શુંભાશું શુક્લાએ મારી સેન્ચુરી: પૃથ્વીની ફરતે 113 ફેરા પૂરા કર્યા
ShubhanShu Shukla Earth Orbit: શુંભાશું શુક્લાએ પૃથ્વીની ફરતે 113 ફેરા પૂરા કરીને સેન્ચુરી મારી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ડોકિંગ કર્યા બાદ તેમણે પૃથ્વીની પરિક્રમા કરવાનું શરુ કર્યું હતું. આ તેમનું પહેલું સ્પેસ મિશન છે. લગભગ 41 વર્ષ બાદ ભારતમાંથી અંતરિક્ષમાં કોઈ ગયું છે. તેમ જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેનાર ભારતનો એકમાત્ર વ્યક્તિ ગ્રૂપ કૅપ્ટન શુંભાશું શુક્લા છે. અંતરિક્ષમાં ગયાને એક અઠવાડિયા બાદ તેને એક દિવસ આરામ કરવા માટે રજા પણ આપવામાં આવી છે.
46.70 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું
આ અંતરિક્ષયાત્રીઓને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પૃથ્વીની ફરતે 113 ચક્કર પૂરા કર્યા છે. તેમણે અંદાજે 46.70 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં આ બાર ઘણું વધારે છે. એક અઠવાડિયાની અંદર Ax-4 મિશનની ટીમ દ્વારા ખૂબ જ સારું પરિણામ મેળવવામાં આવી રહ્યું છે. મિશન કમાન્ડર પેગી વિટ્સન હાલમાં માઇક્રોગ્રૅવિટીમાં ટ્યુમર સેલ કેવી રીતે કામ કરે છે એના પર અભ્યાસ કરી રહ્યાં છે. આ અભ્યાસ કેન્સરની નવી સારવાર માટે મદદરૂપ થઈ શકે છે.
શુંભાશું શુક્લા અને અન્ય વ્યક્તિ શું અભ્યાસ કરી રહ્યા છે?
અલ્ગાઇ અને ટાર્ડીગ્રેડ્સ જેવા પ્રાણી અંતરિક્ષમાં કેવી રીતે જીવંત રહે છે એ વિશે શુંભાશું શુક્લા અભ્યાસ કરી રહ્યા છે. આ અભ્યાસ પરથી સેલ્સ પર શું અસર થાય છે એ જોવામાં આવશે. તેમજ એના આધારે દવાઓ બનાવવામાં પણ એ મદદરૂપ બની શકે છે. મિશન સ્પેશિયાલિસ્ટ સવોઝ ઉઝનાસ્કિ-વિનિવેસ્કી એક નવા ડિવાઇસનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે. આ ડિવાઇસ સાઉન્ડ લેવલ મોનિટર કરવા માટે છે. એનાથી અંતરિક્ષયાત્રીની સાંભળવાની શક્તિને સુરક્ષિત રાખી શકાય અને સ્પેસક્રાફ્ટની ડિઝાઇનમાં સુધારા કરી શકાય.
આ પણ વાંચો: સેમસંગથી ભૂલમાં જાહેર થઈ ગઈ ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોનની ડિઝાઇન: નવમી જુલાઈએ છે લોન્ચ ઇવેન્ટ
રેડિયેશનનું લેવલ
ટિબોર કપુ દ્વારા બનાવવામાં આવેલી હંગેરિયન ડિવાઇસ દ્વારા રેડિયેશન ચેક કરવામાં આવી રહ્યું છે. આ રેડિયેશનથી અંતરિક્ષમાં માઇક્રોગ્રીન ઉગાડી શકાય કે નહીં એ જોવામાં આવી રહ્યું છે. લાંબા સમય સુધી અંતરિક્ષયાત્રીઓને તાજો ખોરાક મળી રહે એ માટે આ અભ્યાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સિવાય પણ દરેક વ્યક્તિ અન્ય નાનીમોટી સ્ટડી કરી રહી છે.