Get The App

‘AI પસંદગી નહીં જરૂરિયાત છે’, જાણો આવું કેમ કહ્યું સુંદર પિચાઈએ…

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
‘AI પસંદગી નહીં જરૂરિયાત છે’, જાણો આવું કેમ કહ્યું સુંદર પિચાઈએ… 1 - image


Sunder Pichai On AI: ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ AIને વીજળી અને આગ કરતાં પણ પાવરફૂલ હોવાનું કહ્યું હતું. AIનો વિકાસ હાલ પૂરજોશમાં થઈ રહ્યો છે, પરંતુ એના પર કન્ટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. સુંદર પિચાઈનું કહેવું છે કે આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે એના પર બધું નિર્ભર છે. મનુષ્ય દ્વારા આગ અને વીજળીને સૌથી મોટી અને મહત્ત્વની શોધ ગણવામાં આવે છે. જો કે સુંદર પિચાઈ દ્વારા AIને એના કરતાં પણ ખાસ શોધ ગણવામાં આવી છે. સુંદર પિચાઈ અનુસાર AI એ ટૅક્નોલૉજીને વધુ ઍડ્વાન્સ બનાવતી શોધ નથી, પરંતુ માનવજાતના ઇતિહાસનો એક ટર્નિંગ પોઇન્ટ છે. તેમના મતે AI દરેક માટે જરૂરિયાત છે.

કહેવોનો અર્થ શું?

ગ્રીક માઇથોલૉજીમાં ટાઇટન દ્વારા ભગવાન પાસેથી આગ ચોરી કરીને માનવજાતને તેમના કલ્યાણ માટે આપવામાં આવી હતી જેને પ્રોમેથિયસ તરીકે ઓળખવામાં આવે છે. સુંદર પિચાઈ દ્વારા AIની પણ બે સાઇડ વિશે વાત કરવામાં આવી છે. જો સારો ઉપયોગ કરે તો એનો ખૂબ જ સારું પરિણામ આવે છે, પરંતુ જો ખોટી રીતે કરવામાં આવ્યો તો એમાં ખૂબ જ રિસ્ક રહેલું છે. આગથી સિવિલાઇઝેશનનો જે રીતે વિકાસ થયો હતો એ જ રીતે AI પણ કરી શકે છે. ઇન્ડસ્ટ્રી, જોબ અને મનુષ્ય કઈ રીતે જીવે છે એ દરેકમાં AI સારો વિકાસ કરી શકે છે. જોકે આ પાવરની સાથે ખૂબ જ મોટી જવાબદારી પણ આવે છે કે એનો ખોટી રીતે ઉપયોગ નહીં થાય. આ વિશે સુંદર પિચાઈ કહે છે, ‘મને હંમેશાંથી લાગ્યું છે કે AI અત્યાર સુધીની મનુષ્યના ઇતિહાસની સૌથી પાવરફૂલ શોધ છે. એ આગ અને વીજળી કરતાં પણ પાવરફૂલ છે.’

સુપર-પાવર આસિસ્ટન્ટ તરીકે AI

સુંદર પિચાઈનું માનવું છે કે AI એક સુપર-પાવર આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં આ AI ખૂબ જ સારી રીતે મદદ કરશે. ડૉક્ટરને મેડિકલમાંથી લઈને, ઑફિસમાં, રસોઈ બનાવવા માટે, વિદ્યાર્થીઓને શીખવાથી લઈને ઘરની લાઇટ પાડવા કે દરેક માટે AI કામ આવી શકે છે. AI દરેક પ્રકારના કામ અને દરેક પ્રોડક્ટમાં કામ આવી શકે છે. એની મદદથી ઘણાં કામ સરળ થઈ શકે છે. લખવાથી લઈને એકાઉન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના કામ પણ એનાથી થઈ શકે છે.

AIને લઈને ઘણી ચેલેન્જ પણ રહેલી છે

સુંદર પિચાઈ દ્વારા તેના ફાયદાની સાથે એના નુક્સાન પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી એ સારું જ છે, પરંતુ ખોટા હાથમાં ગયું અને ખોટી રીતે ઉપયોગ શરુ થયો ત્યારે એને અટકાવી પણ નહીં શકાય. આ AI મોડલને એવી રીતે તૈયાર કરવું જરૂરી છે કે મનુષ્યને નુક્સાન નહીં પહોંચાડી શકે. હાલમાં AIની મદદથી ઘણાં સ્કેમ પણ થઈ રહ્યા છે. આથી આ સ્કેમને પણ AIને કારણે વધુ વેગ મળી રહ્યો છે.

આ પણ વાંચો: વિન્ડોઝ કમ્પ્યુટરમાં હવે એક સાથે બે બ્લુટૂથ હેડસેટ સાથે કનેક્ટ થઈ શકશે…

AI શીખવું જરૂરી

સુંદર પિચાઈ દ્વારા તેના મેસેજમાં એક વાત ચોક્કસ કહેવામાં આવી છે કે AI શીખવું એ પસંદગીની વાત નથી. દરેક માટે હવે આ જરૂરી બની જશે. ટૅક્નોલૉજી જેમ જેમ આગળ વધશે તેમ દરેકે પણ પોતાનો વિકાસ કરવો જરૂરી છે. AI વિશે જાણ હશે તો સ્કેમથી પણ બચી શકાશે.

Tags :