Get The App

CES 2026માં લોન્ચ થયું સ્માર્ટ ટોઇલેટ: ડિહાઈડ્રેટેડ હશે તો યુઝરને જણાવી દેશે

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
CES 2026માં લોન્ચ થયું સ્માર્ટ ટોઇલેટ: ડિહાઈડ્રેટેડ હશે તો યુઝરને જણાવી દેશે 1 - image


યુરિનાલિસિસ એટલે કે યુરિન ટેસ્ટ કરતી કંપની Vivoo દ્વારા લાસ વેગાસમાં ચાલી રહેલા કોન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો 2026માં એક સ્માર્ટ ટોઇલેટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ કંપની દ્વારા 2023માં સૌથી પહેલું સ્માર્ટ ટોઇલેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટ ટોઇલેટની મદદથી યુઝર ડીહાઈડ્રેટેડ છે કે નહીં એ જણાવી દેવામાં આવશે. 2023માં લોન્ચ થયેલા ટોઇલેટમાં રિએક્ટિવ ટેસ્ટિંગ સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે આ વર્ષે લોન્ચ કરેલા વર્ઝનમાં ઓપ્ટિકલ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ ટોઇલેટમાં સીધા લગાવી દેવામાં આવશે અને એનાથી નોન-કોન્ટેક્ટ ટેસ્ટ કરી શકાશે.

આ સ્માર્ટ ટોઇલેટ કેવી રીતે કામ કરે છે?  


Smart Toilet in CES 2026: આ સ્માર્ટ ટોઇલેટ યુરિનની ચોક્કસ ગ્રેવિટીના આધારે કામ કરે છે. હાઈડ્રેશન લેવલ ચેક કરવા માટે આ ખૂબ જ મહત્વનું ઇન્ડિકેટર છે. ઘાટ યુરિન સેમ્પલનો અર્થ થશે કે ડીહાઈડ્રેશન છે, જ્યારે પાતળું યુરિનનો અર્થ થશે કે ઓવર-હાઈડ્રેશન છે અથવા તો ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી પણ હોઈ શકે છે. યુઝર આ ટેસ્ટનું રિઝલ્ટ એપ્લિકેશન દ્વારા મેળવી શકે છે. ટેસ્ટ પૂરી થયા બાદ આ ડેટા યુઝરને તેના સ્માર્ટફોનની એપ્લિકેશન પર મળી જશે. આ ડિવાઈસની બેટરી 1000 ટેસ્ટ કર્યા બાદ એને ચાર્જ કરવી પડે છે.

સાફ સફાઈ માટે પણ અનુકૂળ  

આ સ્માર્ટ ટોઇલેટ માર્કેટમાં ઉપલબ્ધ અન્ય પ્રોડક્ટ કરતાં ખૂબ જ એડવાન્સ છે. આ મશીનની બેટરીને એક હજાર ટેસ્ટ કર્યા બાદ ચાર્જ કરવાની જરૂર પડશે. બીજી તરફ કેમિકલ આધારિત સ્ટ્રિપ દ્વારા જે ટેસ્ટ કરવામાં આવે છે એનાથી આ આંકડો ખૂબ જ વધુ છે. ટોઇલેટના બાઉલની બહાર આ ડિવાઈસની બેટરી પેકને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આથી યુઝરે જ્યારે ટોઇલેટ સાફ કરવું હોય ત્યારે એને સરળતાથી કરી શકે છે, એને અનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: ઇસરોનું હોમ-મેડ ડસ્ટ ડિટેક્ટર: ભવિષ્યના મિશન માટે ગેમ-ચેન્જર

શું કિંમત છે?  

આ સ્માર્ટ ટોઇલેટની શરૂઆતની કિંમત 99 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 9000 રૂપિયાની આસપાસ છે. એમાં કોઈ પણ સબ્સ્ક્રિપ્શન ફીનો સમાવેશ નથી થતો. આ સ્માર્ટ ટોઇલેટની ડિલિવરી માર્ચમાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ બીજો બેચ જૂનમાં રિલીઝ કરવામાં આવશે. જો અત્યારે પ્રી-ઓર્ડર કરવામાં નહીં આવ્યું તો યુઝરે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી શકે છે. સામાન્ય રીતે માર્કેટમાં એને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારે એની કિંમત 129 અમેરિકન ડોલર હશે. આ સાથે જ મહિનાની સબ્સ્ક્રિપ્શન ફી 6 અમેરિકન ડોલર અલગથી આપવાની રહેશે.