એન્ડ્રોઇડ 16નું આ ફીચર મોબાઇલને બનાવી દેશે ડેસ્કટોપ, જાણો કેવી રીતે…
Android 16 Turns Moble into Desktop: ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ 16નું QPR1 બીટા 2 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝનમાં કનેક્ટેડ ડિસ્પ્લે સપોર્ટ આપવામાં આવ્યો છે, એટલે કે યુઝર્સ હવે તેમના મોબાઇલને ડેસ્કટોપ તરીકે ઉપયોગ કરી શકશે. આ ફીચરને સૌથી પહેલાં ગૂગલ I/O 2025માં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ફીચર દ્વારા યુઝર તેમની એન્ડ્રોઇડ ડિવાઇઝને એક્સટર્નલ ડિસ્પ્લે સાથે કનેક્ટ કરી શકે છે, જેનાથી નાની ડિસ્પ્લેને મોટી ડિસ્પ્લે બનાવી શકાશે.
એન્ડ્રોઇડ 16માં આ ફીચર કેવી રીતે કામ કરશે?
એન્ડ્રોઇડ ફોન અથવા ફોલ્ડેબલ મોબાઇલ જ્યારે ડિસ્પ્લે પોર્ટ દ્વારા એક્સટર્નલ ડિસ્પ્લે સાથે કનેક્ટ કરવામાં આવશે, ત્યારે ડેસ્કટોપ સેશન શરૂ થશે. ફોન અને એક્સટર્નલ ડિસ્પ્લે અલગ-અલગ કામગીરી કરશે. આ માટે એપ્લિકેશનો મોટી સ્ક્રીન માટે તેમના લેઆઉટને એડજસ્ટ કરી રહી છે. ગૂગલનો ઉદ્દેશ છે કે તેઓ એન્ડ્રોઇડ ડિવાઇઝને વધુ ઉપયોગી બનાવે, જેથી મોટી ડિસ્પ્લે દ્વારા મોબાઇલ વડે વધુ કાર્યक्षमતા મેળવી શકાય.
ડેસ્કટોપ જેવી વિન્ડોનો ઉપયોગ
એન્ડ્રોઇડ 16માં ડેસ્કટોપ વિન્ડોવિંગ ફીચર ઉમેરાયું છે, જે મલ્ટીટાસ્કિંગ માટે ખૂબ ઉપયોગી છે. યુઝર ડેસ્કટોપમાં વિન્ડોની જેમ અલગ-અલગ એપ્લિકેશનો પર કામ કરી શકશે. આ ફીચર પહેલા રજૂ થયું હતું, પરંતુ હવે એક્સટર્નલ ડિસ્પ્લે દ્વારા વધુ સારા ઉપયોગ માટે સુધારો કરવામાં આવ્યો છે. યુઝર પસંદગી પ્રમાણે વિન્ડોને મોટી-નાની કરી શકે, જેથી એક સાથે વિવિધ એપ્લિકેશન પર કાર્ય કરવાની સગવડ પ્રાપ્ત થાય.
ટાસ્કબારનો સમાવેશ
એન્ડ્રોઇડ 16માં ટાસ્કબાર ઉમેરાયું છે, જેમાં ચાલૂ એપ્લિકેશનો જોઈ શકાશે તેમજ વધુ ઝડપી ઓપનિંગ માટે શોર્ટકટ બનાવી શકાશે. ટાસ્કબાર દ્વારા વિન્ડોની વ્યવસ્થા અને પ્રોડક્ટિવિટી વધારવી સરળ બને છે. યુઝર એક કરતા વધુ ડેસ્કટોપ સેશન શરૂ કરી શકે, તેમજ શોર્ટકટ્સ કસ્ટમાઇઝ કરી શકે.
આ પણ વાંચો: એપલની લિક્વિડ ગ્લાસ ડિઝાઇનથી મસ્ક પણ ખુશ, પરંતુ યુઝર્સ નાખુશ હોવાથી શેરના ભાવ ઘટ્યા
બીટા વર્ઝનમાં ઉપલબ્ધ ફીચર
ગૂગલ દ્વારા આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં લોન્ચ થયું છે. પિક્સેલ 8 અને પિક્સેલ 9 સીરિઝના યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકે. એન્ડ્રોઇડ 16માં રિયલ-ટાઇમ નોટિફિકેશન પણ ઉપલબ્ધ રહેશે.