Get The App

ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ…

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ… 1 - image


Tesla Charges in India: ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં પહેલો શોરૂમ શરુ કર્યો છે. આ કંપનીની કારનું બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એનો ઉપયોગ કરવો ખૂબ જ મોંઘું પડી શકે છે. 15 જુલાઈથી ભારતમાં એન્ટ્રી કર્યા બાદ તેમની પહેલી કાર Model Y માર્કેટમાં જોવા મળશે. આ એક સેલ્ફ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક કાર છે. જોકે આ કાર ચલાવવાનો શોખ હોય તો એ થોડો મોંઘો સાબિત થઈ શકે છે. આ માટેનું કારણ કારની ખરીદી બાદ પણ ફીચર્સ માટે ચૂકવવામાં આવતાં ખર્ચ છે.

બે વેરિઅન્ટમાં આવે છે ટેસ્લા

ટેસ્લાની હાલમાં Model Y કાર ભારતમાં લોન્ચ થઈ છે. આ કારના બે વેરિઅન્ટ છે. એક સ્ટાન્ડર્ડ કાર છે અને એક લોંગ રેન્જ કાર છે. આ કારમાં રિયર વ્હીલ ડ્રાઇવિંગ છે. આ કાર અમેરિકામાં અને ભારતમાં ખૂબ જ અલગ છે. અમેરિકામાં સ્ટાન્ડર્ડ કારની શરુઆતની કિંમત 37490 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ₹ 32,31,184 રૂપિયા છે. તેમ જ લોંગ રેન્જ કારની કિંમત 41490 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ₹ 35,75,935 રૂપિયા છે. જોકે ભારતમાં એની કિંમત બમણી જેવી થઈ જાય છે. મુંબઈમાં આ કારના સ્ટાન્ડર્ડ વર્ઝનની એક્સ શોરૂમ કિંમત ₹ 59,89,000 રૂપિયા છે. તેમ જ લોંગ રેન્જ કારની કિંમત ₹ 67,89,000 રૂપિયા છે. ઓન રોડ કિંમતમાં ત્રણથી ચાર લાખ રૂપિયાનો અંદાજિત વધારો થઈ શકે છે.

કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવા પડશે પૈસા

આ કાર ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ મોડ સાથે આવે છે. જોકે એ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. સેલ્ફ ડ્રાઇવિંગ ફીચરમાં કાર ઓટોમેટિક ડ્રાઇવ કરે છે, ડ્રાઇવરે ફક્ત નજર રાખવાની હોય છે. આ માટે યુઝરે ₹ 6 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે. ભારતમાં આ ફીચર માટે ₹ 6 લાખ રૂપિયા કિંમત રાખવામાં આવી છે. આ માટે ટેસ્લાની ઓફિશિયલ વેબસાઇટ પર એ જોઈ શકાય છે. આ ફીચર યુક્ત ઘણા લોકોએ કારને બુક પણ કરાવી દીધી છે.

ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ… 2 - image

ભારતમાં હજી પરવાનગી નથી

ભારતમાં હજી સુધી ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પરવાનગી આપવામાં નથી આવી. આથી આ ફીચર માટે પૈસા ચૂકવ્યા બાદ પણ એનો ઉપયોગ કરી શકાશે કે કેમ એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. જોકે પાર્કિંગ અને એના જેવી અન્ય બાબતો માટે આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. ભારતમાં ઘણી કારમાં હવે આ ફીચર છે, જેમાં કાર ઓટોમેટિક પાર્ક થઈ જશે.

આ પણ વાંચો: NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા

કેટલી છે સ્પીડ?

આ કારનું સ્ટાન્ડર્ડ મોડલ ઝીરોથી 100ની સ્પીડ 5.9 સેકન્ડમાં પકડી લેશે. તેમ જ લોંગ રેન્જ વેરિઅન્ટને ફક્ત 5.6 સેકન્ડનો સમય લાગશે. બન્ને મોડલની ટોપ સ્પીડ 201 કિલોમીટર પ્રતિ કલાકની છે.

Tags :