Get The App

PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ...

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ... 1 - image


PlayStation Games On PC: સોની હવે પોતાની લોકપ્રિય સિંગલ-પ્લેયર PlayStation ગેમ્સને PC પર રિલીઝ કરવાનું બંધ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી હાલમાં એક રિપોર્ટ દ્વારા સામે આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે સોની ઇન્ટરએક્ટિવ એન્ટરટેઇનમેન્ટના સીઇઓ હર્મન હલ્સ્ટે સોમવારે યોજાયેલી ટાઉનહોલ બેઠક દરમિયાન આ ફેરફારની જાહેરાત કરી હતી.

આ પ્રકારના નિર્ણય અંગે અગાઉ પણ ચર્ચા થઈ હતી. માર્ચ મહિનામાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સોનીએ ગયા વર્ષની Ghost of Yotei સહિત કેટલીક પોતે બનાવેલી ગેમ્સના PC વર્ઝન લોન્ચ કરવાની પ્લાનિંગ કેન્સલ કરી દીધી હતી.

PlayStationની ગેમ પોર્ટફોલિયો પર અસર

છેલ્લાં કેટલાક વર્ષોમાં સોનીએ PC માટે પોતાની ગેમ્સની સિરીઝમાં વધારો કર્યો હતો. તેમાં Spider-Man 2, Ghost of Tsushima, The Last of Us, Horizon Zero Dawn Remastered જેવી લોકપ્રિય ગેમ્સ તેમજ Helldivers 2 અને Marathon જેવી મલ્ટીપ્લેયર ગેમ્સનો સમાવેશ થાય છે.

  • બે વર્ષ પહેલાં હર્મન હલ્સ્ટે જણાવ્યું હતું કે PlayStationની લાઇવ-સર્વિસ ગેમ્સ PC અને PS5 પર “ડે એન્ડ ડેટ” આધારે એકસાથે રિલીઝ કરવામાં આવશે.
  • જોકે કંપની હવે તેમના માટે વધુ સારી સ્ટ્રેટેજી અપનાવી રહી હોવાથી સિંગલ-પ્લેયર ગેમ્સના PC રિલીઝમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?, જાણો શું છે 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી…

ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં બદલાતો ટ્રેન્ડ

આ વ્યૂહાત્મક ફેરફાર માત્ર સોની પૂરતો મર્યાદિત નથી. Microsoftના Xbox ડિપાર્ટમેન્ટને લીડ કરનાર આશા શર્માએ પણ જણાવ્યું છે કે કંપની પ્લેટફોર્મ માટેની એક્સક્લૂઝિવ ગેમ્સની નીતિઓ પર ફરી વિચારણા કરી રહી છે. આથી એવું લાગી રહ્યું છે કે ગેમિંગ ક્ષેત્રની મોટી કંપનીઓ હવે એક્સક્લૂઝિવ ટાઇટલ્સ અને ક્રોસ-પ્લેટફોર્મ રિલીઝ અંગે પોતાની વ્યૂહરચનામાં ફેરફાર પર વિચાર કરી રહી છે.