Get The App

14 રૂપિયામાં ચાર્જ થશે કાર: ટેસ્લાએ ભારતમાં શરુ કર્યું પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન, આટલી મિનિટમાં ચાર્જ થઈ જશે કાર

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
14 રૂપિયામાં ચાર્જ થશે કાર: ટેસ્લાએ ભારતમાં શરુ કર્યું પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન, આટલી મિનિટમાં ચાર્જ થઈ જશે કાર 1 - image


Tesla Launch Super Charging Station: ઇલોન મસ્કની અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા દ્વારા ભારતમાં પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યું છે. ટેસ્લાએ આજે એટલે કે સોમવારે બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા અપસ્કેલ વનમાં ભારતનું પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન શરુ કર્યું છે. ટેસ્લા દ્વારા ભારતમાં પહેલો શોરૂમ મુંબઈમાં શરુ કરવામાં આવ્યો હતો અને હવે પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

14 મિનિટમાં થઈ જશે કાર ચાર્જ

ટેસ્લા દ્વારા 15 જુલાઈએ ભારતમાં તેના શોરૂમની શરુઆત કરવામાં આવી હતી અને મોડલ Y કારને સત્તાવાર રીતે લોન્ચ પણ કરી હતી. આ કારની શરુઆતની કિંમત ₹59.89 લાખ છે અને એ ₹73.89 લાખ સુધી પહોંચી શકે છે. આ સુપરચાર્જિંગ સ્ટેશન દરેક ઇલેક્ટ્રિક કાર માટે નથી. જે પણ કારમાં આ ચાર્જિંગ સ્ટેશનનો સપોર્ટ આપ્યો હશે એ કાર ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જશે. ટેસ્લા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 14 મિનિટ ચાર્જ કરવામાં આવશે તો તેમની કાર 300 કિલોમીટર સુધીની રેન્જ આપી શકશે.

ચાર્જ કરવા પાછળ કેટલો થશે ખર્ચ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સુપરચાર્જિંગ સેન્ટરમાં ચાર V4 સુપરચાર્જર સ્ટોલ (DC ફાસ્ટ ચાર્જર) અને ચાર ડેસ્ટિનેશનલ ચાર્જિંગ સ્ટોલ(AC ચાર્જર)નો સમાવેશ કરવામાં આવ્યો છે. 250 kW વાળા સુપરચાર્જરની કિંમત ₹24 પ્રતિ એક kWh છે. બીજી તરફ ડેસ્ટિનેશનલ ચાર્જરમાં ₹14 પ્રતિ એક kWhની કિંમત રાખવામાં આવી છે. આ ચાર્જર 11 kWની ઝડપથી કાર ચાર્જ કરશે. સપ્ટેમ્બર મહિના સુધીમાં લોઅર પરેલ, થાણે અને નવી મુંબઈમાં આ પ્રકારના એક-એક ચાર્જિંગ સ્ટેશન શરુ કરવાનો કંપનીનો પ્લાન છે.

14 રૂપિયામાં ચાર્જ થશે કાર: ટેસ્લાએ ભારતમાં શરુ કર્યું પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન, આટલી મિનિટમાં ચાર્જ થઈ જશે કાર 2 - image

14 મિનિટમાં 267 કિલોમીટર

ટેસ્લાનો દાવો છે કે ભારતમાં તેમની મોડલ Y કારને 14 મિનિટ સુપરચાર્જિંગથી ચાર્જ કરવાથી એ 267 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. યુઝર્સ ટેસ્લા એપ દ્વારા ચાર્જિંગ સ્ટેશનનો એક્સેસ, મોનિટર અને પેમેન્ટ કરી શકે છે. આ ઍપ્લિકેશન દ્વારા રિયલ-ટાઇમમાં કાર ચાર્જ કરવા માટે જગ્યા છે કે નહીં એ પણ જણાવી શકાય છે.

મુંબઈમાં ટેસ્લાનું આ મોડલ લોન્ચ કરવાની સાથે તેનું બુકિંગ પણ શરુ થઈ ચૂક્યું છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો કોઈ પણ વ્યક્તિ હવે ટેસ્લાનું બુકિંગ કરાવી શકે છે. કંપની દ્વારા અગાઉ જણાવ્યું હતું કે કારની ડિલિવરી માટે મુંબઈ, પૂણે, દિલ્હી અને ગુરુગ્રામને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યાર બાદ ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ કારની ડિલિવરી કરવામાં આવશે.

કેવી છે ટેસ્લાની મોડલ Y કાર?

ટેસ્લાની મોડલ Y કારને ભારતમાં પણ બે અલગ-અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. એક મોડલમાં 60 kWhની બેટરી કેપેસિટી છે અને બીજા મોડલમાં 75 kWhની બેટરી કેપેસિટી છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં એક જ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 295 hp પાવર જનરેટ કરે છે. આ કારને એક વાર ચાર્જ કરતાં તે 500 કિલોમીટર રેન્જ આપે છે. લોંગ રેન્જ વેરિઅન્ટ 622 કિલોમીટર રેન્જ આપે છે, પરંતુ તેમાં પાવર વધુ છે.

આ પણ વાંચો: ઓવરથિંકર ભારતીયોમાં ચેટજીપીટીનો ઉપયોગ વધુ, થેરેપી તરીકે પણ AIની મદદ લેવાનો ટ્રેન્ડ

ટેસ્લાના જણાવ્યા મુજબ રિઅર વ્હીલ ડ્રાઇવિંગ વર્ઝન 0થી 100ની ઝડપે 5.9 સેકન્ડમાં પહોંચે છે. બીજી તરફ લોંગ રેન્જ વર્ઝન આ ઝડપ 5.6 સેકન્ડમાં પકડી લે છે. લોંગ રેન્જ વર્ઝનની બેટરી સુપરચાર્જર દ્વારા 14 મિનિટમાં ચાર્જ કરતાં એ 238થી 267 કિમી સુધીની રેન્જ આપી શકે છે.

Tags :