Get The App

પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: વિજ્ઞાનીઓએ વિકસાવ્યું નવું પ્લાસ્ટિક, કલાકોની અંદર દરિયામાં ઓગળી જશે

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: વિજ્ઞાનીઓએ વિકસાવ્યું નવું પ્લાસ્ટિક, કલાકોની અંદર દરિયામાં ઓગળી જશે 1 - image


New Pollution Free Plastic: વિજ્ઞાનીઓ દ્વારા એક એવા પ્લાસ્ટિકની શોધ કરવામાં આવી છે જેને કારણે પોલ્યુશન નહીં થાય. આવતી કાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી જાપાનના વિજ્ઞાનીઓ દ્વારા પ્લાસ્ટિકનો એક નવો પ્રકાર શોધવામાં આવ્યો છે, જે દરિયામાં જતાં થોડા કલાકની અંદર ઓગળી જશે. આથી પ્લાસ્ટિકને કારણે પોલ્યુશન થાય અને દરિયો ખરાબ થઈ રહ્યો છે, એના પર હવે કન્ટ્રોલ રાખી શકાશે. આ રિસર્ચ ઇમરજન્ટ મેટર સાયન્સ અને યુનિવર્સિટી ઑફ ટોક્યોના રિકેન સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

નવા પ્લાસ્ટિકની શોધ

જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા એક નવા પ્રકારનું પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે. આ પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કરતાં પણ વધુ ઝડપથી દરિયામાં ઓગળી જશે. ઓગળતાંની સાથે જ પ્લાસ્ટિકનું નામ-નિશાન દરિયામાં જોઈ શકાશે નહીં. ટોક્યોમાં આવેલી વાકો સિટીમાં આ પ્લાસ્ટિકને રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેક્ટિકલમાં દેખાડવામાં આવ્યું હતું કે ખારા પાણીની અંદર પ્લાસ્ટિક એક કલાકની અંદર ઓગળી ગયું હતું.

આ પ્લાસ્ટિકને કમર્શિયલ બનાવવાનો હજી પ્લાન નથી બનાવ્યો

આ રિઝલ્ટ ખૂબ જ ઉત્તમ આવ્યું છે. તેમ જ એનાથી કુદરતને પણ ફાયદો થતો હોવાથી એ પ્લાસ્ટિકને કમર્શિયલ બનાવવા માટે હજી સુધી કોઈ પ્લાન બનાવવામાં આવ્યો નથી. આ પ્રોજેક્ટના લીડ, ટકુઝો આઇડા, અનુસાર આ પ્લાસ્ટિકે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. આથી, ભવિષ્યમાં આ પ્લાસ્ટિકને રજૂ કરવામાં આવી શકે છે, જોકે, હજી સુધી એ વિશે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: વિજ્ઞાનીઓએ વિકસાવ્યું નવું પ્લાસ્ટિક, કલાકોની અંદર દરિયામાં ઓગળી જશે 2 - image

2040 સુધીમાં ત્રણ ઘણું પ્લાસ્ટિક પોલ્યુશન થશે

દુનિયાભરના દેશો હાલમાં પ્લાસ્ટિક પોલ્યુશનનો શિકાર બન્યા છે. હાલમાં, તમામ દેશ પ્લાસ્ટિક મુક્ત બનવા માટે કોશિશ કરી રહ્યા છે. જોકે, યુનાઇટેડ નેશન્સ પ્રોગ્રામ મુજબ 2040 સુધીમાં પ્લાસ્ટિક પોલ્યુશન ત્રણ ગણું વધી જશે. 23-37 મિલિયન મેટ્રિક ટન કચરો દર વર્ષે દરિયામાં ઠાલવવામાં આવે છે.

પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક જેટલું મજબૂત

આ રિસર્ચનો મુખ્ય હેતુ પૃથ્વીને વધુ સુરક્ષિત બનાવવાનો હતો. આ વિશે, ટકુઝો આઇડા કહે છે: "બાળકો જે પૃથ્વી પર રહે છે, તેમને પસંદ કરવાનો વિકલ્પ નથી. આથી, વિજ્ઞાની તરીકે, અમારી ફરજ છે કે અમે બાળકો માટે એક સુરક્ષિત પર્યાવરણ બનાવીએ, જેમાં તેઓ રહી શકે."

આ નવા પ્રકારનું પ્લાસ્ટિક પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક જેટલું મજબૂત હશે, જોકે, તે જ્યારે મીઠા પાણીમાં ભળી જશે, ત્યારે ફરી તે તેના ઓરિજિનલ રૂપમાં આવી જશે. આથી, તે પાણીમાં ઓગળી જશે, અને માઇક્રોપ્લાસ્ટિકથી દુનિયાને બચાવી શકાશે.

આ પણ વાંચો: શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મગની દાળ અને મેથી ઉગાડશે: લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન પર કરશે રિસર્ચ

જમીનમાં પણ ઓગળી જશે, પરંતુ સમય લેશે

આ નવું પ્લાસ્ટિક પાણીમાં ખૂબ જ જલદી ઓગળી જશે, કારણ કે, પાણીમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. જો કે, આ પ્લાસ્ટિક સમયની સાથે જમીનમાં પણ ઓગળી જશે. જમીનમાં, એટલે કે માટીમાં પણ મીઠું હોય છે, પરંતુ, એનું પ્રમાણ પાણી કરતાં ઓછું હોય છે. આથી, લગભગ 200 કલાકની અંદર આ પ્લાસ્ટિક જમીનમાં ભળી જવાનું શરુ કરી દે છે. આ પ્લાસ્ટિકની ખાસિયત એ છે કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થતો નથી.

Tags :