Get The App

આઇફોન એરનો રીસેલ વેલ્યુમાં કડાકો: લોન્ચના દસ અઠવાડિયમાં રીસેલ વેલ્યુની કિંમત થઈ અડધી

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન એરનો રીસેલ વેલ્યુમાં કડાકો: લોન્ચના દસ અઠવાડિયમાં રીસેલ વેલ્યુની કિંમત થઈ અડધી 1 - image

iPhone Air Resale Value Crash: એપલનો લેટેસ્ટ આઇફોન એર તેની ખૂબ જ પાતળી ડિઝાઇન માટે જાણીતો છે. જોકે એપલ એરના યુઝર્સ અને કંપની માટે એક ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો છે કારણ કે હવે એની રીસેલ વેલ્યુ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. અત્યાર સુધીના દરેક આઇફોનના મોડલ કરતાં એની રીસેલ વેલ્યુ ખૂબ જ ઝડપથી અને રેકોર્ડ-બ્રેકિંગ છે. એની રીસેલ વેલ્યુ 50 ટકા સુધી ઘટી ગઈ છે. આથી એ મોડલ ખરીદનાર અને રીસેલ કરનાર દરેક માટે એ ચિંતાનો વિષય બની ગયો છે.

આઇફોન એરની વેલ્યુમાં થયો ઘટાડો

એક ડેટા મુજબ આઇફોન એરની રીસેલ વેલ્યુ 40થી લઈને 48 ટકા સુધી ઘટી ગઈ છે. લોન્ચ થયાના દસ અઠવાડિયાની અંદર જ ઓરિજિનલ કિંમત કરતાં તેની વેલ્યુ અડધી થઈ ગઈ છે. 256 GB મોડલની લોન્ચ કિંમત 999 અમેરિકન ડોલર હતી જે ભારતમાં 1,19,900 રૂપિયા હતી. આ કિંમત હવે રીસેલ માર્કેટમાં 40 ટકા ઓછી થઈ ગઈ છે. 512 GB મોડલની લોન્ચ કિંમત 1199 અમેરિકન ડોલર હતી જે ભારતમાં 1,39,900 રૂપિયા છે. એની રીસેલ કિંમતમાં 45 ટકાનો ઘટાડો અને 1 TB મોડલમાં 47.7 ટકાનો ઘટાડો થઈ ગયો છે. આઇફોન 17 સિરીઝના અન્ય મોડલની રીસેલ વેલ્યુ 34.6 ટકા ઘટી ગઈ છે. જોકે એર કરતાં એ હજી પણ સારી છે.

કેમ રીસેલ વેલ્યુમાં થયો ઘટાડો?

એપલ દ્વારા તેની અલ્ટ્રા-થિન ડિઝાઇનને ખૂબ જ હાઇપ કરવામાં આવી હતી, પરંતુ એમ છતાં યુઝર્સનો એમાં રસ ઓછો હતો અને એથી જ એની ડિમાન્ડ ઓછી થતાં એની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ એનું સેલિંગ પણ ધારણા કરતાં ખૂબ જ ઓછું છે. આઇફોન મિની અને પ્લસ સિરીઝ સાથે એપલને જે નિષ્ફળતા મળી હતી એ જ હવે આઇફોન એર સાથે પણ થઈ રહ્યું છે. એરમાં પ્રો મોડલ જેટલી લોકપ્રિયતા નથી રહી. એનો ઉપયોગ કરનાર ખૂબ જ ઓછા લોકો છે. ટ્રેડ-ઇન કંપનીઓ દ્વારા આ મોડલ પર ખૂબ જ મોટી ઓફર આપવામાં આવી રહી છે. એના કારણે માર્કેટમાં એની ડિમાન્ડ ઓછી હોવાનું જાણી શકાય છે.

ગ્રાહકોની વધી ચિંતા

એપલ દ્વારા એર લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે જેમણે મોબાઇલ ખરીદ્યો હતો તેઓ હવે જ્યારે વેચવા જઈ રહ્યા છે ત્યારે તેમને ખૂબ જ ઓછી કિંમત મળી રહી છે. આથી બાયબેક એટલે કે મોબાઇલ ખરીદીને એને ફરી વેચનાર માટે આ પ્રોડક્ટ ખૂબ જ રિસ્કથી ભરેલી હોવાથી એને કોઈ ખરીદી પણ નથી રહ્યું. ખૂબ જ ઓછા ગ્રાહકો છે જેઓ એરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: ચાઇનીઝ બ્રાન્ડની ડાર્ક સાઇડ: વનપ્લસના મોબાઇલમાં AI અરુણાચલ પ્રદેશ વિશે પૂછતાં ક્રેશ થઈ જાય છે…

આઇફોન એર મોડલના ભવિષ્ય પર પ્રશ્નચિન્હ

એર મોડલ ખરીદનાર યુઝર્સને રીસેલ વેલ્યુ ન મળી રહી હોવાથી તેઓ એને ખરીદવાનું પસંદ નથી કરી રહ્યા. આથી એપલ હવે ભવિષ્યમાં એર મોડલ લોન્ચ કરે કે નહીં તેમ જ કરે તો એમાં શું સમાવેશ કરવો એ વિશે તેમણે વિચાર કરવું ખૂબ જ જરૂરી છે. આ રીસેલ વેલ્યુ પરથી જાણી શકાય છે કે પ્રીમિયમ ડિવાઇસ હોય અને હાલમાં જ લોન્ચ થઈ હોય તો પણ યુઝર્સ એમાં ખૂબ જ ઝડપથી ઇન્ટરેસ્ટ ખોઈ શકે છે. આથી હવે એક વસ્તુ નક્કી છે કે એપલ જેવી બ્રાન્ડ હોવા છતાં રીસેલ વેલ્યુની કોઈ ગેરંટી નથી.

Tags :