Get The App

અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુએ ISSનો વીડિયો કર્યો શેર, કહ્યું- 'સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર'

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુએ ISSનો વીડિયો કર્યો શેર, કહ્યું- 'સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર' 1 - image


ISS Astronaut ShuBhanshu Shukla: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત ફર્યા બાદ એક વીડિયો રજૂ કર્યો છે. જેમાં એક માઈક્રોગ્રેવિટીમાં તરતાં જોવા મળ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં શુક્લા હવામાં સ્થિર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, આઈએસએસ પહોંચ્યા બાદ હું ટાઈમલાઈનનું પાલન કરવા અને મારા ટાસ્ક-પ્રયોગો પૂરા કરવામાં વ્યસ્ત હતાં. શરૂઆતમાં માઈક્રોગ્રેવેટીમાં હલન-ચલન અને સ્ટેશનને સમજવુ થોડું મુશ્કેલ હતું. પરંતુ થોડા દિવસ બાદ મેં મારા શરીર પર નિયંત્રણ રાખતાં શીખી લીધુ હુતં. સંપૂર્ણપણે સ્થિર રહેવું મારા માટે પડકારજનક હતું.



શુભાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, અંતરિક્ષમાં નાનકડો ફેરફાર પણ શરીરને સંપૂર્ણપણે ડગમગાવી શકે છે. એવામાં સંપૂર્ણપણે સ્થિર રહેવા ખાસ કૌશલ્યની જરૂર પડે છે. આ દોડતી દુનિયામાં મનની શાંતિ સાથે જોડતાં જણાવ્યું હતું કે, આપણે ક્યારેક અટકવું પણ જોઈએ, શાંત રહેવું પણ જરૂરી છે. આ ઝડપથી દોડતી દુનિયામાં આગળ વધવા માટે ક્યારેક-ક્યારેક પોતાની સ્પીડ ઘટાડવી પણ જરૂરી છે. ગુરૂત્વાકર્ષણ હોય કે ન હોય, સ્થિર રહેવું એક મોટો પડકાર છે.

આ પણ વાંચોઃ ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ…

શુભાંશુ શુક્લાનું સ્વાસ્થ્ય 

શુભાંશું શુક્લા સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલ ગ્રેસમાં સવાર થઈ ધરતી પર પરત ફર્યા હતાં. જો સૈન ડિએગોના તટ પર પેસેફિક સમુદ્રમાં ઉતરાણ કર્યું હતું. ત્રણ સપ્તાહમાં AXIOM-4 મિશન દરમિયાન શુક્લા અને તેમની ટીમે 31 દેશોના 60થી વધુ પ્રયોગ કર્યા છે. જેમાં ભારતના ઈસરોના સાત પ્રયોગ પણ સામેલ હતાં. શુક્લાની વાપસી ભારતના કોમર્શિયલ અંતરિક્ષ ઉડાનમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. ઈસરોએ જણાવ્યું હતું કે, શુભાંશુ શુક્લાના મેડિકલ ટેસ્ટમાં સંકેત મળ્યો છે કે, તેની સ્થિતિ સ્થિર છે. હાલ કોઈ ચિંતાજનક લક્ષણ જોવા મળ્યું નથી. અંતરિક્ષ યાનમાંથી બહાર નીકળ્યા બાદ શરૂઆતમાં જ તમામ અંતરિક્ષ યાત્રીઓનું મેડિકલ ટેસ્ટ થયુ હતું. 

અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુએ ISSનો વીડિયો કર્યો શેર, કહ્યું- 'સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર' 2 - image

અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુએ ISSનો વીડિયો કર્યો શેર, કહ્યું- 'સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર' 3 - image

Tags :