Get The App

2026માં આવશે સ્નેપચેટના સ્માર્ટ ગ્લાસ: મેટા અને ગૂગલ માટે ખતરાનો સંકેત

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
2026માં આવશે સ્નેપચેટના સ્માર્ટ ગ્લાસ: મેટા અને ગૂગલ માટે ખતરાનો સંકેત 1 - image


SnapChat Working On Smart Glass: સ્નેપચેટની પેરેન્ટ કંપની સ્નેપ હવે ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસ પર ધ્યાન આપી રહી છે. મેટા અને ગૂગલને ટક્કર આપવા માટે તે પણ સ્માર્ટ ગ્લાસ બનાવી રહી છે, જેને "સ્પેક્સ" નામ આપવામાં આવ્યું છે. આ ચશ્મા વજનમાં ખૂબ જ હલકા હશે અને 2026માં લોન્ચ કરવામાં આવશે. સ્નેપ કંપનીના સીઇઓ ઇવાન સ્પીગેલનું કહેવું છે કે સ્માર્ટફોનથી પણ પરે ભવિષ્ય છે, તેથી તેઓ હવે એના પર ધ્યાન આપશે.

સ્પેક્સને ક્યારે કરવામાં આવશે લોન્ચ?

સ્પેક્સ સ્માર્ટ ગ્લાસ વિશે ઇવાન સ્પીગેલ કહે છે, ‘આ સમય એક ક્રાંતિ માટે અત્યંત ઉત્તમ છે, જ્યાં આપણે ફિઝિકલ દુનિયાને આપણા ડિજિટલ અનુભવ સાથે એક કરી શકીએ. અમે 2026માં સ્પેક્સ લોન્ચ કરવા માટે ખૂબ આતુર છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા અમે યુઝર્સને એક અનન્ય અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

પર્સનલ કોમ્પ્યુટર જેટલું પાવરફુલ

સ્પેક્સ સ્નેપ કંપની દ્વારા સ્પેક્સને દુનિયાનું સૌથી એડવાન્સ પર્સનલ કોમ્પ્યુટર ગણવામાં આવી રહ્યું છે. કંપની દરેક જણને તેનો અનુભવ કરાવી શકે તે માટે તમામ તૈયારી કરી રહી છે. ઓગમેન્ટેડ વર્લ્ડ એક્સપો 2025માં આ વિશે જાહેરાત કરવામાં આવી છે.

2026માં આવશે સ્નેપચેટના સ્માર્ટ ગ્લાસ: મેટા અને ગૂગલ માટે ખતરાનો સંકેત 2 - image

વર્ષોથી ચાલી રહ્યું છે પ્લાનિંગ

સ્નેપ છેલ્લા ઘણા વર્ષોથી ઓગમેન્ટેડ રિયાલિટીમાં રોકાણ કરી રહ્યું છે. 2024માં ડેવલપર્સ માટે ફિફ્થ-જનરેશન સ્પેક્ટેક્લ્સ લોન્ચ કર્યા હતાં. વર્ષોના પ્રયાસો બાદ, હવે સ્માર્ટ ગ્લાસ તૈયાર થઈ ગયા છે અને તેના લોન્ચિંગ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્નેપચેટના ઓગમેન્ટેડ રિયાલિટી લેન્સનો દરરોજ આઠ બિલિયન વખત ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: એન્ડ્રોઇડ 16નું આ ફીચર મોબાઇલને બનાવી દેશે ડેસ્કટોપ, જાણો કેવી રીતે…

ચેટજીપીટી અને જેમિની પણ હશે

સ્નેપ હાલમાં નિયાન્ટિક કંપની સાથે વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમને તેના લેન્સ સ્ટુડિયો ડેવલપમેન્ટ ટૂલ્સ અને સ્માર્ટ ગ્લાસમાં સમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્નેપ ઓપરેટિંગ સિસ્ટમમાં ચેટજીપીટી અને જેમિનીનો પણ સમાવેશ કરવામાં આવશે, જે મલ્ટિમોડલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે નવી લેન્સ બનાવશે.

Tags :