'આગામી વર્ષમાં એપલ તમામ આઇફોન ભારતમાં બનાવશે અને નિકાસ કરશે', આવું કહ્યું જ્યોતિરાદિત્ય સિંધિયાએ

Apple To Produce All iPhone in India: એપલના સીઇઓ ટીમ કૂક દ્વારા કંપનીની મીટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે કંપની અમેરિકામાં વેચાતા તમામ મોબાઇલ જૂનમાં ભારતમાંથી સોર્સ કરશે. યુનિયન ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા એ મંગળવારે જણાવ્યું હતું કે ઓરિજિનલ સાધનો મેન્યુફેક્ચર કરતી કંપનીઓ માટે હાલમાં ભારતમાં રોકાણ કરવું ખૂબ જ વ્યૂહાત્મક છે. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે એપલ હવે તમામ આઇફોન ભારતમાંથી સોર્સ કરશે.
ભારત ટેલિકોમ ઈવેન્ટ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા એ જણાવ્યું કે ભારતમાં રોકાણ કરવું માત્ર લાભદાયી નહીં, પણ બુદ્ધિશાળી પગલું છે. આ અંગે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું, "એપલ દ્વારા તેમના તમામ મોબાઇલ આગામી વર્ષમાં ભારતમાં પ્રોડ્યુસ કરીને સોર્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે તમે ભારતમાં રોકાણ કરો છો, ત્યારે તમને ઉપલબ્ધતા, વિશ્વસનીયતા, અને મૂલ્યતા મળે છે."
એપલ અમેરિકાના મોબાઇલ ફોન ભારતમાં પ્રોડ્યુસ કરશે, અને બાકી અન્ય દેશો માટેના મોબાઇલ ચીનમાં મેન્યુફેક્ચર કરવામાં આવશે. આ નિર્ણય ટેક્સ ટેરિફ ને કારણે લેવામાં આવ્યો છે, જેના ફાયદા ભારત સરકાર ઉપાડી રહી છે. ભારત પ્રોડક્શન-લિંક ઈન્સેન્ટિવ દ્વારા કંપનીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેના કારણે અનેક કંપનીઓએ ભારતમાં પોતાનું ઉત્પાદન વધાર્યું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા ના જણાવ્યા મુજબ, "₹4,000 કરોડના રોકાણમાંથી ₹80,000 કરોડનું વેચાણ અને ₹16,000 કરોડનું નિકાસ નોંધાયું છે. સાથે 25,000 નવી નોકરીઓ પણ સર્જાઈ છે, જેના કારણે ભારતના ટેલિકોમ ઇક્વિપમેન્ટ માર્કેટનો નોંધપાત્ર વિકાસ થયો છે."
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટેલિકોમ્યુનિકેશન, ચંદ્રશેખર પેમ્માસાની, એ જણાવ્યું હતું કે, "2014માં ભારત મોટા પ્રમાણમાં મોબાઇલ આયાત કરતું હતું, પરંતુ હવે ભારતમાં મોટાપાયે મોબાઇલ ઉત્પાદન થાય છે અને તે નિકાસ કરતો દેશ બની ગયો છે." 2014માં ભારત 60 લાખ મોબાઇલ યુનિટ ઉત્પાદન કરતું અને 21 કરોડ મોબાઇલ આયાત કરતું. જ્યારે આજે ભારત 33 કરોડ મોબાઇલ ફોન પ્રોડ્યુસ કરે છે અને 5 કરોડ યુનિટ એક્સપોર્ટ કરે છે.
આ પણ વાંચો: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર બેન કરવા માટેની તૈયારી શરૂ
વિશ્વના તમામ આઇફોન પ્રોડક્શનમાં, 15% ઉત્પાદન ભારતમાં થાય છે. રિસર્ચ ફર્મ IDC મુજબ, એપલ દ્વારા વૈશ્વિક સ્તરે 23.21 કરોડ આઇફોન સપ્લાય કરવામાં આવ્યા છે. ભારતમાં સેમિકન્ડક્ટર મિશન ખૂબ જ સફળ સાબિત થયો છે, જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ, સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓની ઉદાહરણરૂપ વિકાસ શક્યતા વધી રહી છે.

