Get The App

'' સ્ટીવ જોબ્સે અત્યારના એપલના બધા લોકોની છુટ્ટી કરી નાખી હોત"

Updated: Jun 15th, 2025

GS TEAM

Google News
Google News
'' સ્ટીવ જોબ્સે અત્યારના એપલના બધા લોકોની છુટ્ટી કરી નાખી હોત" 1 - image


એપલ કંપની દર વર્ષે વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ યોજે છે. આ વર્ષની કોન્ફરન્સ હમણાં કેલિફોર્નિયામાં યોજાઈ ગઈ. લોકોને આ કોન્ફરન્સમાં મોટી આશા હતી કેમ કે વર્ષ ૨૦૨૭માં એપલના આઇફોન લોન્ચ થયાને વીસ વર્ષ થશે. ઉપરાંત, એપલ ડિવાઇસિસ માટેની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસની વિઝ્યૂઅલ સ્ટાઇલમાં કંપનીએ છેલ્લે છેક સપ્ટેમ્બર ૨૦૧૩માં મોટા ફેરફાર કર્યા હતા.

આ વર્ષની કોન્ફરન્સ વખતે, એપલની અત્યાર સુધી સૌને સ્પર્શી ગયેલી એકદમ ક્લીન, ક્લાસી સ્ટાઇલને મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવી. તેને એપલના ‘સૌથી બોલ્ડ બોલ્ડેસ્ટ વિઝ્યૂઅલ રિવેમ્પ’ ગણાવવામાં આવી.  આઇઓએસનો આ નવો લૂક ‘લિક્વિડ ગ્લાસ’ તરીકે ઓળખાય છે.

કંપનીના સીઇઓ ટીમ કૂકે કોન્ફરન્સમાં આઇઓએસનું ૨૬મું વર્ઝન લોન્ચ કર્યું ત્યારે તેની નવી ડિઝાઇન યૂઝર્સમાં ‘જોય એન્ડ ડિલાઇટ’ લાવશે એવું પણ કહ્યું.

પરંતુ તેનાથી થયું ઊંધું! કોન્ફરન્સ દરમિયાન આઇઓએસનો નવો ‘લિક્વિડ ગ્લાસ’ લૂક રજૂ કરવામાં આવ્યો, તેની ઇમેજિસ અને વીડિયોઝ ઇન્ટરનેટ પર ફેલાયા એ સાથે અનેક લોકોએ નવી ડિઝાઇન માટે નારાજગી બતાવવાનું શરૂ કર્યું. એક યૂઝરે તો એક્સ પર લખ્યું કે ‘સ્ટીવ જોબ્સ હોત તો તેમણે એપલના તમામ લોકોની છૂટ્ટી કરી નાખી હોત.’’

બીજા એક યૂઝરે ‘‘વેલકમ બેક, વિન્ડોઝ વિસ્ટા’’ એવા લખાણ સાથે વર્ષ ૨૦૦૯માં ખતમ થયેલી વિન્ડોઝ વિસ્ટા ઓપરેટિંગ સિસ્ટમ અને ૨૦૨૫માં જન્મેલ આઇઓએસનો લિક્વિડ ગ્લાસ લૂક શેર કર્યો, જે બંને એકબીજાને ખાસ્સાં મળતાં આવે છે!

એપલની દરેક પ્રોડક્ટ અને સોફ્ટવેરે તેની ક્લાસી ડિઝાઇનને કારણે જ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આઇફોનના સર્જક સ્ટીવ જોબ્સ કહેતા કે ‘‘ડિઝાઇન એટલે એ નહીં, જે આપણને દેખાય. ડિઝાઇન એ છે જેનો આપણે ઉપયોગ કે અનુભવ કરીએ.’’ આઇઓસના નવા લૂકમાં એવું કોઈ હાઇ સ્ટાન્ડર્ડ, ટેસ્ટ કે ક્લાસ લોકોને દેખાયાં નથી!

Tags :