Get The App

આવી રહ્યો છે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' નો યુગ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
આવી રહ્યો છે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' નો યુગ 1 - image

- Mk[o yuÂLsLk{kt yuykR nðu ÃknkU[u Au yuf Lkðk ÷uð÷u

અત્યાર સુધી આપણે ઇન્ટરનેટની અફાટ દુનિયામાં અબજો વેબપેજમાં વેરવિખેર પડેલી ઇન્ફર્મેશનમાંથી આપણને જોઇતી વાતો શોધી કાઢવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા આવ્યા છીએ. આ કામ ગૂગલ ગજબની અસરકારક રીતે અને ઝડપ સાથે કરી આપે છે. હવે સર્ચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આગમન સાથે સર્ચ રિઝલ્ટ્સમાં નવા આયામ પણ ઉમેરાયા છે.

પરંતુ હવે આખી વાત એક નવા લેવલે જઈ રહી છે.

જે રીતે આપણા વાસ્તવિક જીવનમાં કહેવામાં આવે છે કે આપણે આસપાસની બહારની દુનિયામાં શાંતિની ખોજ ભલે કરીએ, પરંતુ અસલી શાંતિ તો ખરેખર આપણી અંદર જ છુપાયેલી છે, કંઈક એ જ રીતે, ગૂગલ સર્ચ પણ હવે આપણને પોતાની આંતરિક દુનિયામાં ખાખાંખોળાં કરવામાં મદદ કરશે! જાણો, કેવી રીતે.

Mk[o{kt ‘RLMkkRxTMk’ {u¤ððk ykÃkýu ÃkkuíkkLkkt rðrðÄ yufkWLx fLkuõx fhe þfeþwt

અત્યારે આપણે જીમેઇલમાંનો કોઈ મેઇલ કે પોતાના ફોટો કલેક્શનમાંથી કોઈ ચોક્કસ ફોટો શોધવો હોય, તો શું કરીએ? સિમ્પલ છે, એ માટે જીમેઇલ અથવા  ગૂગલ ફોટોઝ એપ ઓપન કરીને તેમાં સર્ચ કરીએ. પરંતુ એ રીતે, જે તે ઇમેઇલ કે ફોટો મળી જાય, પણ તેના વિશેની, તેની આજુબાજુની કોઈ માહિતી કે ‘ઇન્સાઇટ’ ન મળે. હવે એ પણ મળી શકશે, ગૂગલ સર્ચમાં!

ગૂગલ સર્ચના એઆઇ મોડમાં ‘પર્સનલ ઇન્ટેલિજન્સ’ ઉમેરાઈ રહી છે. તેને કારણે આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીશું ત્યારે આખા ઇન્ટરનેટ તથા ગૂગલ પરની આપણી એક્ટિવિટી તો ધ્યાને લેવાશે જ, સાથોસાથ આપણા પોતાના જીમેઇલ, ગૂગલ ફોટોઝ એકાઉન્ટમાંની વિગતો પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ બધું ફક્ત ગૂગલ અને આપણી વચ્ચે રહેશે. અન્ય કોઈ તે જોઈ શકશે નહીં.

આ ફીચર કેવી રીતે કામ કરશે?

‘પર્સનલ ઇન્ટેલિજન્સ’ કેવી રીતે કામ કરશે તેનું એક ઉદાહરણ જોઇએ. ધારો કે તમે કોઈ ચોક્કસ પ્રકારના શૂઝ ખરીદવાનું વિચારી રહ્યા છો. એ માટે તમે ગૂગલ પર સર્ચ કરો છો. આપણી ક્વેરી અનુસાર સર્ચ એન્જિન જુદા જુદા પ્રકારના શૂઝની ઇન્ફર્મેશન ધરાવતાં વેબપેજિસ તો બતાવશે જ, તેની સાથોસાથ તે એ પણ શોધી લાવશે કે નજીકના સમયમાં આપણે અન્ય કોઈ શૂઝ ખરીદ્યા છે કે કેમ? આ માહિતી તેને આપણા જીમેઇલ એકાઉન્ટમાંથી આપેલી પેમેન્ટ રિસિપ્ટ કે ઓર્ડર ડિલિવરીના ઇમેઇલમાંથી મળશે. તે જ રીતે ગૂગલ ફોટોઝમાં તેને આપણે હાલમાં કેવા પ્રકારના શૂઝ પહેરીએ છીએ એ પણ જાણવા મળશે. આ બંને માહિતીનો તાળો મેળવીને સર્ચ એન્જિન નક્કી કરશે કે આપણને કઈ બ્રાન્ડના, ક્યા પ્રકારના શૂઝ વધુ ગમે છે. આ માહિતીના જોર પર તે આપણને ખરેખર ગમે તેવા શૂઝ સૂચવશે!

બીજું એક ઉદાહરણ જોઈએ. માની લો કે આપણે કોઈ સ્થળે ફરવા જવું છે. એ માટે ગૂગલ પર કંઈ સર્ચ કરી રહ્યા હોઈએ, તો ત્યારે ગૂગલ સર્ચમાં ‘પર્સનલ ઇન્ટેલિજન્સ’ એક્ટિવેટ થશે. ફરીથી, આ સિસ્ટમ આપણે હાલમાં જે સ્થળ વિશે સર્ચ કરી રહ્યા છીએ એ સ્થળ માટે અગાઉ જે હોટેલ બુક કરાવી હોય તથા જે જે ફરવાલાયક સ્થળો જોયાં હોય કે આઇસક્રીમ પાર્લર, રેસ્ટોરાં વગેરેની મુલાકાત લીધી હોય તે બધી વિગતો સિસ્ટમ આપણા જીમેઇલ તથા ફોટોઝ એકાઉન્ટમાંના ફોટોગ્રાફમાંથી શોધી લાવશે અને તેને આધારે માત્ર આપણને તથા આપણા ફેમિલી માટે પર્સનલાઇઝ્ડ રેકમેન્ડેશન્સ કરવામાં આવશે.

પ્રાઇવસી પર તરાપ?

દેખીતું છે કે આ બધું એઆઇના જમાનામાં ગૂગલ સર્ચને વધુ ને વધુ ધારદાર બનાવવાનો પ્રયાસ છે. બીજી રીતે જોઇએ તો તે આપણી પ્રાઇવસી પર વધુ એક નવતર રીતે થતી તરાપ છે. એટલું ખરું કે આપણે પોતે ઇચ્છીએ તો જ પોતાના જીમેઇલ તથા ગૂગલ ફોટોઝને ગૂગલના સર્ચ એન્જિન સાથે કનેક્ટ કરી શકીશું. આ કનેકશન્સ આપણે ઇચ્છીએ ત્યારે બંધ પણ કરી શકીશું. ગૂગલ એવી પણ ચોખવટ કરે છે કે ગૂગલ આપણા જીમેઇલ ઇનબોક્સમાંની વિગતો તથા ગૂગલ ફોટોઝ લાયબ્રેરીમાંના આપણા ફોટોઝ તથા વીડિયોની મદદથી તેના જેમિનાઈ મોડેલને ટ્રેઇન નહીં કરે. બધાં જ એઆઇ મોડેલ અત્યારે માહિતીની ચોક્સાઇ બાબતે જે રીતે હાથ ઊંચા કરી દે છે, એ જ રીતે ગૂગલ પણ કહે છે કે આ રીતે પોતાના જીમેઇલ અને ફોટોઝ એકાઉન્ટ્સને ગૂગલ સર્ચ સાથે કનેક્ટ કર્યા પછી એઆઇ મોડમાં પર્સનલ ઇન્ટેલિજન્સ ગોટાળા કરી શકે છે. આપણે એ તરફ સિસ્ટમનું ધ્યાન દોરી શકીશું.

આપણે થોડી રાહ જોવી પડશે

હાલમાં આ ફીચરનો ‘લાભ’ ફક્ત ઇંગ્લિશ ભાષામાં અને યુએસમાં મર્યાદિત ગૂગલ એઆઇ પ્રો એકાઉન્ટ ધરાવતા યૂઝર્સને મળશે. તેનો લાભ લેવા માટે ગૂગલ સર્ચ પેજ પર ગયા પછી આપણા પ્રોફાઇલ પિકચર પર ટેપ કરવાનું રહેશે. તેમાં સર્ચ પર્સનલાઇઝેશન પર ક્લિક કરીને ‘કનેક્ટેડ કન્ટેન્ટ એપ્સ’ સિલેક્ટ કરીને પોતાના ગૂગલ વર્ક સ્પેસ તથા ગૂગલ ફોટોઝને ગૂગલ સર્ચ એન્જિન સાથે કનેક્ટ કરી શકાશે.