Get The App

ચાઇનિઝ સબમરિનને વર્ચ્યુઅલી શોધવી મુશ્કેલ બનશે: શું છે આ ટેક્નોલોજી…

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ચાઇનિઝ સબમરિનને વર્ચ્યુઅલી શોધવી મુશ્કેલ બનશે: શું છે આ ટેક્નોલોજી… 1 - image


SubMarine Noice: ચીનના શાંઘાઈમાં આવેલી જિયાઓટોંગ યુનિવર્સિટી દ્વારા એક અદ્ભુત ટેક્નોલોજી શોધાઈ છે. આ ટેક્નોલોજીની મદદથી સબમરિનની ક્ષમતામાં ખૂબ જ વધારો થશે. ચાઇનાના જનરલ ‘Noise and Vibration Control’ માં આ નવી ટેક્નોલોજી વિશે છપાઈ હતી. આ થિયરીના આધારે, આ ટેક્નોલોજીની મદદથી દુશ્મનની સોનાર સિસ્ટમની ડિટેક્શન રેન્જ 50% ઘટાડી શકાય છે. યુનિવર્સિટીની સૌથી મહત્વની ‘Laboratory of Mechanical System and Vibration’ની ટીમને ઝેન્ગ ઝિયી દ્વારા લીડ કરવામાં આવી હતી.

એન્જિનનો અવાજ 26dB ઓછો થશે

આ નવી ટેક્નોલોજી ટ્રેડિશનલ રિજીડ એન્જિન માઉન્ટ્સની જગ્યાએ હાઇબ્રિડ એક્ટિવ-પેસિવ વાઇબ્રેશન આઇસોલેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. એના કારણે, એન્જિનની વિબ્રેશનને કારણે ઉત્પન્ન થતો સબમરિનનો અવાજ 26dB ઓછો થશે. આ ઇનોવેશન ડિઝાઇન સ્ટીલ-રબર-સ્ટીલ, એટલે કે સેન્ડવિચ માળખું તરીકે તૈયાર કરાયું છે, જેના કારણે રિયલ-ટાઇમ નોઇઝ કેન્સલેશન ઇફેક્ટ ઉત્તપન્ન થાય છે. 12 પાઇઝોઇલેક્ટ્રિક એક્યુએટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એન્જિનની આજુબાજુ લગાવવામાં આવ્યા છે જેથી અવાજ ઓછો કરી શકાય.

ચાઇનિઝ સબમરિનને વર્ચ્યુઅલી શોધવી મુશ્કેલ બનશે: શું છે આ ટેક્નોલોજી… 2 - image

પાઇઝોઇલેક્ટ્રિક એક્યુએટર્સ શું કરે છે?

ઇલેક્ટ્રિકથી ચાલતા પાઇઝોઇલેક્ટ્રિક એક્યુએટર્સ એક નવી સિસ્ટમ છે. એન્જિનના માઇક્રોન-લેવલ મૂવમેન્ટને પણ ખૂબ જ મજબૂતાઈથી કન્ટ્રોલ કરે છે. આ મૂવમેન્ટને કન્ટ્રોલ કરવા માટે લેવલ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટડી અનુસાર, પાણીમાં 10dB અવાજ ઓછો થવાથી એના ડિટેક્શન રેન્જમાં 32% ઘટાડો થાય છે. પાણીમાં ચાલતા વાહનો માટે પાવર ઇક્વીપમેન્ટ ઓપરેશનમાંથી જે અવાજ આવે છે, તે સૌથી મહત્વનો હોય છે. આ અવાજને કારણે સોનાર સિસ્ટમ દ્વારા શોધી કાઢવામાં આવે છે.

આ પણ વાંચો: મોબાઇલમાં સ્ટોરેજનો ઈશ્યૂ હોય, તો આ રીતે ખાલી કરો મેમરી

ટેસ્ટમાં આવ્યા સારાં પરિણામ

ઝેન્ગ ઝિયીની ટીમ દ્વારા લેબમાં પ્રોટો-ટાઇપની ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થયા. 100Hz દરમિયાન, આ ટેક્નોલોજી 24dB અવાજ ઘટાડે છે, જેમાં 12dB પેસિવ પ્લસ અને 12dB એક્ટિવ નો સમાવેશ થાય છે. 400Hz પર આ ટેક્નોલોજી 26dB અવાજ ઘટાડે છે. દરિયામાં ઇફેક્ટિવ બેન્ડવિથ 10-500Hz છે. મોટા ભાગના એન્જિન આ ફ્રીકવન્સીમાં ઝડપાઈ જાય છે. આથી, રિસર્ચર્સ દ્વારા રિયલ-ટાઇમ નોઇઝ કેન્સલેશન બનાવવામાં આવ્યું છે, જેની મદદથી એને શોધી ન શકાય.

Tags :