ઓવરથિંકિંગ માટે ભારતીયો ઉપયોગ કરે છે ચેટજીપીટીનો: થેરાપિસ્ટ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે AIનો
Indian Use AI For Overthinking: ભારતીયો હવે ઓવરથિંકિંગનો સામનો કરવા માટે ચેટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે. YouGov દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતીયો ઓવરથિંકિંગ વખતે ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ અનુસાર 81 ટકા ભારતીયો રોજના ત્રણ કલાકથી વધુ સમય ઓવરથિંકિંગ પાછળ પસાર કરે છે. આ ઓવરથિંકિંગ લાઇફના મોટા-મોટા નિર્ણય માટે નથી હોતું. જોકે બોસના સામાન્ય જવાબથી લઈ ને ડિનર માટે શું ઑર્ડર કરવું જેવી સામાન્ય બાબતો પાછળ હોય છે.
AIનો થેરાપિસ્ટ તરીકે ઉપયોગ
આ રિપોર્ટ મુજબ એ પણ જાણવા મળ્યું છે કે ત્રણમાંથી એક વ્યક્તિ ઓવરથિંકિંગ માટે ગૂગલ અથવા તો ચેટજીપીટી જેવા ટૂલનો ઉપયોગ કરે છે. કોઈ પણ વ્યક્તિ તરફથી આપવામાં આવેલા જવાબ, કોઈને ગિફ્ટ આપવી અથવા તો ક્યાં ફરવા જવું વગેરે બાબતો માટે AIનો ઉપયોગ કરવામાં આવે છે. ડિજિટલ એજમાં હવે એક ઓનલાઇન લાઇફ પણ થઈ ગઈ છે. આ કારણસર વ્યક્તિના નિર્ણય હવે ઓનલાઇન લાઇફને લગતાં પણ હોય છે અને એને કારણે તેમને એન્ઝાયટી પણ હોય છે. આથી ઘણા લોકો માટે ચેટજીપીટી હવે એક થેરાપિસ્ટ તરીકે પણ કામ કરે છે.
સોશિયલ મીડિયા છે મુખ્ય કારણ
ઓનલાઇન લાઇફ હોવી એટલે કે સોશિયલ મીડિયાની પ્રોફાઇલ. આ પ્રોફાઇલને કારણે લોકો હવે ઓવરથિંકિંગનો શિકાર થઈ રહ્યા છે. ખાસ કરીને જેન ઝી. તેમની સ્ટોરીઝ અથવા તો રીલ્સ અને પોસ્ટને વધુ વ્યુ અથવા તો લાઇક ન મળ્યા તો તેઓ ચિંતામાં આવી જાય છે. ઘણા તો તેમની લાઇફની આ સૌથી મોટી ક્રાઇસિસ હોય એવું વર્તન કરે છે. ઘણાં યુઝર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે તેઓ પોસ્ટ કરવી કે નહીં, ફિલ્ટર્સ અને કેપ્શન જેવી બાબતોને લઈને પણ ખૂબ જ વિચાર કરે છે.
આ પણ વાંચો: 'ચેટબોટે પોતાની ભાષા બનાવી લીધી તો...', AIના ગોડફાધરની વિશ્વને ચેતવણી
યુઝર્સને ચેતવણી
સેમ ઓલ્ટમેન દ્વારા અગાઉ યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની પર્સનલ વાત ચેટજીપીટીને કહેવાથી દૂર રહે. તેમણે કહ્યું હતું કે ચેટજીપીટીના કોઈ પણ ડેટા પ્રાઇવેટ નથી. તેમ જ હાલમાં જ ચેટજીપીટીની કેટલીય ચેટ પણ લીક થઈ હતી જે ગૂગલ સર્ચ પર જોવા મળી રહી છે. આ ચેટને લઈ ને ચેટજીપીટીએ તેમનું એક ફીચર પણ કાઢી નાખ્યું હતું. જોકે યુઝર્સને કંપની દ્વારા ચેતવવામાં આવ્યા છે કે તેમણે કેટલી અંગત વાત કરવી એ વિશે ફરી વિચાર કરવાની જરૂર છે.