Get The App

સામાન્ય સિક્યોરિટી ખામીને કારણે 3.5 બિલિયન વોટ્સએપ નંબર થયા લીક

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
સામાન્ય સિક્યોરિટી ખામીને કારણે 3.5 બિલિયન વોટ્સએપ નંબર થયા લીક 1 - image


WhatsApp Number Leaked: ઓસ્ટ્રીયન રિસર્ચર ટીમ દ્વારા વોટ્સએપમાં એક મેજર સિક્યોરિટી ખામી શોધવામાં આવી છે. આ એક સામાન્ય સિક્યોરિટી ખામી હતી, પરંતુ એને મેજર એટલા માટે ગણવામાં આવી રહી છે કારણ કે એના લીધે 3.5 બિલિયન વોટ્સએપ નંબર લીક થયા છે. વોટ્સએપની પેરન્ટ કંપની મેટા છે. આથી રિસર્ચ ટીમ દ્વારા કંપનીના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરનો ઉપયોગ કરતાં તેમને 3.5 બિલિયન ફોન નંબર અને પર્સનલ ડેટા મળ્યા છે. એમાં યુઝરના પ્રોફાઇલ ફોટો અને ડિસ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. આ ડેટાને સૌથી મોટું ડેટા લીક ગણવામાં આવી રહ્યું છે.

વોટ્સએપના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરમાં હતી ખામી

રિસર્ચ ટીમ દ્વારા સિમ્પલ પરંતુ ખૂબ જ અસરકારક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે વોટ્સએપના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરમાં શક્ય હોય એટલાં તમામ નંબરને ચેક કર્યા હતા. આ રીત દ્વારા તેમને મેસેજિંગ સર્વિસ દ્વારા નંબર મળી ગયા હતા. 57 ટકા યુઝરના નંબર અને પ્રોફાઇલ ફોટોનું એક્સેસ મળ્યું હતું. તેમજ 29 ટકા યુઝર્સના પ્રોફાઇલ પર જે ડિસ્ક્રિપ્શન હોય છે એ જોવા મળ્યા હતા. વોટ્સએપની બ્રાઉઝર-બેઝ્ડ એપની મદદથી રિસર્ચ ટીમ દ્વારા અંદાજે 100 મિલિયન નંબરને ચેક કરવામાં આવ્યા હતા.

મેટા કંપનીએ શું કહ્યું?

મેટા દ્વારા આ રિસર્ચ ટીમની શોધને પુષ્ટિ કરવામાં આવી છે. આ ટીમ દ્વારા મેટાની બગ બાઉન્ટી સિસ્ટમ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ડેટા બેસિક પબ્લિક અવેલેબલ ઇન્ફોર્મેશન છે. ફોટો અને ડિસ્ક્રિપ્શનને પ્રાયવેટ રાખનાર એક પણ યુઝરના ડેટા લીક નથી થયા. વોટ્સએપ દ્વારા હવે એન્ટી-સ્ક્રેપિંગ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે જેનાથી આ રીતે ફરી ડેટા લીક નહીં થાય.

વોટ્સએપની પ્રાયવસીને લઈને સવાલ

મેટા કંપનીએ દાવો કર્યો કે પ્રાયવેટ યુઝરના ડેટા સેવ છે. જોકે રિસર્ચ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે તેમણે આ નંબર મેળવવા માટે કોઈ પણ ડિફેન્સ સિસ્ટમને બાયપાસ કરવાની જરૂર નથી પડી. તેમને એ પણ જાણવા મળ્યું છે કે ઘણાં એકાઉન્ટ્સ ડુપ્લિકેટ કીનો ઉપયોગ કરે છે અને એ વોટ્સએપની સિક્યોરિટીને લઈને ખૂબ જ મોટો સવાલ છે. આ કીની મદદથી કોઈ પણ વ્યક્તિ મેસેજને ડિક્રિપ્ટ કરી શકે છે. આ ડુપ્લિકેટ કી અનઓથોરાઇઝ્ડ વોટ્સએપ ક્લાઇન્ટને કારણે છે, નહીં કે વોટ્સએપમાં કોઈ ખામી છે. આથી ટીમ દ્વારા વોટ્સએપની પ્રાઇવસીને લઈને સવાલ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: 1.3 બિલિયન પાસવર્ડ અને 2 બિલિયન ઇમેલ લીક, જાણો કેવી રીતે ડિજિટલી સુરક્ષિત રહેશો

ફોન નંબર લીકને કારણે ચિંતા

રિસર્ચ ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે અબજો લોકો જે સર્વિસનો ઉપયોગ કરતાં હોય એ સર્વિસ દ્વારા નંબર લીક થયા તો એ ખૂબ જ મોટી ચિંતા છે. દુનિયાની વસ્તીનો મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આથી તેમના નંબર આ રીતે કોઈને પણ મળી જવા એ ચિંતાનો સવાલ છે કારણ કે નંબર મળતાં ઘણી ઘટના ઘટી શકે છે.

Tags :