Get The App

ઇસરોનું હોમ-મેડ ડસ્ટ ડિટેક્ટર: ભવિષ્યના મિશન માટે ગેમ-ચેન્જર

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
ઇસરોનું હોમ-મેડ ડસ્ટ ડિટેક્ટર: ભવિષ્યના મિશન માટે ગેમ-ચેન્જર 1 - image


AI Image

ISRO Dust Detector: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા એક નવી સિદ્ધિ મેળવવામાં આવી છે. ઇસરો દ્વારા હોમ-મેડ ડસ્ટ ડિટેક્ટર બનાવવામાં આવ્યું હતું જેને ડસ્ટ એક્સપેરિમેન્ટ કહેવામાં આવી રહ્યું હતું. આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ઇસરોએ સફળતા પૂર્વક ઇન્ટરપ્લેનેટરી ડસ્ટ પાર્ટિકલ્સ (IDPs) શોધી કાઢ્યા છે. કોમેટ અથવા તો એસ્ટરોઇડ્સમાંથી આ નાના-નાના પાર્ટિકલ્સ એટલે કે કણો છૂટા પડ્યા હોય છે. આ કણ પૃથ્વીના મીટિયોર લેયરમાં જોડાય છે. ઘણી વાર આ પાર્ટિકલ્સને પૃથ્વી પરથી રાતે જોઈ શકાય છે જેને આપણે શૂટિંગ સ્ટાર્સ કહીએ છીએ. ડસ્ટ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ સાથે 2024માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઇન્સ્ટ્રુમેન્ટ શું કામ કરે છે?  

ડસ્ટ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ સ્પેસમાં રહેલી ધૂળને સમજવા માટે કરવામાં આવે છે. ઇસરોની અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં ડસ્ટ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને બનાવવામાં આવ્યું હતું. હાઇ-સ્પીડ ઇન્ટરપ્લેનેટરી ડસ્ટ પાર્ટિકલ્સને શોધી એની શું અસર થશે એ આ ઇન્સ્ટ્રુમેન્ટનું કામ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2024ની પહેલી જાન્યુઆરીથી લઈને 9 ફેબ્રુઆરી સુધીમાં ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા સિગ્નલને રૅકોર્ડ કરવામાં આવ્યાં હતાં જેમાં ઓર્બિટલ ડેબ્રિસની કેટલી અસર થઈ શકે એ જણાવવામાં આવ્યું હતું. આ દ્વારા એ વાત ચોક્કસ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આ પ્રકારની કોઈ ઘટના ઘટી તો એની શું અસર થશે એ પહેલેથી જાણી શકાશે. આ ડિટેક્ટર દ્વારા પૃથ્વીના વાતાવરણમાં 9.5 ડિગ્રીના ઇન્ક્લિનેશન સાથે કોઈ પણ પાર્ટિકલ દાખલ થયું તો એને રજિસ્ટર કરવામાં આવ્યું હતું. દર એક હજાર સેકન્ડમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ કણને ડિટેક્ટ કરે છે.

ડિઝાઇન અને મિશન  

આ ઇન્સ્ટ્રુમેન્ટને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એનું વજન ફક્ત 3 કિલોગ્રામનું હોય. એમાં હાઇપરવેલોસિટી પ્રિન્સિપલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હાઇ-સ્પીડ સ્પેસ ડસ્ટને ડિટેક્ટ કરીને એની અસર શું હોય છે એ જાણી શકે. આ ઇન્સ્ટ્રુમેન્ટ ફક્ત 4.5W પાવરનો ઉપયોગ કરે છે. PSLV-C58 XPoSatના ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટને લોન્ચ કરવામાં આવ્યું હતું. એ 350 કિલોમીટરની ઊંચાઈએ કામ કરી રહ્યું છે. સ્પેસમાંથી પૃથ્વીના વાતાવરણમાં સતત આ કણો આવી રહ્યાં છે અને એ તમામ આ મશીન દ્વારા ડિટેક્ટ કરવામાં આવી રહ્યાં છે. આ કણો નાના હોવાથી એ પૃથ્વી સુધી નથી પહોંચી શકતા. જોકે કોઈ મોટા હોય તો એની અસર શું થશે એ પણ આ મશીન દ્વારા જાણી શકાશે.

આ પણ વાંચો: હવે હેલમેટ નહીં, AI પોલીસ : ટ્રાફિક નિયમ તોડશો તો હેલમેટ કરશે રિપોર્ટ

ભવિષ્યના સ્પેસ મિશન માટે મહત્ત્વનું મશીન  

પૃથ્વીની આસપાસ ઓર્બિટ કરતું ડસ્ટ એક્સપેરિમેન્ટ મશીન હવે મંગળ અને શુક્ર ગ્રહ પર જે જગ્યાને એક્સપ્લોર કરવામાં નથી આવી ત્યાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. ચંદ્રની આસપાસ પણ એનો ઉપયોગ કરવાથી નવી જાણકારી મળી શકે છે. આ ડેટા ફક્ત સ્પેસ અને વિજ્ઞાની માટે મહત્ત્વના છે એવું નથી, પરંતુ એની મદદથી સેટેલાઇટ્સ પર જે રિસ્ક હોય છે એને પણ ટાળી શકાય છે. ભવિષ્યમાં અંતરિક્ષયાત્રીઓ દ્વારા ચંદ્ર, મંગળ અને અન્ય મિશન કરવામાં આવે એ માટે પણ સેફ્ટી જાળવી શકાય છે.