશમાં તરત જ જોવા મળશે. મધરાત સુધી બન્ને એકમેકની બાજુમાં જોવા મળશે. લોકો એને નરી આંખે જોઈ શકશે, પરંતુ બાયનોક્યુલર અથવા તો નાના ટેલિસ્કોપ દ્વારા એને ખૂબ જ સારી રીતે જોઈ શકાશે.
આ કેમ સ્પેશિયલ છે?
આ ઘટનાને સંયોજન કહેવામાં આવે છે જ્યાં બે ગ્રહ એકમેકની ખૂબ જ નજીક આવતાં હોય છે. જ્યુપિટર આપણા સૂર્યમંડળમાં ખૂબ જ તેજસ્વી ગ્રહ છે. ચંદ્ર એની બાજુમાં હોવાથી બન્નેને ખૂબ જ સરળતાથી શોધી અને જોઈ શકાશે. કોઈ પણ ઍડ્વાએડવાન્સ ટૂલ વગર ખગોળશાસ્ત્રની મજા માણવા માટે આ ખૂબ જ સરળ રસ્તો છે.
આ પણ વાંચો: આઇફોન એરનો રીસેલ વેલ્યુમાં કડાકો: લોન્ચના દસ અઠવાડિયમાં રીસેલ વેલ્યુની કિંમત થઈ અડધી
ડિસેમ્બરમાં આકાશમાં શું-શું થશે?
આ મહિનો આકાશમાં તારા અને ગ્રહની મજા માણનાર રસિયાઓ માટે શ્રેષ્ઠ છે. સાતમી ડિસેમ્બરે ચંદ્ર અને જ્યુપિટર એકમેકની નજીક આવશે. 13-14 ડિસેમ્બરે જેમિનિડ મીટિયર શાવર જોવા મળશે. 19 ડિસેમ્બરે કોમેટ 3I/ATLAS પૃથ્વીની નજીકથી પસાર થશે. બની શકે બાકીની બે ઇવેન્ટ નરી આંખે નહીં જોઈ શકાય, પરંતુ ચંદ્ર અને જ્યુપિટરને જરૂર જોઈ શકાશે.


